20.આ પલ જાવે રે‚ કરી લેને બંદગી… Get link Facebook X Pinterest Email Other Apps લખાણ ઉપર ક્લિક કરો ઓડિયો ચાલુ થશે Gujarati Alphabet Game Your browser does not support the audio element. આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…ગઈ પલ ફેર નહીં આવે રે‚ કરી લે ને બંદગી ;આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…કરો મન ગ્યાના‚ ધરી લેને ધ્યાના ;મૂરખા ! મૃગજળ દેખી ક્યું લલચાવે રે…આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…શિરને માથે છે વેરી‚ લીધો તું ને ઘેરી ;સૂતાં બંદા નીંદરા તું ને કેમ આવે રે…આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…એક દિન મરના હૈ‚ ધોખા નવ ધરના ;મુખમેં રામનામ કેમ ભૂલાવે રે…આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…કહે છે કલ્યાણ’સાબ‚ સતગુરુ શરણે‚આમાં પ્રેમીજન હોય ઈ તો પાવે રે…આ પલ જાવે રે‚ કરી લેને બંદગી… Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment