ગાયત્રી સતક પાઠ

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય !
ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત્ ॥

સાખી :- ૐ ભૂ: ભુવ: સ્વઃ મહિમાવંત તુ માત,
મા ગાયત્રી ભગવતી, પ્રણવું જોડી હાથ.

(૧).મા ગાયત્રી ગુણ ભંડાર, કરું પ્રિતેથી નમસ્કાર,
મનોહર મૂર્તિ પંચ-આનન, રક્તવસ્રને હંસ વાહન.
(૨).શંખ, ચક્ર, દંડને પાશ, વરદ મુદ્રાને શુભ્ર કપાલ,
ગદા ફરસી દ્વિપદ્મ હાથ, કમલાસન તારું છે માત.
(૩).માથે મુગટ ઝાકઝમાળ, કોટે શોભે ફૂલની માળ,
રત્ન કંકણને પાય નુપુર, શશીવદન સુ-હાસ્ય મધુર.
(૪).કુમ કુમ કેશરની છે આડ, બાલ ઈન્દુની શોભા અપાર,
કાળાને વાંકડિયા કેશ, આંખ અણિયાળી અનિમેષ.
(૫).નાકે વાળી કુંડળ કાન, અદૂભૂત ક્રાન્તિ  રુપની ખાણ,
ધરતાં ધ્યાન થાય પ્રકાશ, અજ્ઞાન તિમિરનો થાયે નાશ.
(૬).વેદ માતા તારું છે નામ, ઋષિ મુનિ કરે પ્રણામ,
બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, તુજને વખાણે હર-હંમેશ.
(૭). તેત્રીશ કોટિ દેવો જેહ, ગાયે ગુણલા તારાં તેહ,
અણું અણુમાં તારો વાસ, પરમાણુંમાં તારો પ્રકાશ.
(૮).ત્રિલોકમાં તારો સંચાર, ચૌદ બ્રહ્માંડનો તુ આધાર,
શશી સૂર્યમાં તારાં તેજ, તારાઓ તુજ વીણ નિસ્તેજ.

(૯).સર્જન, પાલન ને સંહાર, કરે ક્ષણમાં તુ નિરધાર,
તારા ક્રોધે કંપે કાળ, ડોલી ઉઠે દસે  દિગપાળ,
(૧૦).ચંડમુંડનો વાળ્યો ઘાણ, મહિષાસુરનો લીધો પ્રાણ,
રક્ત બીજનો કર્યો સંહાર, શુંભનિશુંભને માર્યો ઠાર.
(૧૧).શક્તિ તારી અપરંપાર, ઝળહળ જ્યોતિ તેજ અપાર,
કાલી કમલા બ્રહ્માણી તું, શિવા, શાંભવી રૂદ્રાણી તું.
(૧૨).ગૌ-ગૌરી ગાયત્રી તું, સંધ્યાને સાવિત્રી તું,
જગત જનની જગદંબા, દુર્ગા ચંડી ચામુંડા.
(૧૩).મંગલ કરણી મહેશ્વરી માતા, માતંગી મા તું વિખ્યાત,
કાલ રાત્રિ કુષ્માંડા તું, આનંદદાયી આનંદા તુ.
(૧૪).બુદ્ધિ પ્રભાને તું વાણી, કલા ક્રાન્તિને કલ્યાણી,
ભીડ ભંજનીને ભુવનેશ્વરી, સિધ્ધીદાતા સિદ્ધેશ્વરી.
(૧૫).પરમ પુનિતા પરમેશ્વરી, મહામાયા ને સુરેશ્વરી,
વૈષ્ણવી ને વાઘેશ્વરી તું, વિદ્યા ને વિશ્વેશ્વરી.
(૧૬).સુષુમણા ને પીંગલા તું, કુંડલિની ને ઈંગલા તુ,
ચિત્રા પુષા ને શંખિની, હસ્ત જિહ્-વા ને પયસ્વિની.
(૧૭).પરા અંબા ને પ્રકૃતિ તું, સ્વપ્ન જાગ્રત સુષુપ્તી તુ,
તુરિયા સમાધિ તારું રૂપ, જ્ઞાન ક્રિયાને ઈચ્છા સ્વરૂપ.
(૧૮).હિરણ્યમથી હિરણાક્ષી તું, પદ્મા ને પદ્મિણી તુ,
તું નંદા ને તું નીલા, નારાયણી ને નિરમલા.
(૧૯).પર્વતનંદિની પાર્વતી તું, સીતા સત્યા ને સતી તું,
તું ભવાની ભગવતી, ભવવલ્લભા ભાગીરથી.
(૨૦).અન્નપૂર્ણા રૂપે તુ માત, જઠરાગ્નિને કરતી શાંત,
દયા શાન્તિ માં તારું નામ, દીન દુઃખીયોને તું વિશ્રામ.
(૨૧).જયા વિજ્યા વિધાતા તું, સુર સુંદરી સુખદાતા તું,
ગંગા ગોદાવરી તારું નામ, તું સરસ્વતી કરું પ્રણામ.
(૨૨).તું કૃષ્ણા, તું તુંગભદ્રા, તું કાવેરી અલકનંદા,
તારું રૂપ યમુનાના નીર, સરયું સિંધુ ધીર ગંભીર
(૨૩).ગંગા ગોમતી નર્મદા આપ, ધોઈ રહ્યાં છો જગના પાપ,
સહસ્ત્ર નામો તારા માત, વર્ણન કરતાં લાગે થાક.

(૨૪).તુજથી જનમ્યા ચાર વેદ, એ શું પામે તારો ભેદ ?
તુજ શક્તિનો થાય પ્રવેશ, ધારે ધરણી શીર પર શેષ.
(૨૫).છોડી દીધા બીજા કામ, નથી લેતા નારદ વિશ્રામ,
વિત્યા કલ્પો કંઈક હજાર, તો પણ પામ્યા ના એ પાર.
(૨૬).અલ્પ મતિ હું માનવજાત, અલ્પ આયુષ્ય મારું છે મા,
કેમ કરીને પામું પાર, અખૂટ શક્તિનો તું ભંડાર.
(૨૭).જોડ મળે ના જગતમાં માત, 
હરખાવું હું કોની સાથ ?
કામધેનું ને કલ્પવૃક્ષ, ચિંતામણી છે 
અદ્-ભૂત !
(૨૮)તુજ કૃપાનું પામે બળ, ત્યારે આપે માગ્યું ફળ,
તુજમાં વસ્યું સઘળું ત્રિલોક, ઉપમા અલગ ખોળુ તે ફોક.
(૨૯).તુજ મંત્રનો અધિક પ્રતાપ, જપતાં ટળે સહુ સંતાપ,
ત્રિવિધ તાપ સહેજે ટળે, કોટી જનમનાં પાપો બળે.
(૩૦).ધર્મ મોક્ષ કામ ને અર્થ, વાર ન લાગે મળે તુર્ત,
વશ વર્તે સિદ્ધિઓ અષ્ટ, નવ  નિધિ તો કાપે કષ્ટ,
(૩૧).વિયોગીના ટળે વિયોગ, ભોગીઓને મળે ભોગ,
રોગીના તો રોગ ટળે, ધનેચ્છુને ધન મળે.
(૩૨).વાંઝિયા રમાડે પુત્ર રત્ન, બંધી જનનાં છૂટે બંધન,
સહુ સંકટનો થાયે નાશ, દુઃખ દારિદ્ર ન આવે પાસ.
(૩૩).બુદ્ધિહીનને મળે બુદ્ધિ, પામે વિદ્યા વિદ્યાર્થી,
કન્યા કુંવારી રટણ કરે, ઈચ્છિત વરને એ તો વરે.
(૩૪).સમરે સોહાગણ એક ચિત્ત, અખંડ સૌભાગ્ય રહે ખચિત,
વિધવા નાર કરે સ્મરણ, ધર્મમય વિતે જીવન.
(૩૫).જાપ જપે મોટા વિદ્વાન, પામે જગમાં આદરમાન,
ક્ષત્રિય તારું સ્મરણ કરે, નિર્ભય થઈને સઘળે ફરે.
(૩૬).વૈશ્ય તારું કરે ચિંતન, મળે વેપાર અઢળક ધન,
તુજ ગુણ મહિમાસિઁધ સ્વરૂપ, જગત સર્વે છે પક્ષીરુપ
(૩૬).ચંચુપાતે ખાલી ન થાય, ક૨ે સાહસ તે મૂર્ખ ગણાય,
હાર્યા સમર્થ યોગી રાય, હું પામર શા લેખા માય ?
(૩૭)."મા" "મા" "મા" નો કરું ઉચ્ચાર, આવડે નહિ બીજું લગાર,
હું અભણ ને ભાષા અશુદ્ધ, મંદમતિનો છું અબુધ.
(૩૯).નથી વ્યાકરણનો કર્યો અભ્યાસ, જાણું ના મા સંધિ સમાસ,
પુરુશ્વરણને અનુષ્ઠાન, નથી કરવાને શક્તિમાન,
(૪૦).નથી પૂજન વિધિનું ભાન, નથી મંત્ર-તંત્રનું જ્ઞાન.
હું બાળક ને તું છે માં, એ હક્કથી માંગુ માં,
(૪૧).નાહી ધોઈને થઈ પવિત્ર, ધ્યાન ધરે તારું એક ચિત્ત.
શુભ યોગ સૂર્યનો વાર, પાઠ કરે શતકનો શતવાર,
(૪૨).સૌ રવિવાર પૂર્ણ થાય, પુરણ કરે તેની ઈચ્છાય.
સો દિવસ એક સંગાથ, કરે સંકલ્પ મનની સાથ,
(૪૩).પાઠ કરે રાખી વિશ્વાસ, પૂરી કરે મા તેની આશ.
એકલ પંડે જાતાં વાટ, સંધિકાળ હોય કે મધરાત,
(૪૪).શતકનો જો કોઈ કરે પાઠ, કરે તેવું રક્ષણ તેનું માત.
ભુત-પ્રેતને મંત્ર-મારણ, તેનાથી મા કરે રક્ષણ,
(૪૫).ત્રિપદા તારૂણી માત, સંકટ સમયમાં દે છે સાથ.
હું અજ્ઞાની અવગુણ અપાર, તો પણ મા તારો છું બાળ,
(૪૬).વ્યસની, પાપી ને ક્રોધી, શઠ લંપટનો છું લોભી.
અનેક મારા છે અપરાધ, મા ગાયત્રી કરજે માફ,
(૪૭).હોય ભલે હજારો દોષ, તો પણ માં તું કરીશ ન રોષ.
ગાંડો ઘેલો બુદ્ધિહીન, આવ્યો શરણે બનીને દીન,
(૪૮).જગત સ્વાર્થી મારે લાત, કોને શરણે જાવું માત ?
નથી મારો કોઈ આધાર, બની ગયો છું નિરાધાર.
(૪૯).દીન જનોનું શરણું તું, મીઠું અમૃત ઝરણું તું,
મા મને તારો વિશ્વાસ, અંતે આવ્યો હું તારી પાસ.
(૫૦).શરણે લેજે મુજને માત, હાથ ઝાલીને કરજે સનાથ,
હૃદય-કમળમાં કરજે વાસ, પૂરી કરજે સૌની આશ.
પાઠ શતકનો શ્રદ્ધા થકી થાયે જો શતવાર,
મા ગાયત્રી કૃપા થકી, જગતમાં થાયે, જય જયકાર.

☝️👇

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ! ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત્ ॥ સાખી :- ૐ ભૂ: ભુવ: સ્વઃ મહિમાવંત તુ માત, મા ગાયત્રી ભગવતી, પ્રણવું જોડી હાથ. (૧).મા ગાયત્રી ગુણ ભંડાર, કરું પ્રિતેથી નમસ્કાર, મનોહર મૂર્તિ પંચ-આનન, રક્તવસ્રને હંસ વાહન. (૨).શંખ, ચક્ર, દંડને પાશ, વરદ મુદ્રાને શુભ્ર કપાલ, ગદા ફરસી દ્વિપદ્મ હાથ, કમલાસન તારું છે માત. (૩).માથે મુગટ ઝાકઝમાળ, કોટે શોભે ફૂલની માળ, રત્ન કંકણને પાય નુપુર, શશીવદન સુ-હાસ્ય મધુર. (૪).કુમ કુમ કેશરની છે આડ, બાલ ઈન્દુની શોભા અપાર, કાળાને વાંકડિયા કેશ, આંખ અણિયાળી અનિમેષ. (૫).નાકે વાળી કુંડળ કાન, અદૂભૂત ક્રાન્તિ રુપની ખાણ, ધરતાં ધ્યાન થાય પ્રકાશ, અજ્ઞાન તિમિરનો થાયે નાશ. (૬).વેદ માતા તારું છે નામ, ઋષિ મુનિ કરે પ્રણામ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, તુજને વખાણે હર-હંમેશ. (૭). તેત્રીશ કોટિ દેવો જેહ, ગાયે ગુણલા તારાં તેહ, અણું અણુમાં તારો વાસ, પરમાણુંમાં તારો પ્રકાશ. (૮).ત્રિલોકમાં તારો સંચાર, ચૌદ બ્રહ્માંડનો તુ આધાર, શશી સૂર્યમાં તારાં તેજ, તારાઓ તુજ વીણ નિસ્તેજ. (૯).સર્જન, પાલન ને સંહાર, કરે ક્ષણમાં તુ નિરધાર, તારા ક્રોધે કંપે કાળ, ડોલી ઉઠે દસે દિગપાળ, (૧૦).ચંડમુંડનો વાળ્યો ઘાણ, મહિષાસુરનો લીધો પ્રાણ, રક્ત બીજનો કર્યો સંહાર, શુંભનિશુંભને માર્યો ઠાર. (૧૧).શક્તિ તારી અપરંપાર, ઝળહળ જ્યોતિ તેજ અપાર, કાલી કમલા બ્રહ્માણી તું, શિવા, શાંભવી રૂદ્રાણી તું. (૧૨).ગૌ-ગૌરી ગાયત્રી તું, સંધ્યાને સાવિત્રી તું, જગત જનની જગદંબા, દુર્ગા ચંડી ચામુંડા. (૧૩).મંગલ કરણી મહેશ્વરી માતા, માતંગી મા તું વિખ્યાત, કાલ રાત્રિ કુષ્માંડા તું, આનંદદાયી આનંદા તુ. (૧૪).બુદ્ધિ પ્રભાને તું વાણી, કલા ક્રાન્તિને કલ્યાણી, ભીડ ભંજનીને ભુવનેશ્વરી, સિધ્ધીદાતા સિદ્ધેશ્વરી. (૧૫).પરમ પુનિતા પરમેશ્વરી, મહામાયા ને સુરેશ્વરી, વૈષ્ણવી ને વાઘેશ્વરી તું, વિદ્યા ને વિશ્વેશ્વરી. (૧૬).સુષુમણા ને પીંગલા તું, કુંડલિની ને ઈંગલા તુ, ચિત્રા પુષા ને શંખિની, હસ્ત જિહ્-વા ને પયસ્વિની. (૧૭).પરા અંબા ને પ્રકૃતિ તું, સ્વપ્ન જાગ્રત સુષુપ્તી તુ, તુરિયા સમાધિ તારું રૂપ, જ્ઞાન ક્રિયાને ઈચ્છા સ્વરૂપ. (૧૮).હિરણ્યમથી હિરણાક્ષી તું, પદ્મા ને પદ્મિણી તુ, તું નંદા ને તું નીલા, નારાયણી ને નિરમલા. (૧૯).પર્વતનંદિની પાર્વતી તું, સીતા સત્યા ને સતી તું, તું ભવાની ભગવતી, ભવવલ્લભા ભાગીરથી. (૨૦).અન્નપૂર્ણા રૂપે તુ માત, જઠરાગ્નિને કરતી શાંત, દયા શાન્તિ માં તારું નામ, દીન દુઃખીયોને તું વિશ્રામ. (૨૧).જયા વિજ્યા વિધાતા તું, સુર સુંદરી સુખદાતા તું, ગંગા ગોદાવરી તારું નામ, તું સરસ્વતી કરું પ્રણામ. (૨૨).તું કૃષ્ણા, તું તુંગભદ્રા, તું કાવેરી અલકનંદા, તારું રૂપ યમુનાના નીર, સરયું સિંધુ ધીર ગંભીર (૨૩).ગંગા ગોમતી નર્મદા આપ, ધોઈ રહ્યાં છો જગના પાપ, સહસ્ત્ર નામો તારા માત, વર્ણન કરતાં લાગે થાક. (૨૪).તુજથી જનમ્યા ચાર વેદ, એ શું પામે તારો ભેદ ? તુજ શક્તિનો થાય પ્રવેશ, ધારે ધરણી શીર પર શેષ. (૨૫).છોડી દીધા બીજા કામ, નથી લેતા નારદ વિશ્રામ, વિત્યા કલ્પો કંઈક હજાર, તો પણ પામ્યા ના એ પાર. (૨૬).અલ્પ મતિ હું માનવજાત, અલ્પ આયુષ્ય મારું છે મા, કેમ કરીને પામું પાર, અખૂટ શક્તિનો તું ભંડાર. (૨૭).જોડ મળે ના જગતમાં માત, હરખાવું હું કોની સાથ ? કામધેનું ને કલ્પવૃક્ષ, ચિંતામણી છે અદ્-ભૂત ! (૨૮)તુજ કૃપાનું પામે બળ, ત્યારે આપે માગ્યું ફળ, તુજમાં વસ્યું સઘળું ત્રિલોક, ઉપમા અલગ ખોળુ તે ફોક. (૨૯).તુજ મંત્રનો અધિક પ્રતાપ, જપતાં ટળે સહુ સંતાપ, ત્રિવિધ તાપ સહેજે ટળે, કોટી જનમનાં પાપો બળે. (૩૦).ધર્મ મોક્ષ કામ ને અર્થ, વાર ન લાગે મળે તુર્ત, વશ વર્તે સિદ્ધિઓ અષ્ટ, નવ નિધિ તો કાપે કષ્ટ, (૩૧).વિયોગીના ટળે વિયોગ, ભોગીઓને મળે ભોગ, રોગીના તો રોગ ટળે, ધનેચ્છુને ધન મળે. (૩૨).વાંઝિયા રમાડે પુત્ર રત્ન, બંધી જનનાં છૂટે બંધન, સહુ સંકટનો થાયે નાશ, દુઃખ દારિદ્ર ન આવે પાસ. (૩૩).બુદ્ધિહીનને મળે બુદ્ધિ, પામે વિદ્યા વિદ્યાર્થી, કન્યા કુંવારી રટણ કરે, ઈચ્છિત વરને એ તો વરે. (૩૪).સમરે સોહાગણ એક ચિત્ત, અખંડ સૌભાગ્ય રહે ખચિત, વિધવા નાર કરે સ્મરણ, ધર્મમય વિતે જીવન. (૩૫).જાપ જપે મોટા વિદ્વાન, પામે જગમાં આદરમાન, ક્ષત્રિય તારું સ્મરણ કરે, નિર્ભય થઈને સઘળે ફરે. (૩૬).વૈશ્ય તારું કરે ચિંતન, મળે વેપાર અઢળક ધન, તુજ ગુણ મહિમાસિઁધ સ્વરૂપ, જગત સર્વે છે પક્ષીરુપ (૩૬).ચંચુપાતે ખાલી ન થાય, ક૨ે સાહસ તે મૂર્ખ ગણાય, હાર્યા સમર્થ યોગી રાય, હું પામર શા લેખા માય ? (૩૭)."મા" "મા" "મા" નો કરું ઉચ્ચાર, આવડે નહિ બીજું લગાર, હું અભણ ને ભાષા અશુદ્ધ, મંદમતિનો છું અબુધ. (૩૯).નથી વ્યાકરણનો કર્યો અભ્યાસ, જાણું ના મા સંધિ સમાસ, પુરુશ્વરણને અનુષ્ઠાન, નથી કરવાને શક્તિમાન, (૪૦).નથી પૂજન વિધિનું ભાન, નથી મંત્ર-તંત્રનું જ્ઞાન. હું બાળક ને તું છે માં, એ હક્કથી માંગુ માં, (૪૧).નાહી ધોઈને થઈ પવિત્ર, ધ્યાન ધરે તારું એક ચિત્ત. શુભ યોગ સૂર્યનો વાર, પાઠ કરે શતકનો શતવાર, (૪૨).સૌ રવિવાર પૂર્ણ થાય, પુરણ કરે તેની ઈચ્છાય. સો દિવસ એક સંગાથ, કરે સંકલ્પ મનની સાથ, (૪૩).પાઠ કરે રાખી વિશ્વાસ, પૂરી કરે મા તેની આશ. એકલ પંડે જાતાં વાટ, સંધિકાળ હોય કે મધરાત, (૪૪).શતકનો જો કોઈ કરે પાઠ, કરે તેવું રક્ષણ તેનું માત. ભુત-પ્રેતને મંત્ર-મારણ, તેનાથી મા કરે રક્ષણ, (૪૫).ત્રિપદા તારૂણી માત, સંકટ સમયમાં દે છે સાથ. હું અજ્ઞાની અવગુણ અપાર, તો પણ મા તારો છું બાળ, (૪૬).વ્યસની, પાપી ને ક્રોધી, શઠ લંપટનો છું લોભી. અનેક મારા છે અપરાધ, મા ગાયત્રી કરજે માફ, (૪૭).હોય ભલે હજારો દોષ, તો પણ માં તું કરીશ ન રોષ. ગાંડો ઘેલો બુદ્ધિહીન, આવ્યો શરણે બનીને દીન, (૪૮).જગત સ્વાર્થી મારે લાત, કોને શરણે જાવું માત ? નથી મારો કોઈ આધાર, બની ગયો છું નિરાધાર. (૪૯).દીન જનોનું શરણું તું, મીઠું અમૃત ઝરણું તું, મા મને તારો વિશ્વાસ, અંતે આવ્યો હું તારી પાસ. (૫૦).શરણે લેજે મુજને માત, હાથ ઝાલીને કરજે સનાથ, હૃદય-કમળમાં કરજે વાસ, પૂરી કરજે સૌની આશ. પાઠ શતકનો શ્રદ્ધા થકી થાયે જો શતવાર, મા ગાયત્રી કૃપા થકી, જગતમાં થાયે, જય જયકાર.

👇☝️

ગાયત્રી શતક પાઠ


Comments

Popular posts from this blog

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો