21.શિવ બાવની Get link Facebook X Pinterest Email Other Apps શિવ બાવની 3D Audio Player શિવ બાવની Your browser does not support the audio element. Play Pause Restart શિવ બાવની 3D Video Viewer Your browser does not support the video tag. Textarea Font Color શિવ બાવની જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..શિવ મહિમાનો ના આવે પાર અબુધ જનની થાયે હાર, સુર બ્રહ્મા પણ કાયમ ગાય છતાંય વાણી અટકી જાય. હે..જેનામાં જેવું છે જ્ઞાન તે જ રીતે ગાયે ગાન, હું પણ અલ્પ મતિ અનુસાર ગુણલા તારા ગાવું અપાર. જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..કોઈ ના પામે તારો ભેદ વર્ણન કરતાં થાકે વેદ, બૃહસ્પતિ પણ ભાવે ગાય છતાં ન કોઈ વિસ્મિત થાય. હે..મંદ મતિ હું તારો બાળ પીરસવા ચાહું રસથાળ, બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ એ પણ તારું ત્રિગુણ રૂપ. જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..જગનું સર્જન ને સંહાર કરતાં તુજને થાય ન વાર પાપીજન કોઈ શંકા કરે, લક્ષ ચોર્યાશી કાયમ ફરે. હે..તારી શક્તિ કેરું માપ જે કાઢે તે ખાયે થાપ, વળી અજન્મા કહાવો આપ સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..વારે વારે સંશય થાય અક્કલ સૌની અટકી જાય, તારી કાયા અદ્ભૂત નાથ કોણ કરે તારો સંગાથ. હે..ભસ્મ શરીરે પારાવાર અદ્ભુત છે તારો શણગાર, ફણીધર ફરતા ચારે કોર વનચર કરતાં શોરબકોર. જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..નંદી ઉપર થયો સ્વાર ભૂતપ્રેતનું સૈન્ય અપાર, બીજ ચંદ્ર છે ઠંડો ગાર ત્રિશૂળનો જબરો ચમકાર. હે..શિર પર વહેતી ગંગાધાર ત્રીજુ લોચન શોભે ભાલ, સરિતા સાગર માંહી સમાય જગત તારામાં લીન થાય. જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..અસ્થિર જગ આ તો કહેવાય તેમાં રહેતા સ્થિર સદાય, વાત બધી સમજણની બહાર હૈયા કેરી થાયે હાર. હે..ગગન માંહે બ્રહ્મા જાય વિષ્ણુ પાતાળે સંતાય, છતાં ન નીકળે શક્તિ માપ એવી તારી અદ્ભૂત છાપ. જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..ત્રિભૂવનને પળમાં જીતનાર તે પણ આવે તારે દ્વાર, રાવણ સ્તુતિ ખુબ કરે મસ્તક છેદી ચરણ ઘરે. હે..આપ કૃપાથી મળ્યું બળ કૈલાસે અજમાવી કળ અંગુઠો દાબ્યો તત્કાળ રાવણે પાડયો ચિત્કાર. જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..શરણે આવ્યો બાણાસુર બળ દીધું તેને ભરપુર, સાગર મથતા સુર અસુર વિષ નિરખી ભાગ્યા દૂર. હે..આપે કીધું તો વિષપાન નીલકંઠનું પામ્યા માન, ઊભું કરે તમ સામે તૂત પળમાં થાયે ભસ્મીભૂત. જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..વિશ્વ સકળનો તું છે સ્તુત્ય ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય, પૃથ્વી તારો રથ કહેવાય સૂર્ય શશી ચક્રે સોહાય. હે..હરિ તમારું પૂજન કરે સહસ્ત્ર કમળને શિર પર ધરે, ચઢાવતાં ખૂટ્યું છે એક નયનકમળથી રાખી ટેક. જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..દીધુ સુદર્શન ભાવ ધરી સ્નેહ થકી સ્વીકારે હરિ, યજ્ઞ થકી જે અર્પે ભાવ તેના સાક્ષી આપ જ થાવ. હે..ફુલમદન આવ્યો વન માંહ્ય કામબાણ મારે છે ત્યાંય, બાળ્યો પળમાં કરવા નાશ શરણાગત થઈ આવ્યો પાસ. જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..સ્મશાન માંહે કીધો વાસ ભૂતપ્રેત નાચે ચોપાસ, અગ્નિ સૂર્ય ને પવન શશી આપ રહ્યા છે વ્યાપક વસી. હે..ગગનધારા વારિ તમ રૂપ કહાવે વિશ્વ સકળના ભૂપ, ૐ કાર નિર્ગુણ છો આપ સુરવર મુનિવર જપતા જાપ જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..ચાર ખૂણા ને ચાર દિશ વ્યાપક આપ વસો છો ઈશ, માર્કણ્ડેયને નાખ્યો પાસ યમ તણો છોડાવ્યો પાસ. હે..ભોળા માટે ભોળો થાય સંકટ સમયે કરતો સહાય, શરણાગતના સુધરે હાલ સંપત આપી કરતો ન્યાલ. જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ હે..ધરતી સારી કાગજ થાય સમુદ્ર શાહી થઈ રેલાય, લેખન થાય બધી વનરાય તો પણ શારદ અટકી જાય. હે..પાર કહો શી રીતે પમાય રામભક્ત થઈ ગુણલા ગાય, પાઠ કરે તે પુનિત થાય જન્મ-મરણ નું ચક્કર જાય. જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ જય હો, જય હો, જય ભોલેનાથ ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર Get link Facebook X Pinterest Email Other Apps Comments
ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા Audio Button ફોટા ક્લિક કરો 3D Audio Player 3D Audio Player Play Pause Stop ગાયત્રી શતક પાઠ સાખી : ૐ ભૂઃ ભુવઃ સ્વઃ મહિમાવંત તું માત , મા ગાયત્રી ભગવતી , પ્રણમું જોડી હાથ ૧ મા ગાયત્રી ગુણ ભંડાર , કરૂં પ્રીતેથી નમસ્કાર મનોહર મુર્તિ પંચ - આનન , રકત વસ્ત્રને હંસ વાહન ૨ શંખ , ચક્ર , દંડને પાશ , વરદ મુદ્રા અને શુભ કપાલ ગદા , ફરસી , દ્વિ - પદ્મ હાથ ,કમલાસન તારૂં છે માત ૩.માથે મુગટ ઝાકઝમાળ , કોટે શોભે કુલની માળ રત્નકંકણ ને પાય નૂપુર , શશી વદન સુ - હાસ્ય મધુર ૪ કુમકુમ કેસરની છે આડ , બાલ ઇન્દુની શોભા અપાર કાળાને વાંકડીયા કેશ , આંખ અણિયાળી અનિમેષ ૫ નાકે વાળી કુંડળ કાન , અદ્ભૂત કાન્તિ રૂપની ખાણ , ધરતાં ધ્યાન થાય પ્રકાશ , અજ્ઞાન તિમિરનો થાયે નાશ ૬ વેદમાતા તારૂં છે નામ , ઋષિ - મુનિ કરે પ્રણામ બ્રહ્મા , વિષ્ણુ ને મહેશ , તુજને વખાણે હર હંમેશ ૭ તેત્રીસ કોટી... Read more
નવરાત્રી જય આધ્યશક્તિ આરતી 3D Audio Player જય આદ્યાશક્તિ મા Your browser does not support the audio element. Play Pause Restart Textarea Font Color જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ મા - Adhyashakti Aarti - Gujarati Lyrics જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2) અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2)પડવે પ્રગટ્યા મા. ૐ જયો જયો મા જગદંબે. દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2) બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા, ૐ જયો જયો મા જગદંબે. તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2) ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા…. ૐ જયો જયો મા જગદંબે. ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2) ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં….. ૐ જયો જયો મા જગદંબે. પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2) પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા….. ૐ જયો જયો મા જગદંબે. ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… ... Read more
ભક્તિ ચેનલ ઓલ નામ ભક્તિ ચેનલ ઓલ નામ 1.બહુચર બાવની ગુજરાતી લખાણ સાથે 2.આનંદ નો ગરબો અનુક્રમણિકા ૧. વ્રતોનું માહાત્મ્ય ૨. પંચોપચાર ષોડશોપચાર વિધિ ૩. ઇષ્ટ દેવ-દેવીઓની આરતી ૪ ઇષ્ટ દેવ-દેવીઓની સ્તુતિ-થાળ ૫. સ્ત્રી-બાળકોની સારવાર ૬. બહેનો માટે ઉપયોગી વ્રત-કથાઓ ૧. સોળ સોમવારની વાર્તા ૨. સાકરિયો સોમવાર ૩. ભાખરિયો સોમવાર ૪.સોમવતી અમાસ ૫. સિદ્ધેશ્વર મહાદેવ વ્રત ૬.મહાશિવરાત્રી વ્રત ૭.ગણેશ ચોથ ૮. શ્રી સિદ્ધ ગણેશ વ્રત ૯. દત્તાત્રેય (ગુરુવારની વાર્તા)વ્રત ૧૦. સૂર્યનારાયણ વ્રત ૧૧. શ્રી પુરુષોત્તમ માસ ૧૨. જન્માષ્ટમી ૧૩. ધર્મરાજાની વાર્તા ૧૪. મહાલક્ષ્મી વ્રત ૧૫. વૈભવલક્ષ્મી વ્રત ૧૬. આશાપુરા માતાનું વ્રત ૧૭. રાંદલમાનું વ્રત ૧૮. સતી-સિમંતિની વાર્તા ૧૯. જયા-પાર્વતી વ્રત ૨૦. બૃહદગૌરી વ્રત ૨૧. ગૌરી વ્રત ૨૨. ગાયત્રી વ્રત ૨૩. અન્નપૂર્ણા વ્રત ૨૪. અંબિકા વ્રત ૨૫. અરુંધતી વ્રત ૨૬. શીતળા સાતમ ૨૭. દશામાનું વ્રત ૨૮. સંતોષીમાનું વ્રત ૨૯. જીવંતિકા વ્રત ૩૦. એવરત-જીવરત વ્રત ૩૧. વટ સાવિત્રી વ્રત ૩૨. મંગળાગૌરી વ્રત ૩૩. ગાય તુલસી વ્રત ૩૪. ફૂલ ... Read more
Comments
Post a Comment