૦૮ અષ્ટમોધ્યાય: અક્ષરબ્રહ્મયોગ
અર્જુન ઉવાચ ।
કિં તદ્ બ્રહ્મ કિમધ્યાત્મં કિં કર્મ પુરુષોત્તમ ।
અધિભૂતં ચ કિં પ્રોક્તમધિદૈવં કિમુચ્યતે ॥ ૧॥
અધિયજ્ઞઃ કથં કોઽત્ર દેહેઽસ્મિન્મધુસૂદન ।
પ્રયાણકાલે ચ કથં જ્ઞેયોઽસિ નિયતાત્મભિઃ ॥ ૨॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; કિમ્—શું; તત્—તે; બ્રહ્મ—બ્રહ્મ; કિમ્—શું; અધ્યાત્મમ્—આત્મા; કિમ્—શું; કર્મ—કર્મનો સિદ્ધાંત; પુરુષ-ઉત્તમ—શ્રીકૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ; અધિભૂતમ્—ભૌતિક પ્રાગટ્ય; ચ—અને; કિમ્—શું; પ્રોક્તમ્—કહેવાય છે; અધિદૈવમ્—સ્વર્ગીય દેવતાઓના સ્વામી; કિમ્—શું; ઉચ્યતે—કહેવાય છે; અધિયજ્ઞ:—સર્વ યજ્ઞોના સ્વામી; કથમ્—કેવી રીતે; ક:—કોણ; અત્ર—અહીં; દેહે—શરીરમાં; અસ્મિન્—આ; મધુસુદન—શ્રીકૃષ્ણ, મધુ નામક અસુરનો નાશ કરનારા; પ્રયાણ-કાલે—મૃત્યુ સમયે; ચ—અને; કથમ્—કેવી રીતે; જ્ઞેય:—જાણી શકાય; અસિ—તમને; નિયત-આત્મભિ:—દૃઢ મન દ્વારા.
Translation
BG 8.1-2: અર્જુને કહ્યું: હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? અને કર્મ એટલે શું? અધિભૂત શેને કહેવાય છે અને અધિદૈવ કોને કહેવાય છે? શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને એ કેવી રીતે અધિયજ્ઞ છે? હે કૃષ્ણ! દૃઢ મનથી ભક્તિ કરનારા લોકો મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણી શકે છે?
શ્રીભગવાનુવાચ ।
અક્ષરં બ્રહ્મ પરમં સ્વભાવોઽધ્યાત્મમુચ્યતે ।
ભૂતભાવોદ્ભવકરો વિસર્ગઃ કર્મસઞ્જ્ઞિતઃ ॥ ૩॥
શ્રીભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; અક્ષરમ્—અવિનાશી; બ્રહ્મ—બ્રહ્મ; પરમમ્—પરમ; સ્વભાવ:—પ્રકૃતિ; અધ્યાત્મમ્—પોતાનો આત્મા; ઉચ્યતે—કહેવાય છે; ભૂત-ભાવ-ઉદ્ભવ-કર:—પ્રાણીઓના ભૌતિક શરીર સંબંધિત કાર્યો અને વિકાસ; વિસર્ગ:—સર્જન; કર્મ—સકામ કર્મ; સંઞ્જ્ઞિત—કહેવાય છે.
Translation
BG 8.3: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: પરમ અવિનાશી તત્ત્વને બ્રહ્મ કહેવામાં આવે છે; પ્રાણીના પોતાના આત્માને અધ્યાત્મ કહેવાય છે. પ્રાણીઓના દૈહિક માયિક વ્યક્તિત્વ અને વિકાસ સંબંધિત કાર્યોને કર્મ અથવા તો સકામ કર્મ કહેવાય છે.
અધિભૂતં ક્ષરો ભાવઃ પુરુષશ્ચાધિદૈવતમ્ ।
અધિયજ્ઞોઽહમેવાત્ર દેહે દેહભૃતાં વર ॥ ૪॥
અધિભૂતમ્—સતત પરિવર્તનશીલ ભૌતિક પ્રાગટ્ય; ક્ષર:—નશ્વર; ભાવ:—પ્રકૃતિ; પુરુષ:—ભૌતિક સર્જન પર વ્યાપ્ત ભગવાનનું બ્રહ્માંડીય સ્વરૂપ; ચ—અને; અધિદૈવમ્—સ્વર્ગીય દેવતાઓના સ્વામી; અધિયજ્ઞ:—સર્વ યજ્ઞોના સ્વામી; અહમ્—હું; એવ—નિશ્ચિત; અત્ર—અહીં; દેહે—આ શરીરમાં; દેહ-ભૃતામ્—શરીર ધારણ કરનારામાં; વર—હે શ્રેષ્ઠ.
Translation
BG 8.4: હે દેહધારી આત્માઓમાં શ્રેષ્ઠ, ભૌતિક પ્રાગટ્ય કે જે સતત પરિવર્તનશીલ છે તેને અધિભૂત કહેવામાં આવે છે; ભગવાનનું વૈશ્વિક સ્વરૂપ કે જે આ સૃષ્ટિમાં સ્વર્ગીય દેવતાઓ પર શાસન કરે છે તેને અધિદૈવ કહેવામાં આવે છે; પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્થિત મને અધિયજ્ઞ અથવા તો સર્વ યજ્ઞોનાં સ્વામી કહેવામાં આવે છે.
અન્તકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ્ ।
યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ ॥ ૫॥
અન્ત-કાલે—મૃત્યુ સમયે; ચ—અને; મામ્—મને; એવ—એકલા; સ્મરન્—સ્મરણ; મુક્ત્વા—ત્યજીને; કલેવરમ્—શરીર; ય:—જે; પ્રયાતિ—જાય છે; સ:—તે; મત્-ભાવમ્—ભગવાન સમાન પ્રકૃતિ; યાતિ—પ્રાપ્ત કરે છે; ન—નહીં; અસ્તિ—છે; અત્ર—અહીં; સંશય:—સંદેહ.
Translation
BG 8.5: તેઓ જે મૃત્યુની ક્ષણે મારું સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે છે, તેઓ મારી પાસે આવે છે. તેમાં નિશ્ચિતપણે કોઈ સંદેહ નથી.
યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરમ્ ।
તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવભાવિતઃ ॥ ૬॥
યમ્ યમ્—જેને જેને; વા—અથવા; અપિ—પણ; સ્મરન્—સ્મરણ કરતો; ભાવમ્—સ્મરણ; ત્યજતિ—ત્યજે છે; અન્તે—અંતે; કલેવરમ્—શરીર; તમ્—તેને; તમ્—તેને; એવ—નિશ્ચિત; એતિ—પામે છે; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; સદા—હંમેશા; તત્—તે; ભાવ—ભાવને; ભાવિત:—ચિંતનમાં તન્મય.
Translation
BG 8.6: હે કુંતીપુત્ર, મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરતી વખતે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે છે તે તેને પામે છે, કારણ કે, તે સદૈવ એ પ્રકારના ચિંતનમાં જ પરાયણ રહે છે.

તસ્માત્સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ ।
મય્યર્પિતમનોબુદ્ધિર્મામેવૈષ્યસ્યસંશયમ્ ॥ ૭॥
તસ્માત્—માટે; સર્વેષુ—સર્વ; કાલેષુ—કાળે; મામ્—મને; અનુસ્મર—સ્મરણ કર; યુધ્ય—યુદ્ધ; ચ—અને; મયિ—મારી; અર્પિત—શરણાગત; મન:—મન; બુદ્ધિ:—બુદ્ધિ; મામ્—મને; એવ—નિશ્ચિતપણે; એષ્યસિ—પ્રાપ્ત કરીશ; અસંશય:—નિ:સંદેહ.
Translation
BG 8.7: તેથી, સદૈવ મારું સ્મરણ કર અને તારા યુદ્ધ કરવાના કર્તવ્યનું પાલન પણ કર. મન અને બુદ્ધિ મને સમર્પિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ, તેમાં કોઈ સંદેહ નથી.
અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના ।
પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિન્તયન્ ॥ ૮॥
અભ્યાસ-યોગ—યોગના અભ્યાસથી; યુક્તેન—સ્મરણમાં નિરંતર લીન રહીને; ચેતસા—મન દ્વારા; ન-અન્ય-ગામિના—વિચલિત થયા વિના; પરમમ્ પુરુષમ્—પરમ પુરુષોત્તમ ભગવાન; દિવ્યમ્—દિવ્ય; યાતિ—પ્રાપ્ત કરે છે; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; અનુચિન્તયન્—નિરંતર ચિંતન કરતો.
Translation
BG 8.8: હે પાર્થ, અભ્યાસ દ્વારા જયારે તું મનને વિચલિત થયા વિના નિરંતર મારા— પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના — સ્મરણમાં સદૈવ મગ્ન રાખીશ ત્યારે તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ.
કવિં પુરાણમનુશાસિતાર-
મણોરણીયંસમનુસ્મરેદ્યઃ ।
સર્વસ્ય ધાતારમચિન્ત્યરૂપ-
માદિત્યવર્ણં તમસઃ પરસ્તાત્ ॥ ૯॥
પ્રયાણકાલે મનસાઽચલેન
ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ ।
ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્
સ તં પરં પુરુષમુપૈતિ દિવ્યમ્ ॥ ૧૦॥
કવિમ—કવિ; પુરાણમ્—પ્રાચીન; અનુશાસિતારમ્—નિયંતા; અણો:—અણુથી; અણીયાંસમ્—સૂક્ષ્મતર; અનુસ્મરેત્—સદા સ્મરણ કરે છે; ય:—જે; સર્વસ્ય—સર્વનું; ધાતારમ્—આધાર; અચિંત્ય—અકલ્પનીય; રૂપમ્—દિવ્ય રૂપ; આદિત્ય-વર્ણમ્—સૂર્ય જેવા દૈદીપ્યમાન; તમસ:—અજ્ઞાનતાનો અંધકાર; પરસ્તાત્—પર; પ્રયાણ-કાલે—મૃત્યુ સમયે; મનસા—મનથી; અચલેન—વિચલિત થયા વિના; ભક્ત્યા—ભક્તિપૂર્વકનું સ્મરણ; યુક્ત:—યુક્ત; યોગ-બલેન—યોગબળથી; ચ—અને; એવ—નિશ્ચિત; ભ્રુવો:—બન્ને ભ્રમરો; મધ્યે-વચ્ચે; પ્રાણમ્—પ્રાણ; આવેશ્ય—સ્થિત કરીને; સમ્યક્—સંપૂર્ણપણે; સ:—તે; તમ્—તેને; પરમ્ પુરુષમ્—દિવ્ય પુરુષ; ઉપૈતિ—પામે છે; દિવ્યમ્—દિવ્ય.
Translation
BG 8.9-10: ભગવાન સર્વજ્ઞ, આદિ પુરુષ, નિયંતા, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સર્વના પાલક અને અચિંત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે; તેઓ સૂર્યથી પણ અધિક દૈદીપ્યમાન અને અજ્ઞાનતાના અંધકારથી પરે છે. જે મૃત્યુ સમયે, યોગની સાધના દ્વારા અવિચલિત મનથી, બન્ને ભ્રમરોની મધ્યમાં પ્રાણને સ્થિત કરીને પૂર્ણ ભક્તિ સાથે દૃઢતાથી પરમ પુરુષોત્તમ દિવ્ય ભગવાનનું સ્મરણ કરે છે, તે નિશ્ચિતપણે તેમને પ્રાપ્ત કરે છે.

યદક્ષરં વેદવિદો વદન્તિ
વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ ।
યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ
તત્તે પદં સઙ્ગ્રહેણ પ્રવક્ષ્યે ॥ ૧૧॥
યત્—જે; અક્ષરમ્—અવિનાશી; વેદ-વિદ:—વેદોના વિદ્વાનો; વદન્તિ—વર્ણન કરે છે; વિશન્તિ—પ્રવેશ; યત્—જે; યતય:—મહાન ઋષિમુનિઓ; વીત-રાગા:—આસક્તિથી મુક્ત; યત્—જે; ઈચ્છન્ત:—ઈચ્છા કરનારા; બ્રહ્મચર્યમ્—બ્રહ્મચર્ય; ચરન્તિ—અભ્યાસ કરે છે; તત્—તે; તે—તને; પદમ્—પદ; સંગ્રહેણ—સંક્ષેપમાં; પ્રવક્ષ્યે—હું સમજાવીશ.
Translation
BG 8.11: વેદોના જ્ઞાતાઓ તેમનું વર્ણન અવિનાશી રૂપે કરે છે; મહાન ઋષિમુનિઓ તેમનામાં પ્રવેશ કરવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને સાંસારિક સુખોનો પરિત્યાગ કરી દે છે. હું હવે તને તે સિદ્ધિ માટેના માર્ગનું સંક્ષેપમાં વર્ણન કરીશ.
સર્વદ્વારાણિ સંયમ્ય મનો હૃદિ નિરુધ્ય ચ ।
મૂર્ધ્ન્યાધાયાત્મનઃ પ્રાણમાસ્થિતો યોગધારણામ્ ॥ ૧૨॥
સર્વ-દ્વારાણિ—સર્વ દ્વારો; સંયમ્ય—સંયમમાં રાખીને; મન:—મન; હ્રદિ—હૃદયમાં; નિરુધ્ય—બંધ કરીને; ચ—અને; મૂર્ધનિ—માથામાં; આધાય—સ્થાપિત; આત્મન:—આત્માના; પ્રાણમ્—પ્રાણવાયુને; આસ્થિત:—(માં)સ્થિત; યોગ-ધારણામ્—યોગમાં એકાગ્રતા.
Translation
BG 8.12: સર્વ દ્વારોને સંયમમાં રાખીને, મનને હૃદયનાં ક્ષેત્રમાં સ્થિર કરીને તેમજ પ્રાણવાયુને મસ્તિષ્ક સુધી ખેંચીને, વ્યક્તિએ દૃઢ યોગિક ધ્યાનમાં સ્થાપિત થવું જોઈએ.
ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્મામનુસ્મરન્ ।
યઃ પ્રયાતિ ત્યજન્દેહં સ યાતિ પરમાં ગતિમ્ ॥ ૧૩॥
ઓમ્(ॐ)—નિરાકાર ભગવાનનાં સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરનાર મંત્ર; ઈતિ—એ રીતે; એક-અક્ષરમ્—એક અક્ષર; બ્રહ્મ—પરમ સત્ય; વ્યાહરન્—રટણ કરવું; મામ્—મને (શ્રીકૃષ્ણ); અનુસ્મરન્—સ્મરણ કરતા રહી; ય:—જે; પ્રયાતિ—ત્યાગે છે; ત્યજન્—છોડીને; દેહમ્—શરીર; સ:—તે; યાતિ—પ્રાપ્ત કરે છે; પરમામ્—પરમ; ગતિમ્—લક્ષ્ય.
Translation
BG 8.13: જે મારું, પરમ પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે અને ઓમ (ॐ)નું રટણ કરે છે, તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરશે.
અનન્યચેતાઃ સતતં યો માં સ્મરતિ નિત્યશઃ ।
તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ ॥ ૧૪॥
અનન્ય ચેતા:—અવિચલિત મનથી; સતતમ્—સતત; ય:—જે; મામ્—મને; સ્મરતિ—સ્મરણ કરે છે; નિત્યશ:—નિયમિતરૂપે; તસ્ય—તેના માટે; અહમ્—હું; સુ-લભ:—સહજ પ્રાપ્ય; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; નિત્ય—નિત્ય; યુક્તસ્ય—પરોવાયેલા; યોગિન:—યોગીઓના.
Translation
BG 8.14: હે પાર્થ, જે યોગીઓ અનન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ કરે છે, હું તેમને સહજ રીતે સુલભ છું કારણ કે, તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે.
મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમશાશ્વતમ્ ।
નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિં પરમાં ગતાઃ ॥ ૧૫॥
મામ્—મને; ઉપેત્ય—પ્રાપ્ત કરીને; પુન:—ફરીથી; જન્મ—જન્મ; દુઃખ-આલયમ્—દુઃખોથી ભરેલું સ્થાન; અશાશ્વતમ્—અલ્પકાલીન; ન—કદાપિ નહીં; આપ્નુવન્તિ—પ્રાપ્ત કરે છે; મહા-આત્માન:—મહાન પુરુષો; સંસિદ્ધિમ્—સિદ્ધિ; પરમામ્—પરમ; ગતા:—પામેલા.
Translation
BG 8.15: મને પ્રાપ્ત કર્યા પશ્ચાત્ મહાત્માઓએ આ દુઃખમય અને અલ્પકાલીન સંસારમાં પુન: જન્મ લેવો પડતો નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે.
આબ્રહ્મભુવનાલ્લોકાઃ પુનરાવર્તિનોઽર્જુન ।
મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે ॥ ૧૬॥
આ-બ્રહ્મ-ભુવનાત્—બ્રહ્મલોક પર્યંત; લોકા:—બધા લોક; પુન: આવર્તિન:—પુન: જન્મ પામનારા; અર્જુન—અર્જુન; મામ્—મને; ઉપેત્ય—પામીને; તુ—પરંતુ; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; પુન: જન્મ—પુનર્જન્મ; ન—કદાપિ નહીં; વિદ્યતે—થતો.
Translation
BG 8.16: હે અર્જુન, બ્રહ્માના સર્વોચ્ચ લોકથી માંડીને આ માયિક સૃષ્ટિના સર્વ લોકમાં તું પુનર્જન્મને પામીશ. પરંતુ મારા ધામની પ્રાપ્તિ કરીને હે કૌન્તેય, કદાપિ પુન: જન્મ થતો નથી.
સહસ્રયુગપર્યન્તમહર્યદ્ બ્રહ્મણો વિદુઃ ।
રાત્રિં યુગસહસ્રાન્તાં તેઽહોરાત્રવિદો જનાઃ ॥ ૧૭॥
સહસ્ર—હજાર; યુગ—યુગ; પર્યન્તમ્—પર્યંત; અહ:—એક દિવસ; યત્—જે; બ્રહ્મણ:—બ્રહ્મનો; વિદુ:—જાણ; રાત્રિમ્—રાત્રિ; યુગ-સહસ્ર-અન્તામ્—એક હજાર યુગો સુધી ચાલતી; તે—તેઓ; અહ:-રાત્ર-વિદ:—જે તેના દિવસ અને રાત્રિ જાણે છે; જના:—લોકો.
Translation
BG 8.17: બ્રહ્માનો એક દિવસ (કલ્પ) ચાર યુગો(મહા યુગ)ના સહસ્ર ચક્ર સુધી ચાલે છે અને તેમની રાત્રિની અવધિ પણ તેટલા જ સમયકાળની હોય છે. જે વિદ્વાન આ જાણે છે, તે દિવસ અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે.
અવ્યક્તાદ્ વ્યક્તયઃ સર્વાઃ પ્રભવન્ત્યહરાગમે ।
રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્તસઞ્જ્ઞકે ॥ ૧૮॥
અવ્યક્તાત્—અવ્યક્તમાંથી; વ્યક્તય:—પ્રગટ થયેલા; સર્વાં:—સર્વ; પ્રભવન્તિ—પ્રગટ થાય છે; અહ:-આગમે—બ્રહ્માના દિવસના પ્રારંભે; રાત્રિ-આગમે—રાત્રિ સમયે; પ્રલીયન્તે—નષ્ટ થઈ જાય છે; તત્ર—તેમાં; એવ—નિશ્ચિત; અવ્યક્ત-સંજ્ઞકે—જે અપ્રગટ કહેવાય છે.
Translation
BG 8.18: બ્રહ્માના દિવસના આરંભકાળે સર્વ જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને તેમની રાત્રિ સમયે સર્વ દેહધારી જીવો પુન: તેમના અવ્યક્ત સ્ત્રોતમાં લીન થઈ જાય છે.
ભૂતગ્રામઃ સ એવાયં ભૂત્વા ભૂત્વા પ્રલીયતે ।
રાત્ર્યાગમેઽવશઃ પાર્થ પ્રભવત્યહરાગમે ॥ ૧૯॥
ભૂત-ગ્રામ:—સર્વ જીવોનો સમૂહ; સ:—તે; એવ—નિશ્ચિત; અયમ્—આ; ભૂત્વા ભૂત્વા—વારંવાર જન્મ લઈને; પ્રલીયતે—વિલીન થાય છે; રાત્રિ-આગમે—રાત્રિનાં આગમનથી; અવશ:—અસહાય; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; પ્રભવતિ—પ્રગટ થાય છે; અહ:-આગમે—દિવસના આગમનથી.
Translation
BG 8.19: બ્રહ્માના દિવસના આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે અને બ્રહ્માંડીય રાત્રિના આગમનથી આગામી બ્રહ્માંડીય દિવસના આગમન સાથે સ્વત: પ્રગટ થવા માટે પુન: વિલીન થઈ જાય છે.
પરસ્તસ્માત્તુ ભાવોઽન્યોઽવ્યક્તોઽવ્યક્તાત્સનાતનઃ ।
યઃ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ ॥ ૨૦॥
પર:—પરમ; તસ્માત્—તેનાથી; તુ—પરંતુ; ભાવ:—સર્જન; અન્ય:—અન્ય; અવ્યક્ત:—અવ્યક્ત; અવ્યક્તતાત્—અવ્યક્તને; સનાતન:—સનાતન; ય:—જે; સ:—તે; સર્વેષુ—સર્વ; ભૂતેષુ—જીવોનો; નશ્યત્સુ—અસ્તિત્ત્વ સમાપ્તિ; ન—કદાપિ નહીં; વિનશ્યતિ—નષ્ટ થાય છે.
Translation
BG 8.20: આ વ્યક્ત તથા અવ્યક્ત સર્જનથી પર હજી અન્ય અવ્યક્ત શાશ્વત પરિમાણ છે. જયારે અન્ય સર્વનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તે ક્ષેત્રનો વિનાશ થતો નથી.
અવ્યક્તોઽક્ષર ઇત્યુક્તસ્તમાહુઃ પરમાં ગતિમ્ ।
યં પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ॥ ૨૧॥
અવ્યક્ત:—અવ્યક્ત; અક્ષર:—અવિનાશી; ઇતિ—એ રીતે; ઉક્ત:—કહેવામાં આવેલ; તમ્—તેને; આહુ:—કહેવામાં આવે છે; પરમામ્—પરમ; ગતિમ્—ગંતવ્ય; યમ્—જે; પ્રાપ્ય—પ્રાપ્ત કરીને; ન—કદાપિ નહીં; નિવર્તન્તે—પાછા આવે છે; તત્—તે; ધામ—ધામ; પરમમ્—પરમ; મમ—મારું.
Translation
BG 8.21: તે અપ્રગટ પરિમાણ એ પરમ ગંતવ્ય છે અને ત્યાં પહોંચીને કોઈ કદાપિ આ નશ્વર સંસારમાં પાછું ફરતું નથી. તે મારું પરમ ધામ છે.
પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા ।
યસ્યાન્તઃસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતમ્ ॥ ૨૨॥
પુરુષ:—પરમ દિવ્ય પુરુષ; સ:—તે; પર:—મહાનતમ; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; ભક્ત્યા—ભક્તિ દ્વારા; લભ્ય:—પ્રાપ્ત કરી શકાય છે; તુ—ખરેખર; અનન્યયા—અન્ય વિના; યસ્ય—જેનું; અન્ત:-સ્થાનિ—અંદર સ્થિત; ભૂતાનિ—જીવો; યેન—જેના દ્વારા; સર્વમ્—સર્વ; ઈદમ્—આ; તતમ્—વ્યાપ્ત છે.
Translation
BG 8.22: પરમ દિવ્ય પરમાત્મા જે કંઈ વિદ્યમાન છે તે સર્વમાં શ્રેષ્ઠ છે. યદ્યપિ તેઓ સર્વ-વ્યાપક છે તેમજ સર્વ જીવો તેમનામાં સ્થિત છે તથાપિ તેમને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાય છે.
યત્ર કાલે ત્વનાવૃત્તિમાવૃત્તિં ચૈવ યોગિનઃ ।
પ્રયાતા યાન્તિ તં કાલં વક્ષ્યામિ ભરતર્ષભ ॥ ૨૩॥
અગ્નિર્જ્યોતિરહઃ શુક્લઃ ષણ્માસા ઉત્તરાયણમ્ ।
તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ ॥ ૨૪॥
ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્ ।
તત્ર ચાન્દ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે ॥ ૨૫॥
શુક્લકૃષ્ણે ગતી હ્યેતે જગતઃ શાશ્વતે મતે ।
એકયા યાત્યનાવૃત્તિમન્યયાવર્તતે પુનઃ ॥ ૨૬॥
યત્ર—જ્યાં; કાલે—સમય; તુ—નિશ્ચિત; અનાવૃતિમ્—પુનરાગમન થાય નહીં; આવૃત્તિમ્—પુનરાગમન; ચ—અને; એવ—નિશ્ચિત; યોગિન:—યોગી; પ્રયાતા:—પ્રયાણ કરી ચૂકેલા; યાન્તિ—પામે છે; તમ્—તે; કાલમ્—સમય; વક્ષ્યામિ—હું વર્ણન કરીશ; ભરત-ઋષભ—અર્જુન, ભરતશ્રેષ્ઠ, અગ્નિ:—અગ્નિ; જ્યોતિ:—પ્રકાશ; અહ:—દિવસ; શુક્લ:—શુક્લ પક્ષ; ષટ-માસા:—છ મહિના; ઉત્તર-અયનમ્—સૂર્યનું ઉત્તરાગમન; તત્ર—ત્યાં; પ્રયાતા:—મરણ પામેલા; ગચ્છન્તિ—જાય છે; બ્રહ્મ—બ્રહ્મન; બ્રહ્મ-વિદ:—જે બ્રહ્મનને જાણે છે; જના:—માનવીઓ; ધૂમ:—ધુમાડો; રાત્રિ:—રાત્રિ; તથા—અને; કૃષ્ણ:—કૃષ્ણ પક્ષ; ષટ-માસા:—છ મહિના; દક્ષિણ-અયનમ્; સૂર્યનું દક્ષિણાયણ; તત્ર—ત્યાં; ચાન્દ્રમસમ્—ચંદ્રને અધીન; જ્યોતિ:—પ્રકાશ; યોગી—યોગી; પ્રાપ્યો—પામીને; નિવર્તતે—પાચા આવે છે. શુક્લ—પ્રકાશ; કૃષ્ણે—અંધકાર; ગતી—માર્ગ; હિ—નિશ્ચિત; એતે—આ; જગત:—ભૌતિક જગતની; શાશ્વતે—શાશ્વત; મતે—મત; એકયા—એક દ્વારા; યાતિ—જાય છે; અનાવૃત્તિમ્—પુનરાગમન પ્રતિ નહીં; અન્યયા—અન્ય દ્વારા; આવર્તતે—પાછા આવે છે; પુન:—પુન:.
Translation
BG 8.23-26: હે ભરતશ્રેષ્ઠ, હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ. જેમાંનો એક મુક્તિ તરફ લઇ જાય છે અને અન્ય પુનર્જન્મ તરફ લઇ જાય છે. જેઓ પરમ બ્રહ્મને જાણે છે અને જે સૂર્યના ઉત્તરાયણના છ માસ દરમિયાન, શુક્લ પક્ષમાં અને દિવસના અજવાળામાં આ જગતમાંથી વિદાય લે છે તેઓ પરમ ધામ પામે છે. વૈદિક કર્મકાંડોનું પાલન કરનારા જે સાધકો સૂર્યના દક્ષિણાયનનાં છ માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં, ધુમ્મસમાં રાત્રિ સમયે વિદાય લે છે, તેઓ સ્વર્ગ લોક પામે છે. સ્વર્ગીય સુખો ભોગવીને તેઓ પુન: પૃથ્વી પર પાછા ફરે છે. આ બંને—પ્રકાશ અને અંધકાર—નાં માર્ગો આ વિશ્વમાં સદા વિદ્યમાન છે. પ્રકાશનો માર્ગ મુક્તિ તરફ અગ્રેસર કરે છે તથા અંધકારનો માર્ગ પુનર્જન્મ તરફ અગ્રેસર કરે છે.

નૈતે સૃતી પાર્થ જાનન્યોગી મુહ્યતિ કશ્ચન ।
તસ્માત્સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન ॥ ૨૭॥
ન—કદી નહીં; એતે—આ બે; સૃતી—માર્ગો; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; જાનન્—જાણે; યોગી—યોગી; મુહ્યતિ—મોહ પામે છે; કશ્ચન—કોઈ; તસ્માત્—માટે; સર્વેષુ કાલેષુ—સદા; યોગ-યુક્ત:—યોગમાં સ્થિત; ભવ-થા; અર્જુન—અર્જુન.
Translation
BG 8.27: હે પાર્થ, જે યોગીઓ આ બંને માર્ગોનું રહસ્ય જાણે છે, તેઓ કદી મોહગ્રસ્ત થતા નથી. તેથી, સદા-સર્વદા યોગ(ભગવાન સાથેના જોડાણ)માં સ્થિત થા.
વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ
દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ્ ।
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા
યોગી પરં સ્થાનમુપૈતિ ચાદ્યમ્ ॥ ૨૮॥
વેદેષુ—વેદોના અધ્યયનમાં; યજ્ઞેષુ—યજ્ઞ કરવામાં; તપ:સુ—વિભિન્ન પ્રકારના તપ કરવામાં; ચ—અને; એવ—નિશ્ચિત; દાનેષુ—દાન કરવામાં; યત્—જે; પુણ્ય-ફલમ્—પુણ્યકર્મનું ફળ; પ્રદિષ્ટમ્—પ્રાપ્ત કરવું; અત્યેતિ—ઓળંગી જાય છે; તત્ સર્વમ્—સર્વ; ઈદમ્—આ; વિદિત્વા—જાણીને; યોગી—યોગી; પરમ—પરમ; સ્થાનમ્—ધામ; ઉપૈતિ—પ્રાપ્ત કરે છે; ચ—અને; આદ્યમ્—મૂળ.
Translation
BG 8.28: જે યોગીઓ આ રહસ્યને જાણે છે તેઓ વૈદિક કર્મકાંડોના, વેદાધ્યયનના, યજ્ઞો કરવાના, તપશ્ચર્યા કરવાના, અને દાન દેવાના પુણ્યફળથી અનેકગણું અધિક ફળ પ્રાપ્ત કરે છે. આવા યોગીઓ પરમ ધામ પામે છે.
Comments
Post a Comment