33. જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે Get link Facebook X Pinterest Email Other Apps લખાણ ઉપર ક્લિક કરો ઓડિયો ચાલુ થશે Gujarati Alphabet Game Your browser does not support the audio element. જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … જળકમળ કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીયો નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … જળકમળ નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીયો, મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … જળકમળ રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો, તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … જળકમળ મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરીયો, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … જળકમળ શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીયો, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …જળકમળ ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો, ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … જળકમળ બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો, સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને, અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ થાળ ભરીને નાગણે સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો, નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … જળકમળ Get link Facebook X Pinterest Email Other Apps Comments
ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા Audio Button ફોટા ક્લિક કરો 3D Audio Player 3D Audio Player Play Pause Stop ગાયત્રી શતક પાઠ સાખી : ૐ ભૂઃ ભુવઃ સ્વઃ મહિમાવંત તું માત , મા ગાયત્રી ભગવતી , પ્રણમું જોડી હાથ ૧ મા ગાયત્રી ગુણ ભંડાર , કરૂં પ્રીતેથી નમસ્કાર મનોહર મુર્તિ પંચ - આનન , રકત વસ્ત્રને હંસ વાહન ૨ શંખ , ચક્ર , દંડને પાશ , વરદ મુદ્રા અને શુભ કપાલ ગદા , ફરસી , દ્વિ - પદ્મ હાથ ,કમલાસન તારૂં છે માત ૩.માથે મુગટ ઝાકઝમાળ , કોટે શોભે કુલની માળ રત્નકંકણ ને પાય નૂપુર , શશી વદન સુ - હાસ્ય મધુર ૪ કુમકુમ કેસરની છે આડ , બાલ ઇન્દુની શોભા અપાર કાળાને વાંકડીયા કેશ , આંખ અણિયાળી અનિમેષ ૫ નાકે વાળી કુંડળ કાન , અદ્ભૂત કાન્તિ રૂપની ખાણ , ધરતાં ધ્યાન થાય પ્રકાશ , અજ્ઞાન તિમિરનો થાયે નાશ ૬ વેદમાતા તારૂં છે નામ , ઋષિ - મુનિ કરે પ્રણામ બ્રહ્મા , વિષ્ણુ ને મહેશ , તુજને વખાણે હર હંમેશ ૭ તેત્રીસ કોટી... Read more
ભક્તિ ચેનલ ઓલ નામ ભક્તિ ચેનલ ઓલ નામ 1.બહુચર બાવની ગુજરાતી લખાણ સાથે 2.આનંદ નો ગરબો અનુક્રમણિકા ૧. વ્રતોનું માહાત્મ્ય ૨. પંચોપચાર ષોડશોપચાર વિધિ ૩. ઇષ્ટ દેવ-દેવીઓની આરતી ૪ ઇષ્ટ દેવ-દેવીઓની સ્તુતિ-થાળ ૫. સ્ત્રી-બાળકોની સારવાર ૬. બહેનો માટે ઉપયોગી વ્રત-કથાઓ ૧. સોળ સોમવારની વાર્તા ૨. સાકરિયો સોમવાર ૩. ભાખરિયો સોમવાર ૪.સોમવતી અમાસ ૫. સિદ્ધેશ્વર મહાદેવ વ્રત ૬.મહાશિવરાત્રી વ્રત ૭.ગણેશ ચોથ ૮. શ્રી સિદ્ધ ગણેશ વ્રત ૯. દત્તાત્રેય (ગુરુવારની વાર્તા)વ્રત ૧૦. સૂર્યનારાયણ વ્રત ૧૧. શ્રી પુરુષોત્તમ માસ ૧૨. જન્માષ્ટમી ૧૩. ધર્મરાજાની વાર્તા ૧૪. મહાલક્ષ્મી વ્રત ૧૫. વૈભવલક્ષ્મી વ્રત ૧૬. આશાપુરા માતાનું વ્રત ૧૭. રાંદલમાનું વ્રત ૧૮. સતી-સિમંતિની વાર્તા ૧૯. જયા-પાર્વતી વ્રત ૨૦. બૃહદગૌરી વ્રત ૨૧. ગૌરી વ્રત ૨૨. ગાયત્રી વ્રત ૨૩. અન્નપૂર્ણા વ્રત ૨૪. અંબિકા વ્રત ૨૫. અરુંધતી વ્રત ૨૬. શીતળા સાતમ ૨૭. દશામાનું વ્રત ૨૮. સંતોષીમાનું વ્રત ૨૯. જીવંતિકા વ્રત ૩૦. એવરત-જીવરત વ્રત ૩૧. વટ સાવિત્રી વ્રત ૩૨. મંગળાગૌરી વ્રત ૩૩. ગાય તુલસી વ્રત ૩૪. ફૂલ ... Read more
નવરાત્રી જય આધ્યશક્તિ આરતી 3D Audio Player જય આદ્યાશક્તિ મા Your browser does not support the audio element. Play Pause Restart Textarea Font Color જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ મા - Adhyashakti Aarti - Gujarati Lyrics જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2) અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2)પડવે પ્રગટ્યા મા. ૐ જયો જયો મા જગદંબે. દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2) બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા, ૐ જયો જયો મા જગદંબે. તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2) ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા…. ૐ જયો જયો મા જગદંબે. ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2) ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં….. ૐ જયો જયો મા જગદંબે. પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2) પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા….. ૐ જયો જયો મા જગદંબે. ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… ... Read more
Comments
Post a Comment