ગુજરાતી પ્રાર્થનાઓ

પ્રાર્થનાપોથી

પ્રાર્થનાપોથી

vidiyo


યા કુન્દેન્દુ તુષાર- હાર ધવલા


 



યા કુન્દેન્દુ તુષાર- હાર ધવલા


યા કુન્દેન્દુ તુષાર- હાર ધવલા, યા શુભ્ર, વસ્ત્રાવૃતા ! યા વીણા– વર – દંડ – મંડિત કરા,યા શ્વેત પદ્માસના, !! યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિમિ,દેવૈ:સદા – વંદિતા ! સા મામ્ પાતુ સરસ્વતી ભગવતી, નિ: શેષ જાડ્યાપહા ! !

 

ૐ તત્સત્ શ્રી






ૐ તત્સત્ શ્રી


ૐ તત્સત્ શ્રી ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું; સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું, બ્રહ્મ મજદ તું, યહ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું ૐ તત્સત્


રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું, વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું; અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું ૐ તત્સત્


ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું; સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું


,મંગલ મંદિર ખોલો







મંગલ મંદિર ખોલો,


દયામય ! મંગલ મંદિર ખોલો ! જીવનવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઊરમાં લ્યો, લ્યો;.. દયામય ! મંગલ મંદિર ખોલો


, દયામય ! મંગલ મંદિર ખોલો ! નામ મધુર તમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો; દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઢોળો ... દયામય !


મંગલ મંદિર ખોલો,


દયામય ! મંગલ મંદિર ખોલો ! 



વંદન કરીએ 





વંદન કરીએ


વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે. અંતરની છે અરજ અમારી ધ્યાન ધરીને સુણજો રે વંદન કરીએ. ...


પહેલું વંદન ગણપતિ તમને, રિદ્ધિ સિદ્ધિ આપો રે, બીજું વંદન માત સરસ્વતી, સત્ય વાણી અમ આપો ને વંદન કરીએ.


ત્રીજું વંદન ગુરુજી તમને, વિદ્યા માર્ગે વાળો રે, ચોથું વંદન માતપિતાને, આશિષ અમને આપો રે વંદન કરીએ. ...


પાંચમું વંદન પરમેશ્વરને, સદબુદ્ધિને આપો રે, વિનવે નાનાં બાળ તમારાં, પ્રભુ ચરણમાં રાખો રે


વંદન કરીએ.


પ્રભુ તારું ગીત


પ્રભુ તારું ગીત


પ્રભુ તારું ગીત મારે ગાવું છે


પ્રેમનું અમૃત પીવું છે



• પ્રભુ તારું ગીત


આવે જીવનમાં તડકા ને છાંયા



માંગુ છું પ્રભુ તારી જ માયા ભક્તિના રસમાં ન્હાવું છે


પ્રભુ તારું ગીત



ભવસાગરમાં નૈયા ઝૂકાવી


 ત્યાં તો અચાનક આંધી ચડી આવી


સામે કિનારે મારે જાવું છે


પ્રભુ તારું ગીત


તું વીતરાગી હું અનુરાગી


તારા ભજનની રટ મને લાગી


પ્રભુ તારા જેવું મારે થાવું છે. પ્રભુ તારું ગીત...


મૈત્રીભાવનું પવિત્ર ઝરણું 


મૈત્રીભાવનું પવિત્ર ઝરણું




મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું


ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે … મૈત્રીભાવનું


દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે મૈત્રીભાવનું


માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું મૈત્રીભાવનું


ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,


વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે... મૈત્રીભાવનુ 

જીવન અંજલિ




જીવન અંજલિ


જીવન અંજલિ થાજો !


મારું જીવન અંજલિ થાજો !


ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો ! મારું જીવન અંજલિ થાજો !


સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,


ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો ! મારું જીવન અંજલિ થાજો !


વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;


હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !


મારું જીવન અંજલિ થાજો !


વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો; શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !


મારું જીવન અંજલિ થાજો ! 

દિલમાં દીવો કરો 



દિલમાં દીવો કરો


દિલમાં દીવો કરો રે, દીવો કરો. કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે.


દિલમાં


..


દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો; મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…


સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે; પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે.


દિલમાં..


દીવો અભણે પ્રગટે એવો, તનનાં ટાળે તિમિરનાં જેવો; એને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે.


દિલમાં


દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું; થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે… દિલમાં 

ઇતની શકિત  



ઇતની શકિત


ઇતની શકિત હમે દેના દાતા, મનકા વિશ્વાસ કમજોર હોના,


હમચલે નેક રસ્તે પે હમ સે ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના, ઈતની શકિત...


હમ ન સોચે હમેં કયા મિલા હૈ, હમ યે સોચે દિયા કયા હૈ, હરપલ ફૂલ ખુશીયો કે બાટે સભી કો, સબકા જીવન ભી બન જાયે મધુવન, અપની કરુણા કા જલ તું બહા કે, કરકે પાવન હર ઈક મન કા કોના હમ ચલે નેક રસ્તે પે હમસે ભૂલ કરભી કોઈ ભૂલ હો ના ઈતની શકિત...


દૂર અજ્ઞાન કે હો અંધેરે, તું હમે જ્ઞાન કી રોશની દે, હર બુરાઈ સે બચતે રહે હમ, જીતની ભી દે ભલી જિદંગી દે બૈર હોના કિસીકા કિસી સે, ભાવના મનમે બદલે કી હોના હમ ચલે નેક રસ્તે પે હમસે ભૂલ કરભી કોઈ ભૂલ હો ના


ઈતની શકિત... 

તું પ્યાર કા સાગર  









તું પ્યાર કા સાગર


તું પ્યાર કા સાગર હૈ .…


તું પ્યાર કા સાગર હૈ ...


તેરી બુંદ કે પ્યાસે હમ ...


લૌટા જો દિયા તુને … ચલે જાયેગે જહાં સે હમ... તું પ્યાર કા સાગર હૈ…


ઘાયલ મનકા પાગલ પંછી, ઉડને કો બેકરાર પંખ હૈ કોમલ આંખ હૈ ઘુંઘલી... જાના હે સાગર પાર... અબ તુહી ઈસે સમજા... રાહ ભૂલે થે કહાસે હમ .… તું પ્યાર કા સાગર હૈ .…


ઈધર ઝુમકે ગાયે જિંદગી, ઉધર મોત ખડી.. કોઈ કયા જાને કહા હૈ સીમા ઉલજને આન પડી... કાનો મે જરા કહ દે. કી આયે કૌન દિશા સે હમ... તું પ્યાર કા સાગર હૈ .…


તેરી બુંદ કે પ્યાસે હમ ... 


તુમ્હી હો માતા 




તુમ્હી હો માતા

તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો,


તુમ્હી બંધુ, સખા તુમ્હી હો. તુમ્હી હો સાથી, તુમ્હી સહારે


કોઈ ના અપના સિવા તુમ્હારે


તુમ્હી હો નૈયા, તુમ્હી ખીલૈયા


તુમ્હી હો બંધુ, સખા તુમ્હી સે તુમ્હી હો માતા-પિતા .... જો ખિલ શકે ના વો ફૂલ હમ હૈ


તુમ્હારે ચરણો કી ધૂલ હમ હૈ દયા કી દ્રષ્ટિ સદા હી રખના


તુમ્હી હો બંધુ, સખા તુમ્હી હો, તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો, તુમ્હી બંધુ, સખા તુમ્હી હો.

...

પ્રભુ નમીએ 



પ્રભુ નમીએ


પ્રભુ નમીએ પુરી પ્રીતે, સુખી કરતું દુઃખો હરતું બનાવી તે બધી દુનિયા બનાવ્યા તે ઊંડા દરિયા


સૂરજને ચંદ્ર ઝગમગિયા .… સુખી કરતું...


વળી આકાશમાં, તારા ઘણે ઉંચે જ ફરનારા, બનાવ્યા તે પ્રભુ પ્યારા... સુખી કરતું...


જગત આખા ઉપર તારી નજર ફરતી રહે ન્યારી


અમારા કામ જોનારા...


સુખી કરતું...


બધાએ પાપ બાળી દે, વળી બુધ્ધિ રૂપાળી દે નમીએ હાથ જોડીને...


સુખી કરતું.


પ્રભુ નમીએ પુરી પ્રીતે, સુખી કરતું દુઃખો હરતું. 


તું મને ભગવાન એક  



તું મને ભગવાન એક


તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જીન્દગીનું નામ છે બસ, બોજ ને બંધન આખરી અવતારનું મંડાણ બાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આ ભૂમિમાં ખુબ ગાજે, પાપના પડઘમ, બેસૂરી થઈ જાય મારી, પુણ્યની સરગમ દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જોમ તનમાં જ્યાં લગી છે, સૌ કરે શોષણ, જોમ જતા કોઈ અહિયાં, ના કરે પોષણ મતલબી સંસારનું જોડાણ કાપી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. 

એક તું હી ભરોસા


એક તું હી ભરોસા, એક તું હી સહારા, ઇસ તેરે જહાઁ મેં, નહિ કોઈ હમારા,


ઈશ્વર, યા અલ્લાહ, યે પૂકાર સુન લે,


ઈશ્વર, યા અલ્લાહ, હે દાતા.


હમસે નાં દેખા જાયે, બરબાદીયો કો સમા, ઉઝડી હુઈ બસ્તી મેં, તડપ રહે ઇન્સાન, નન્હે જોસ્મો કે ટુકડે, લિયે ખડી હૈ ઇક માં, બારૂદ કે ધુંએ મેં, તું હી બોલ જાયે કહા. નાદા હૈ હમ તો માલિક, કયું ડી હંમે યે સઝા, યા હૈ સભી કે દિલ મેં, નફરત ક ઝેર ભરા, ઇન્હેં ફિર સે યાદ દિલા દે, સબક વહી પ્યાર કા, બન જાયે ગુલશન ફિર સે, કાંટો ભરી દુનિયા. એક તું હી ભરોસા, 


એક તું હીએક તું હી ભરોસા


એક તું હી ભરોસા, એક તું હી સહારા, ઇસ તેરે જહાઁ મેં, નહિ કોઈ હમારા,


ઈશ્વર, યા અલ્લાહ, યે પૂકાર સુન લે,


ઈશ્વર, યા અલ્લાહ, હે દાતા.


હમસે નાં દેખા જાયે, બરબાદીયો કો સમા, ઉઝડી હુઈ બસ્તી મેં, તડપ રહે ઇન્સાન, નન્હે જોસ્મો કે ટુકડે, લિયે ખડી હૈ ઇક માં, બારૂદ કે ધુંએ મેં, તું હી બોલ જાયે કહા. નાદા હૈ હમ તો માલિક, કયું ડી હંમે યે સઝા, યા હૈ સભી કે દિલ મેં, નફરત ક ઝેર ભરા, ઇન્હેં ફિર સે યાદ દિલા દે, સબક વહી પ્યાર કા, બન જાયે ગુલશન ફિર સે, કાંટો ભરી દુનિયા. એક તું હી ભરોસા, 

એક તું હી સહારા 






એક તું હી સહારા,


ઇસ તેરે જહાઁ મેં, નહિ કોઈ હમારા,


ઈશ્વર, યા અલ્લાહ, યે પૂકાર સુન લે,


ઈશ્વર, યા અલ્લાહ, હે દાતા. મેરી પૂકાર સુન લે... સહારા,


ઇસ તેરે જહાઁ મેં, નહિ કોઈ હમારા,


ઈશ્વર, યા અલ્લાહ, યે પૂકાર સુન લે,


ઈશ્વર, યા અલ્લાહ, હે દાતા. મેરી પૂકાર સુન લે... 


મંદિર તારું વિશ્વ 



મંદિર તારું વિશ્વ


મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે.


પળ પળ તારા દર્શન થાયે,


દેખે દેખણહારા રે...


નહીં પુજારી, નહીં કો દેવા,


નહીં મંદિરને તાળા રે...


નીલ ગગનમાં મહિમા ગાતા,


ચાંદો સૂરજ તારા રે.... મંદિર તારું વિશ્વ રૂપાળું ..


વર્ણન કરતા શોભા તારી,


થાક્યા કવિગણ ધીરા રે..…


મંદિર માં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે.


મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે. 

હે શારદે મા 



હે શારદે મા




હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)




તુ સ્વર કી દેવી, યે સંગીત તુજ સે, હર શબ્દ તેરા હે, હર ગીત તુજ સે,




હમ હૈ અકેલે, હમ હે અધૂરે..




તેરી શરણ હમ, હમેં તાર દે મા..




હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..




તું શ્વેતવર્ણી, કમલ પે બિરાજેં, હાર્થોં મેં વિણા, મુકુટ સર પે રાજે, મનસે હમારે મિટાદે અંધેરા,




હમકો ઉજાલોં કા સંસાર દે મા,




હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..




મુનિઓને સમજી, ગુણીઓને જાની,




વેદોં કી ભાષા, પુરાનોં કી બાની, હમ ભી તો સમજેં, હમ ભી તો જાનેં, વિદ્યાકા હમકો અધિકાર દે મા,




હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..

જીવન-જ્યોત જગાવો 








જીવન-જ્યોત જગાવો


જીવન-જ્યોત જગાવો પ્રભુ હે! જીવન જ્યોત જગાવો ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો; આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો; અમને રડવડતાં શિખવાડો! ...પ્રભુ હે! વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરવો; વણજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો; અમને ઝળહળતાં શિખવાડો!... પ્રભુ હે! ઊગતાં અમ મનમાં ફૂલડાંને રસથી સભર બનાવો; જીવનના રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો; અમને મઘમઘતાં શિખવાડો!... પ્રભુ હે! ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો; હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો; અમને ગરજંતા શિખવાડો!... પ્રભુ હે!


અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો સ્નેહ-શક્તિ-બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો અમને સ્થળ-સ્થળમાં વરસાવો! પ્રભુ હે! .

એક જ દે ચિનગારી



એક જ દે ચિનગારી



એક જ દે ચિનગારી, મહાનલ !


એક જ દે ચિનગારી.


ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી


જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી મહાનલ... એક દે ચિનગારી.……


ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી


ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ... એક દે ચિનગારી.……


ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી


વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી મહાનલ... એક દે ચિનગારી.……

તેરી પનાહ મેં હમે રખના 



તેરી પનાહ મેં હમે રખના
શીખે હમે નેક રાહ પર ચલના.

કપટ કર્મ ચોરી બેઈમાની,
ઔર હિંસા સે હમકો બચાના,
નાલી કા બન જાઊ ન પાની,
નિર્મલ ગંગા જલ હી બનાના,
અપની નિગાહ મેં હમે રખના,
તેરી પનાહ મેં હમે રખના,
શીખે હમે નેક રાહ પર ચલના.

ક્ષમાવાન કોઈ તુજસા નહી ઔર,
મુજસા નહી કોઈ અપરાધી,
પુણ્ય કી નગરી મેં ભી મૈને,
પાપો કી ગઠરી હી બાંધી,
કરુણાકી છાવ મેં હમે રખના,
તેરી પનાહ મેં હમે રખના,
શીખે હમે નેક રાહ પર ચલના. 

સૌનું કરો કલ્યાણ 




સૌનું કરો કલ્યાણ

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ!

સૌનું કરો કલ્યાણ. નરનારી પશુપંખીની સાથે,

જીવજંતુનું તમામ... દયાળુ પ્રભુ

જગના વાસીઓ સૌ સુખ ભોગવે,

આનંદ આઠે જામ... દયાળુ પ્રભુ

દુનિયામાં દર્દ–દુકાળ પડે નહિ,



લડે નહિ કોઇ ગામ... દયાળુ પ્રભુ

સર્વ જગે સુખાકારી વધે ને,

વળી વધે ધનધાન્ય... દયાળુ પ્રભુ

કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે, સૌનું ઇચ્છે સૌ સમાન... દયાળુ પ્રભુ સૌ સમાન... પોતપોતાના ધર્મ પ્રમા

સર્વ ભજે ભગવાન... દયાળુ પ્રભુ











Comments

Popular posts from this blog

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો