હનુમાનજી ના બાર નામ મંત્રો સાથે.
હનુમાનજી ના બાર નામ મંત્રો સાથે.
અહી ઉપર મહાવીર બજરંગબલી ના 12 નામ આપ્યા છે. પરંતુ જો તેમના નામ સાથે મંત્ર નું ઉચ્ચારણ કરવામાં આવે તો તેના થી મળતો લાભ અનેક ગણો વધી જાય છે. અહી અમે દરેક નામ સાથે જોડાયેલ હનુમાનજી ના મંત્ર આપ્યા છે.
ॐ જય હનુમાન
ॐ જય અંજની સુત
ॐ જય વાયુ પુત્ર
ॐ જય મહાબલી
ॐ જય રામેષ્ટ્ર
ॐ જય ફાલ્ગુન સખા
ॐ જય પિંગાક્ષ
ॐ જય અમિત વિક્રમ
ॐ જય ઉદધિ ક્રમણ
ॐ જય સીતા શોક વિનાશન
ॐ જય લક્ષ્મણ પ્રાણ દાતા
ॐ જય દશ ગ્રીવ દર્પહ
ક્યારે જાપ કરવા જોઈએ?
ભગવાન નું નામ લેવું એ કોઈ પણ સમયે શુભ માનવામાં આવે છે. પરંતુ જો વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો તેના માટે પદ્ધતિ અને સમય ની ચોકસાઇ હોવી આવશ્યક છે. હનુમાન દાદા ના આ બાર નામ ખુબજ ચમત્કારિક અને ત્વરિત ફળ પ્રદાન કરવા વાળા છે. મંગળ વાર કે શનિવાર ના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ને આ મંત્રો ના જાપ કરવા જોઈએ અથવા સાંજે સૂર્યાસ્ત પછીના કલાક માં પણ હનુમાનજી ના આ બાર નામ ના જાપ કરી શકાય છે. રાત્રે સૂતી વખતે પણ જાપ કરી શકાય છે. નાના બાળકો જે સપના થી ડરી જતાં હોય તેમના માટે પણ આ બાર નામ ખુબજ લાભદાયી છે.
જાપ કોને કરવા જોઈએ?
હનુમાનજી એ સંકટ ને દૂર કરી સુખ અને સમૃદ્ધિ આપનાર દેવ છે. ઘણા લોકો જે શનિ ની મહદશા કે શનિ ની સાડેસાતી માઠી પ્રસાર થયી રહ્યા હોય તેવા લોકો માટે હનુમાનજી ના આશીર્વાદ ખૂબજ લાભ કારી છે. મંગળ દોષ અને લગ્ન જેવી સમસ્યા થી પીડીત વ્યક્તિ માટે પણ હનુમાંજી ના આ બાર નામ ના જાપ ખુબજ લાભકારી છે.
તાવીજ પણ બનાવી શકાય છે.
નાના બાળકો કે મોટા કોઈ પણ વ્યક્તિ હનુમાનજી ના આ બાર નામ વાળું તાવીજ(લોકેટ) પહેરી શકે છે. તેને બનાવવા માટે સિંદૂર થી ભોજ પત્ર પર દાડમ ની ડાળી ની બનાવેલી કલમ વડે લખી પૂજા પરિ ને ધારણ કરી શકાય છે. આમ કરવાથી આવનારી વ્યાધિ થી બચી શકાય છે.
Comments
Post a Comment