૧૪ ચતુર્દશોધ્યાય: ગુણત્રયવિભાગયોગ
શ્રીભગવાનુવાચ ।
પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ ।
યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ ॥ ૧॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ દિવ્ય પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા; પરમ્—પરમ; ભૂય:—ફરીથી; પ્રવક્ષ્યામિ—હું કહીશ; જ્ઞાનાનામ્—સમગ્ર જ્ઞાનનું; જ્ઞાનમ્ ઉત્તમમ્—સર્વશ્રેષ્ઠ જ્ઞાન; યત્—જે; જ્ઞાત્વા—જાણીને; મુનય:—સંતો; સર્વે—સર્વ; પરામ્—સર્વોચ્ચ; સિદ્ધિમ્—સિદ્ધિ; ઇત:—આ દ્વારા; ગતા:—પ્રાપ્ત થયા.
Translation
BG 14.1: દિવ્ય ભગવાન બોલ્યા: હું એકવાર પુન: સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ; જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા.
ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ ।
સર્ગેઽપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ ॥ ૨॥
ઈદમ્—આ; જ્ઞાનમ્—જ્ઞાન; ઉપાશ્રિત્ય—આશ્રિત રહીને; મમ—મારા; સાધર્મ્યમ્—સમાન પ્રકૃતિને; આગતા:—પ્રાપ્ત કરેલા; સર્ગે—સર્જનનાં સમયે; અપિ—પણ; ન—નહીં; ઉપજાયન્તે—જન્મે છે; પ્રલયે—પ્રલય સમયે; ન-વ્યથન્તિ—તેઓ દુઃખનો અનુભવ કરતા નથી; ચ—અને.
Translation
BG 14.2: જે લોકો આ જ્ઞાનના શરણમાં રહે છે, તે મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરશે. તેમનો ન તો સર્જનના સમયે પુન:જન્મ થશે કે ન તો પ્રલયકાળે વિનાશ થશે.
મમ યોનિર્મહદ્બ્રહ્મ તસ્મિન્ગર્ભં દધામ્યહમ્ ।
સમ્ભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત ॥ ૩॥
સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સમ્ભવન્તિ યાઃ ।
તાસાં બ્રહ્મ મહદ્યોનિરહં બીજપ્રદઃ પિતા ॥ ૪॥
મમ—મારું; યોનિ:—ગર્ભ; મહત્ બ્રહ્મ—પરમ ભૌતિક અસ્તિત્ત્વ,પ્રકૃતિ; તસ્મિન્—તેમાં; ગર્ભમ્—ગર્ભ; દધામિ—ગર્ભિત કરું છું; અહમ્—હું; સમ્ભવ:—જન્મ; સર્વ-ભૂતાનામ્—સર્વ જીવોની; તત:—ત્યાર પછી; ભવતિ—થાય છે; ભારત—અર્જુન,ભરતપુત્ર; સર્વ—બધા; યોનિષુ—યોનિઓમાં; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; મૂર્તય:—સ્વરૂપો; સમ્ભવન્તિ—ઉત્પન્ન થાય છે; ય:—જે; તાસામ્—તેઓ સર્વના; બ્રહ્મ-મહત્—પરમ માયિક પ્રકૃતિ; યોનિ:—ગર્ભ; અહમ્—હું; બીજ-પ્રદ:—બીજ પ્રદાતા; પિતા—પિતા.
Translation
BG 14.3-4: સમગ્ર ભૌતિક પદાર્થ, પ્રકૃતિ, એ ગર્ભ છે. હું તેનું જીવાત્માથી ગર્ભાધાન કરું છું અને એ પ્રમાણે સર્વ જીવો જન્મ પામે છે. હે કુંતીપુત્ર, ઉત્પન્ન થનારી સર્વ જીવંત યોનિઓ માટે માયિક પ્રકૃતિ એ ગર્ભ છે અને હું બીજ-પ્રદાતા પિતા છું.

સત્ત્વં રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિસમ્ભવાઃ ।
નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ્ ॥ ૫॥
સત્ત્વમ્—સત્ત્વ ગુણ; રજ:—રજોગુણ; તમ:—તમોગુણ; ઈતિ—એ પ્રમાણે; ગુણા:—ગુણો; પ્રકૃતિ—ભૌતિક પ્રકૃતિ; સંભવા:—સમાવિષ્ટ; નિબધ્નન્તિ—બદ્ધ; મહા-બાહો—બળવાન ભુજાઓવાળા; દેહે—શરીરધારી આત્મા; અવ્યયમ્—અવિનાશી.
Translation
BG 14.5: હે મહાબાહુ અર્જુન, માયાશક્તિ ત્રણ ગુણોની બનેલી છે—સત્ત્વગુણ, રજોગુણ, અને તમોગુણ. આ ગુણો શાશ્વત આત્માને નશ્વર દેહમાં બદ્ધ કરે છે.
તત્ર સત્ત્વં નિર્મલત્વાત્પ્રકાશકમનામયમ્ ।
સુખસઙ્ગેન બધ્નાતિ જ્ઞાનસઙ્ગેન ચાનઘ ॥ ૬॥
તત્ર—તેમાંથી; સત્ત્વમ્—સત્ત્વ ગુણ; નિર્મલત્વાત્—શુદ્ધતમ હોવું; પ્રકાશકમ્—પ્રકાશિત કરનારું; અનામયમ્—તંદુરસ્ત અને સર્વથા હૃષ્ટપુષ્ટ; સુખ—સુખ; સંગેન—આસક્તિ; બધ્નાતિ—બદ્ધ કરે છે; જ્ઞાન—જ્ઞાન; સંગેન—આસક્તિ; ચ—પણ; અનઘ—અર્જુન, નિષ્પાપ.
Translation
BG 14.6: આમાંથી સત્ત્વ ગુણ અન્યની તુલનામાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે. હે નિષ્પાપ અર્જુન, તે સુખ અને જ્ઞાન પ્રત્યે આસક્તિનું સર્જન કરીને આત્માને બંધનમાં મૂકે છે.
રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણાસઙ્ગસમુદ્ભવમ્ ।
તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મસઙ્ગેન દેહિનમ્ ॥ ૭॥
રજ:—રજોગુણ; રાગ-આત્મકમ્—રાગની પ્રકૃતિ; વિદ્ધિ—જાણ; તૃષ્ણા—કામના; સંગ—સંગ; સમુદ્ભવમ્—માંથી ઉત્પન્ન; તત્—તે; નિબધ્નાતિ—બદ્ધ કરે છે; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; કર્મ-સંગેન—સકામ કર્મો પ્રત્યેની આસક્તિ દ્વારા; દેહિનામ્—દેહધારી આત્મા.
Translation
BG 14.7: હે અર્જુન, રજોગુણ રાગની પ્રકૃતિ ધરાવે છે. તે સાંસારિક કામનાઓ અને અનુરાગમાંથી ઉત્પન્ન થાય છે તથા આત્માને સકામ કર્મોની આસક્તિ દ્વારા બદ્ધ કરે છે.
તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનં સર્વદેહિનામ્ ।
પ્રમાદાલસ્યનિદ્રાભિસ્તન્નિબધ્નાતિ ભારત ॥ ૮॥
તમ:—તમોગુણ; તુ—પરંતુ; અજ્ઞાન-જમ્—અજ્ઞાનથી ઉત્પન્ન; વિદ્ધિ—જાણ; મોહનમ્—ભ્રમ; સર્વ-દેહિનામ્—સર્વ દેહધારી આત્માઓ માટે; પ્રમાદ—પ્રમાદ; આલસ્ય—આળસ; નિદ્રાભિ:—અને નિદ્રા; તત્—તે; નિબધ્નાતિ—બદ્ધ કરે છે; ભારત—અર્જુન, ભરતપુત્ર.
Translation
BG 14.8: હે અર્જુન, તમોગુણ જે અજ્ઞાનમાંથી જન્મે છે તે દેહધારી આત્માઓના મોહનું કારણ છે. તે પ્રમાદ, આળસ અને નિદ્રા દ્વારા સર્વ જીવોને ભ્રમિત કરે છે.
સત્ત્વં સુખે સઞ્જયતિ રજઃ કર્મણિ ભારત ।
જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સઞ્જયત્યુત ॥ ૯॥
સત્ત્વમ્—સત્ત્વ ગુણ; સુખે—સુખમાં; સંજયતિ—બાંધે છે; રજ:—રજોગુણ; કર્મણિ—કર્મ તરફ; ભારત—અર્જુન, ભરતપુત્ર; જ્ઞાનમ્—જ્ઞાન; આવૃત્ય—આચ્છાદિત; તુ—પરંતુ; તમ:—તમોગુણ; પ્રમાદે—ભ્રમમાં; સંજયતિ—બાંધે છે; ઉત—ખરેખર.
Translation
BG 14.9: સત્ત્વ વ્યક્તિને માયિક સુખોમાં બાંધે છે; રજસ આત્માને પ્રવૃત્તિઓ પ્રત્યે અભિસંધિત કરે છે અને તમસ જ્ઞાનને આચ્છાદિત કરીને વ્યક્તિને ભ્રમમાં બાંધે છે.
રજસ્તમશ્ચાભિભૂય સત્ત્વં ભવતિ ભારત ।
રજઃ સત્ત્વં તમશ્ચૈવ તમઃ સત્ત્વં રજસ્તથા ॥ ૧૦॥
રજ:—રજોગુણ; તમ:—તમોગુણ; ચ—અને; અભિભૂય—આધિપત્ય; સત્ત્વમ્—સત્ત્વગુણ; ભવતિ—બને છે; ભારત—અર્જુન, ભારતપુત્ર; રજ:—રજોગુણ; સત્ત્વમ્—સત્ત્વગુણ; તમ:—તમોગુણ; ચ—અને; એવ—વાસ્તવમાં; તમ:—તમોગુણ; સત્ત્વમ્—સત્ત્વગુણ; રજ:—રજોગુણ; તથા—પણ.
Translation
BG 14.10: હે ભરતપુત્ર, કેટલીક વાર સારાઈ (સત્ત્વ), આવેશ (રજસ) અને અજ્ઞાન (તમસ) પર આધિપત્ય ધરાવે છે. કેટલીક વાર આવેશ (રજસ), ભલાઈ (સત્ત્વ) અને અજ્ઞાન (તમસ) પર વર્ચસ્વ દર્શાવે છે અને કેટલીક વાર અજ્ઞાન (તમસ), ભલાઈ (સત્ત્વ) અને આવેશ (રજસ) પર હાવી થઈ જાય છે.
સર્વદ્વારેષુ દેહેઽસ્મિન્પ્રકાશ ઉપજાયતે ।
જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધં સત્ત્વમિત્યુત ॥ ૧૧॥
લોભઃ પ્રવૃત્તિરારમ્ભઃ કર્મણામશમઃ સ્પૃહા ।
રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ ॥ ૧૨॥
અપ્રકાશોઽપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ ।
તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુનન્દન ॥ ૧૩॥
સર્વ—સર્વ; દ્વારેષુ—દ્વારોથી; દેહે—શરીર; અસ્મિન્—આમાં; પ્રકાશ:—પ્રકાશિત કરવાનો ગુણ; ઉપજાયતે—ઉત્પન્ન થાય છે; જ્ઞાનમ્—જ્ઞાન; યદા—જયારે; તદા—ત્યારે; વિદ્યાત્—જાણવું; વિવૃદ્ધમ્—પ્રધાનતા; સત્ત્વમ્—સત્ત્વગુણ; ઇતિ—આ રીતે; ઉત—નિશ્ચિત; લોભ:—લોભ; પ્રવૃત્તિ:—કાર્યો; આરંભ:—ઉદ્યમ; કર્મણામ્—સકામ કર્મો માટે; અશમ:—અનિયંત્રિત; સ્પૃહા—તૃષ્ણા; રજસિ—રજોગુણના; એતાનિ—આ; જાયન્તે—વિકાસ; વિવૃદ્ધે—જયારે પ્રધાનતા હોય છે; ભરત-ઋષભ—ભરતોમાં શ્રેષ્ઠ, અર્જુન; અપ્રકાશ:—અવિદ્યા; અપ્રવૃતિ:—નિષ્ક્રિયતા; ચ—અને; પ્રમાદ:—અસાવધાની; મોહ:—મોહ; એવ—વાસ્તવમાં; ચ—પણ; તમસિ—તમોગુણ; એતાનિ—આ; જાયન્તે—ઉત્પન્ન; વિવૃદ્ધે—પ્રધાનતા અધિક હોય; કુરુ-નંદન—કુરુઓનો આનંદ, અર્જુન.
Translation
BG 14.11-13: જયારે જ્ઞાન દ્વારા શરીરના સર્વ દ્વારો પ્રકાશિત થાય છે ત્યારે તેને સત્ત્વગુણની અભિવ્યક્તિ જાણ. હે અર્જુન, જયારે રજોગુણની પ્રધાનતા હોય છે, ત્યારે લોભ, સાંસારિક સિદ્ધિઓ માટે ઉદ્યમ, અનિયંત્રિતતા, અને તૃષ્ણાનો વિકાસ થાય છે. હે અર્જુન, અવિદ્યા, નિષ્ક્રિયતા, અસાવધાની, અને મોહ—આ તમોગુણના પ્રમુખ લક્ષણો છે.

યદા સત્ત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયં યાતિ દેહભૃત્ ।
તદોત્તમવિદાં લોકાનમલાન્પ્રતિપદ્યતે ॥ ૧૪॥
રજસિ પ્રલયં ગત્વા કર્મસઙ્ગિષુ જાયતે ।
તથા પ્રલીનસ્તમસિ મૂઢયોનિષુ જાયતે ॥ ૧૫॥
યદા—જયારે; સત્ત્વે—સત્ત્વગુણમાં; પ્રવૃદ્ધે—જયારે પ્રધાન હોય; તુ—વાસ્તવમાં; પ્રલયમ્—મૃત્યુ; યાતિ—પહોંચે; દેહ-ભૃત્—દેહધારી; તદા—ત્યારે; ઉત્તમ-વિદામ્—વિદ્વાનોનાં; લોકાન્—ધામ; અમલાન્—શુદ્ધ; પ્રતિપદ્યતે—પ્રાપ્ત કરે છે; રજસિ—રજોગુણમાં; પ્રલયમ્—મૃત્યુ; ગત્વા—પ્રાપ્ત કરીને; કર્મ-સંગિષુ—સકામ કર્મ કરનારાના સંગમાં; જાયતે—જન્મ લે છે; તથા—તેવી રીતે; પ્રલીન:—વિલીન થયેલો; તમસિ—તમોગુણમાં; મૂઢ-યોનિષુ—પશુયોનિમાં; જાયતે—જન્મ લે છે.
Translation
BG 14.14-15: જે લોકો સત્ત્વ ગુણની પ્રબળતા સાથે મૃત્યુ પામે છે, તેઓ ઋષિઓના વિશુદ્ધ લોક (જે રજસ અને તમસથી મુક્ત છે)માં જાય છે. જે લોકો રજોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ સકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે, જયારે જે લોકો તમોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ પશુ યોનિમાં જન્મ લે છે.

કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્ત્વિકં નિર્મલં ફલમ્ ।
રજસસ્તુ ફલં દુઃખમજ્ઞાનં તમસઃ ફલમ્ ॥ ૧૬॥
કર્મણા:—કર્મોનું; સુ-કૃતસ્ય—શુદ્ધ; આહુ:—કહેવાયું છે; સાત્ત્વિકમ્—સત્ત્વગુણ; નિર્મલમ્—વિશુદ્ધ; ફલમ્—ફળ; રજસ:—રજોગુણ; તુ—વાસ્તવમાં; ફલમ્—ફળ; દુ:ખમ્—દુઃખ, અજ્ઞાનમ્—અજ્ઞાન; તમસ:—તમોગુણ; ફલમ્—ફળ.
Translation
BG 14.16: એવું કહેવાયું છે કે સત્ત્વગુણના પ્રભાવમાં કરેલા કર્મો પુણ્યફળ પ્રદાન કરે છે. રજોગુણના પ્રભાવમાં કરેલા કર્મો દુઃખમાં પરિણમે છે, જયારે તમોગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાનમાં પરિણમે છે.
સત્ત્વાત્સઞ્જાયતે જ્ઞાનં રજસો લોભ એવ ચ ।
પ્રમાદમોહૌ તમસો ભવતોઽજ્ઞાનમેવ ચ ॥ ૧૭॥
સત્ત્વાત્—સત્ત્વગુણમાંથી; સંજાયતે—ઉદ્ભવે છે; જ્ઞાનમ્—જ્ઞાન; રજસ:—રજોગુણ; લોભ:—લોભ; એવ—વાસ્તવમાં; ચ—અને; પ્રમાદ—પ્રમાદ; મોહૌ—મોહ; તમસ:—તમોગુણ; ભવત:—ઉત્પન્ન થાય છે; અજ્ઞાનમ્—અજ્ઞાન; એવ—વાસ્તવમાં; ચ—અને.
Translation
BG 14.17: સત્ત્વગુણથી જ્ઞાનનો ઉદય થાય છે, રજોગુણથી લોભ ઉદ્ભવે છે અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.
ઊર્ધ્વં ગચ્છન્તિ સત્ત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ ।
જઘન્યગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાઃ ॥ ૧૮॥
ઊર્ધ્વમ્—ઉપર; ગચ્છન્તિ—જાય છે; સત્ત્વ-સ્થા:—જે લોકો સત્ત્વગુણમાં સ્થિત છે; મધ્યે—વચ્ચે; તિષ્ઠન્તિ—રહે છે; રાજસા:—રજોગુણી; જધન્ય—ઘૃણાસ્પદ; ગુણ—ગુણ; વૃત્તિ-સ્થા:—વૃત્તિમાં લીન; અધ:—નીચે; ગચ્છન્તિ—જાય છે; તામસા:—તમોગુણી.
Translation
BG 14.18: સત્ત્વગુણી ઊર્ધ્વ-ગમન કરે છે, રજોગુણી મધ્યમાં રહે છે અને જધન્ય ગુણ-વૃત્તિ ધરાવતા લોકોનું અધ:પતન થાય છે; જયારે જે ગુણાતીત હોય છે, તે મને પ્રાપ્ત કરે છે.
નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ।
ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોઽધિગચ્છતિ ॥ ૧૯॥
ન—નહીં; અન્યમ્—અન્ય; ગુણેભ્ય:—ગુણોના; કર્તારમ્—કર્તા; યદા—જયારે; દૃષ્ટા—જોનારો; અનુપશ્યતિ—જોવું; ગુણેભ્ય:—ગુણોના; ચ—અને; પરમ્—દિવ્ય; વેત્તિ—જાણ; મત્-ભાવમ્—મારા દિવ્ય સ્વભાવને; સ:—તેઓ; અધિગચ્છતિ—પ્રાપ્ત કરે છે.
Translation
BG 14.19: જયારે જ્ઞાની મનુષ્યોને એ જ્ઞાત થાય છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય અન્ય કોઈ કર્તા નથી અને તેઓ મને ગુણાતીત જાણે છે, ત્યારે તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે.
ગુણાનેતાનતીત્ય ત્રીન્દેહી દેહસમુદ્ભવાન્ ।
જન્મમૃત્યુજરાદુઃખૈર્વિમુક્તોઽમૃતમશ્નુતે ॥ ૨૦॥
ગુણાન્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો; એતાન્—આ સર્વ; અતીત્ય—પાર કરીને; ત્રીન્—ત્રણ; દેહ—શરીર; સમુદ્ભવાન્—થી ઉત્પન્ન; જન્મ—જન્મ; મૃત્યુ—મૃત્યુ; જરા—વૃદ્ધાવસ્થા; દુ:ખૈ:—દુઃખ; વિમુક્ત:—માંથી મુક્ત: અમૃતમ્—અવિનાશી; અશ્નુતે—પ્રાપ્ત કરે છે.
Translation
BG 14.20: શરીર સાથે સંબંધિત માયિક પ્રકૃતિનાં ત્રણ ગુણોથી ગુણાતીત થઈને, વ્યક્તિ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોમાંથી મુક્ત થાય છે અને શાશ્વતતા પ્રાપ્ત કરે છે.
અર્જુન ઉવાચ ।
કૈર્લિઙ્ગૈસ્ત્રીન્ગુણાનેતાનતીતો ભવતિ પ્રભો ।
કિમાચારઃ કથં ચૈતાંસ્ત્રીન્ગુણાનતિવર્તતે ॥ ૨૧॥
અર્જુન: ઉવાચ—અર્જુને પૂછયું; કૈ:—શેના દ્વારા; લિન્ગૈ:—લક્ષણો; ત્રીન્—ત્રણ; ગુણાન્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો; એતાન્—આ; અતીત:—ઓળંગી ગયેલો; ભવતિ—થાય છે; પ્રભો—હે પ્રભુ; કિમ્—શું; આચાર:—આચરણ; કથમ્—કેવી રીતે; ચ—અને; એતાન્—આ; ત્રીન્—ત્રણ; ગુણાન્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો; અતિવર્તતે—ઓળંગી જાય છે.
Translation
BG 14.21: અર્જુને પૂછયું: હે પ્રભુ! જે લોકો આ ત્રણ ગુણોથી ઉપર ઊઠી ગયેલા છે, તેમના લક્ષણો કયા છે? તેઓનું આચરણ કેવું હોય છે? તેઓ ગુણોના બંધનોને કેવી રીતે ઓળંગી જાય છે?
શ્રીભગવાનુવાચ ।
પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાણ્ડવ ।
ન દ્વેષ્ટિ સમ્પ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાઙ્ક્ષતિ ॥ ૨૨॥
ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ।
ગુણા વર્તન્ત ઇત્યેવં યોઽવતિષ્ઠતિ નેઙ્ગતે ॥ ૨૩॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; પ્રકાશમ્—પ્રકાશ; ચ—અને; પ્રવૃત્તિમ્—પ્રવૃત્તિ; ચ—અને; મોહમ્—મોહ; એવ—પણ; ચ—અને; પાંડવ—અર્જુન, પાંડુપુત્ર; ન દ્વેષ્ટિ—દ્વેષ કરતો નથી; સમ્પ્રવૃત્તાનિ—જયારે ઉપસ્થિત હોય; ન—નહીં; નિવૃત્તાનિ—જયારે અનુપસ્થિત હોય; કાન્ક્ષતિ—ઈચ્છે છે; ઉદાસીન-વત્—તટસ્થ; આસીન:—સ્થિત; ગુણૈઃ—માયિક પ્રકૃતિના ગુણો; ય:—જે; ન—નહીં; વિચાલ્યતે—વિચલિત થતો નથી; ગુણા:—માયિક પ્રકૃતિના ગુણો; વર્તન્તે—કાર્ય કરે છે; ઈતિ-એવમ્—એમ જાણીને; ય:—જે; અવતિષ્ઠતિ—સ્વમાં સ્થાપિત રહે છે; ન—નહીં; ઈંગતે—વિહ્વળ થતો નથી.
Translation
BG 14.22-23: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, જે મનુષ્યો ગુણાતીત હોય છે તેઓ ન તો પ્રકાશ (જે સત્ત્વમાંથી ઉદય પામે છે), ન તો પ્રવૃત્તિ (રજસથી ઉત્પન્ન), ન તો મોહ (તમસથી ઉત્પન્ન) પ્રત્યે ન તો તેમની અત્યાધિક ઉપસ્થિતિમાં ઘૃણા કરે છે કે ન તો તેમની અનુપસ્થિતિમાં તેમની ઝંખના કરે છે. તેઓ ત્રણ ગુણો પ્રત્યે ઉદાસીન (તટસ્થ) રહે છે તથા તેમનાથી વિચલિત થતા નથી. કેવળ ગુણો જ ક્રિયાન્વિત છે, એમ જાણીને તેઓ વિહ્વળ થયા વિના સ્વમાં સ્થાપિત રહે છે.

સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ।
તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ॥ ૨૪॥
માનાપમાનયોસ્તુલ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયોઃ ।
સર્વારમ્ભપરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે ॥ ૨૫॥
સમ—સમાન; દુઃખ—દુખ; સુખ:—સુખ; સ્વ-સ્થ:—સ્વમાં સ્થિત; સમ—સમાન રીતે; લોષ્ટ—માટીનું ઢેફું; અશ્મ—પથ્થર; કાંચન:—સોનું; તુલ્ય—સમભાવ; પ્રિય—પ્રિય; અપ્રિય:—અપ્રિય; ધીર:—સ્થિર; તુલ્ય—સમાન; નિન્દા—બદનામી; આત્મ-સંસ્તુતિ:—પ્રશંસા; માન—માન; અપમાનયો:—અપમાન; તુલ્ય:—સમાન; તુલ્ય:—સમાન; મિત્ર—મિત્ર; અરિ—શત્રુ; પક્ષયો:—પક્ષે; સર્વ—સર્વ; આરમ્ભ—ઉદ્યમો; પરિત્યાગી—ત્યાગી; ગુણ-અતીત:—માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પર; સ:—તેઓ; ઉચ્યતે—કહેવાય છે.
Translation
BG 14.24-25: જે સુખ અને દુઃખમાં સમાન હોય છે; જે સ્વમાં સ્થિત હોય છે; જે માટીના ઢેફાને, પથ્થરને અને સોનાના ટુકડાને સમભાવે જોવે છે; જે પ્રિય અને અપ્રિય પરિસ્થિતિઓમાં સમાન રહે છે; જે ધીર છે; જે નિંદા અને સ્તુતિ બંનેને સમાન ભાવથી સ્વીકારે છે, જે માન અને અપમાન બંનેમાં સમાન ભાવથી રહે છે; જે મિત્ર અને શત્રુ બંને પ્રત્યે સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્યવી ઉદ્યોગોનો પરિત્યાગ કર્યો છે—તેને ત્રણ ગુણોથી પર માનવામાં આવ્યા છે.
માં ચ યોઽવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે ।
સ ગુણાન્સમતીત્યૈતાન્બ્રહ્મભૂયાય કલ્પતે ॥ ૨૬॥
મામ્—મને; ચ—માત્ર; ય:—જે; અવ્યભિચારેણ—નિર્ભેળ; ભક્તિ-યોગેન—ભક્તિ દ્વારા; સેવતે—સેવા કરે છે; સ:—તેઓ; ગુણાન્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો; સમતીત્ય—ઉપર ઉઠીને; એતાન્—આ; બ્રહ્મ-ભૂયાય—બ્રહ્મની અવસ્થે; કલ્પતે—આવે છે.
Translation
BG 14.26: જે મારી વિશુદ્ધ ભક્તિ સાથે સેવા કરે છે, તે માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી ઉપર ઉઠે છે અને બ્રહ્મની અવસ્થાએ પહોંચે છે.
બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમમૃતસ્યાવ્યયસ્ય ચ ।
શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાન્તિકસ્ય ચ ॥ ૨૭॥
બ્રહ્મણ:—બ્રહ્મનના; હિ—કેવળ; પ્રતિષ્ઠા—આધાર; અહમ્—હું; અમૃતસ્ય—અમર્ત્યનો; અવ્યયસ્ય—અવિનાશીનો; ચ—અને; શાશ્વતસ્ય—સનાતનનો; ચ—અને; ધર્મસ્ય—ધર્મનો; સુખસ્ય—સુખનો; ઐકાંન્તિકસ્ય—અનંત; ચ—અને.
Translation
BG 14.27: હું નિરાકાર બ્રહ્મનો, શાશ્વત અને અવિનાશીનો, સનાતન ધર્મનો તથા અનંત દિવ્ય આનંદનો આધાર છું.
Comments
Post a Comment