૧૦ દશમોધ્યાય: વિભૂતિયોગ


શ્રીભગવાનુવાચ ।
ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ ।
યત્તેઽહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા ॥૧॥

શ્રી ભગવાન્ ઉવાચ—આનંદમયી ભગવાન બોલ્યા; ભૂય:—પુન:; એવ—નિ:સંદેહ; મહા-બાહો—બળવાન ભુજાઓવાળો; શ્રુણુ—સાંભળ; મે—મારો; પરમમ્—દિવ્ય; વચ:—ઉપદેશ; યત્—જે; તે—તને; અહમ્—હું; પ્રીયમાણાય—મારો અંગત પ્રિય મિત્ર; વક્ષ્યામિ—કહું; હિત-કામ્યયા—તારા કલ્યાણાર્થે.

Translation

BG 10.1: શ્રી ભગવાન બોલ્યા: હે મહાબાહુ, મારો દિવ્ય ઉપદેશ પુન: સાંભળ. તું મારો મિત્ર હોવાથી તારા કલ્યાણાર્થે હું તેને પ્રગટ કરીશ. 

ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ ।
અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ ॥૨॥

ન— ન તો; મે—મારા; વિદુ:—જાણે છે; સુરગણા:—સ્વર્ગીય દેવતાઓ; પ્રભવમ્—મૂળ; ન—ના તો; મહા-ઋષ્ય:—મહાન ઋષિઓ; અહમ્—હું; આદિ:—સ્રોત; હિ—નિશ્ચિત; દેવાનામ્—સ્વર્ગીય દેવતાઓનો; મહા-ઋષિણામ્—મહા ઋષિઓનો; ચ—પણ; સર્વશ:—સર્વથા.

Translation

BG 10.2: ન તો સ્વર્ગીય દેવતાઓ કે ન તો મહાન ઋષિઓ મારું મૂળ જાણે છે. હું એ આદિ સ્રોત છું, જેમાંથી દેવો તથા મહાન ઋષિઓ ઉત્પન્ન થાય છે. 

યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્ ।
અસમ્મૂઢઃ સ મર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે ॥૩॥

ય:—જે; મામ્—મને; અજમ્—અજન્મા; અનાદિમ્—અનાદિ, જેનું કોઈ આદિ ન હોય; ચ—અને; વેત્તિ—જાણ; લોક—બ્રહ્માંડનાં; મહા-ઈશ્વરમ્—પરમ સ્વામી; અસમ્મૂઢ:—મોહ રહિત; સ:—તેઓ; મર્ત્યેષુ—મરણશીલ મનુષ્યોમાં; સર્વ-પાપૈ:—સર્વ પાપમાંથી; પ્રમુચ્યતે—માંથી મુક્ત થાય છે.

Translation

BG 10.3: જે લોકો મને અજન્મા તેમજ અનાદિ તરીકે તથા બ્રહ્માંડનાં પરમ સ્વામી તરીકે જાણે છે, મરણશીલ મનુષ્યોમાં તેઓ ભ્રમથી રહિત છે તથા સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે. 

બુદ્ધિર્જ્ઞાનમસમ્મોહઃ ક્ષમા સત્યં દમઃ શમઃ ।
સુખં દુઃખં ભવોઽભાવો ભયં ચાભયમેવ ચ ॥૪॥
અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનં યશોઽયશઃ ।
ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ ॥૫॥

બુદ્ધિ:—બુદ્ધિ; જ્ઞાનમ્—જ્ઞાન; અસમ્મોહ:—વિચારોમાં સ્પષ્ટતા; ક્ષમા—ક્ષમા; સત્યમ્—સત્યતા; દમ:—ઇન્દ્રિયો પર સંયમ; શમ:—મન પર સંયમ; સુખમ્—સુખ; દુઃખમ્—દુઃખ; ભવ:—જન્મ; અભાવ:—મૃત્યુ; ભયમ્—ભય; ચ—અને; અભયમ્—નિર્ભયતા; એવ—નિશ્ચિત; ચ—અને; અહિંસા—અહિંસા; સમતા—સમભાવ; તુષ્ટિ:—સંતોષ; તપ:—તપ; દાનમ્—દાન; યશ—યશ; અયશ—અપયશ; ભવન્તિ—ઉદ્ભવે છે; ભાવા:—સ્વભાવ; ભૂતાનામ્—મનુષ્યોમાંથી; મત્ત:—મારામાંથી; એવ—એકલો; પૃથક્-વિધા:—વિવિધ પ્રકારનાં.

Translation

BG 10.4-5: મનુષ્યોમાં બુદ્ધિ, જ્ઞાન, વૈચારિક સ્પષ્ટતા, ક્ષમા, સત્યતા, ઇન્દ્રિયો તથા મન પર સંયમ, સુખ તથા દુઃખ, જન્મ તથા મૃત્યુ, ભય તથા નિર્ભયતા, અહિંસા, સમતા, તુષ્ટિ, તપશ્ચર્યા, દાન, યશ તથા અપયશ જેવા વિવિધ પ્રકારનાં ગુણોની વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે. 

બુદ્ધિર્જ્ઞાનમસમ્મોહઃ ક્ષમા સત્યં દમઃ શમઃ ।
સુખં દુઃખં ભવોઽભાવો ભયં ચાભયમેવ ચ ॥૪॥
અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનં યશોઽયશઃ ।
ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ ॥૫॥

બુદ્ધિ:—બુદ્ધિ; જ્ઞાનમ્—જ્ઞાન; અસમ્મોહ:—વિચારોમાં સ્પષ્ટતા; ક્ષમા—ક્ષમા; સત્યમ્—સત્યતા; દમ:—ઇન્દ્રિયો પર સંયમ; શમ:—મન પર સંયમ; સુખમ્—સુખ; દુઃખમ્—દુઃખ; ભવ:—જન્મ; અભાવ:—મૃત્યુ; ભયમ્—ભય; ચ—અને; અભયમ્—નિર્ભયતા; એવ—નિશ્ચિત; ચ—અને; અહિંસા—અહિંસા; સમતા—સમભાવ; તુષ્ટિ:—સંતોષ; તપ:—તપ; દાનમ્—દાન; યશ—યશ; અયશ—અપયશ; ભવન્તિ—ઉદ્ભવે છે; ભાવા:—સ્વભાવ; ભૂતાનામ્—મનુષ્યોમાંથી; મત્ત:—મારામાંથી; એવ—એકલો; પૃથક્-વિધા:—વિવિધ પ્રકારનાં.

Translation

BG 10.4-5: મનુષ્યોમાં બુદ્ધિ, જ્ઞાન, વૈચારિક સ્પષ્ટતા, ક્ષમા, સત્યતા, ઇન્દ્રિયો તથા મન પર સંયમ, સુખ તથા દુઃખ, જન્મ તથા મૃત્યુ, ભય તથા નિર્ભયતા, અહિંસા, સમતા, તુષ્ટિ, તપશ્ચર્યા, દાન, યશ તથા અપયશ જેવા વિવિધ પ્રકારનાં ગુણોની વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે.  

મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા ।
મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમાઃ પ્રજાઃ ॥૬॥

મહા-ઋષય:—મહર્ષિઓ; સપ્ત—સાત; પૂર્વે—પૂર્વ; ચત્વાર:—ચાર; મનવ:—મનુ; તથા—અને; મત્ ભાવા:—મારાથી જન્મેલા; માનસા:—મન; જાતા:—જન્મેલાં; યેષામ્—જેમનાથી; લોકે—જગતમાં; ઈમા:—આ સર્વ; પ્રજા:—પ્રજા.

Translation

BG 10.6: સપ્ત મહર્ષિગણ, તેમની પૂર્વે થયેલ ચાર મહાન સંતો તથા ચૌદ મનુઓ, આ સર્વ મારા મનથી જન્મ પામ્યા છે. આ વિશ્વના સર્વ મનુષ્યો તેમનામાંથી અવતરિત થયાં છે. 

એતાં વિભૂતિં યોગં ચ મમ યો વેત્તિ તત્ત્વતઃ ।
સોઽવિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ ॥૭॥

એતામ્—આ; વિભૂતિમ્—ઐશ્વર્યો; યોગમ્—દિવ્ય શક્તિઓ; ચ—અને; મમ—મારા; ય:—જે; વેત્તિ—જાણે; તત્ત્વત:—વાસ્તવિક રીતે; સ:—તેઓ; અવિકલ્પેન—નિશ્ચિત રીતે; યોગેન—ભક્તિયોગમાં; યુજ્યતે—એક થાય છે, ન—કદાપિ નહિ; અત્ર—અહીં; સંશય:—સંશય.

Translation

BG 10.7: જે વાસ્તવમાં મારા મહિમા તથા દિવ્ય શક્તિઓને જાણે છે, તેઓ અવિચળ ભક્તિ દ્વારા મારી સાથે એકીકૃત થઈ જાય છે. એમાં કોઈ સંશય નથી. 

અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ।
ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવસમન્વિતાઃ ॥૮॥

અહમ્—હું; સર્વસ્ય—સર્વ સર્જનનો; પ્રભવ:—નો સ્રોત; મત્ત:—મારામાંથી; સર્વમ્—સર્વ; પ્રવર્તતે—ઉદ્ભવે છે; ઈતિ—એમ; મત્વા—જાણીને; ભજન્તે—ભજે છે; મામ્—મને; બુધા:—વિદ્વાનો; ભાવ-સમન્વિતા:—અત્યંત ભાવપૂર્વક.

Translation

BG 10.8: હું સર્વ સૃષ્ટિનો સ્રોત છું. સર્વ તત્ત્વો મારામાંથી ઉદ્ભવે છે. જે વિદ્વાનો આ જાણે છે તેઓ પરમ શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક પૂર્ણપણે મારી આરાધના કરે છે. 

મચ્ચિત્તા મદ્ગતપ્રાણા બોધયન્તઃ પરસ્પરમ્ ।
કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ ॥૯॥

મત્-ચિત્તા:—જેમનું મન મારામાં સ્થિત છે; મત્-ગત-પ્રાણા:—જેમનું જીવન મને સમર્પિત છે; બોધયન્ત:—પ્રબુદ્ધ(ભગવાનના દિવ્ય જ્ઞાનથી યુક્ત); પરસ્પરમ્—પરસ્પર; કથયન્ત:—બોલતાં; ચ—અને; મામ્—મારા વિષે; નિત્યમ્—નિરંતર; તુષ્યન્તિ—તુષ્ટિ; ચ—અને; રમન્તિ—(તેઓ) આનંદ માણે છે; ચ—પણ.

Translation

BG 10.9: તેમનું મન મારામાં સ્થિર કરીને તથા તેમનું જીવન મને સમર્પિત કરીને, મારા ભક્તો સદૈવ મારામાં તૃપ્ત રહે છે. તેઓ પરસ્પર મારા દિવ્ય જ્ઞાનથી એકબીજાને પ્રબુદ્ધ કરીને તથા મારા મહિમા અંગે વાર્તાલાપ કરીને તેમાંથી પરમ આનંદ તથા તુષ્ટિ પ્રાપ્ત કરે છે.

તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્ ।
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ॥૧૦॥

તેષામ્—તેમને; સતત-યુક્તાનામ્—સદા પરાયણ; ભજતામ્—જે ભકિતમાં પરાયણ છે; પ્રીતિ-પૂર્વકમ્—પ્રેમપૂર્વક; દદામિ—હું આપું છું; બુદ્ધિ-યોગમ્—દિવ્ય જ્ઞાન; તમ્—તે; યેન—જેનાથી; મામ્—મને; ઉપયન્તિ—આવે છે; તે—તેઓ.

Translation

BG 10.10: જેમનું મન પ્રીતિપૂર્વક સદૈવ મારી સાથે જોડાયેલું રહે છે, હું તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું. જેના દ્વારા તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. 

તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ ।
નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ॥૧૧॥

તેષામ્—તેમને; એવ—કેવળ; અનુકમ્પા-અર્થમ્—કરુણાવશ; અહમ્—હું; અજ્ઞાન-જમ્—અજ્ઞાનજન્ય; તમ:—અંધકાર; નાશયામિ—નષ્ટ કરું છું; આત્મ-ભાવ—તેમનાં હૃદયમાં; સ્થ:—સ્થિત; જ્ઞાન—જ્ઞાનના; દીપેન—દીપક દ્વારા; ભાસ્વતા—તેજસ્વી.

Translation

BG 10.11: તેમના પર અનુકંપા કરીને, તેમનાં અંત:કરણમાં નિવાસ કરનારો હું અજ્ઞાનથી જન્મેલ અંધકારને જ્ઞાનનાં તેજસ્વી દીપકથી નષ્ટ કરું છું. 

અર્જુન ઉવાચ ।
પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્ ।
પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્ ॥૧૨॥
આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા ।
અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે ॥૧૩॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; પરમ્—પરમ; બ્રહ્મ—બ્રહ્મન; પરમ્—પરમ; ધામ—લોક; પવિત્રમ્—શુદ્ધ કરનાર; પરમમ્—પરમ; ભવાન્—આપ; પુરુષમ્—વિભૂતિ; શાશ્વતમ્—શાશ્વત; દિવ્યમ્—દિવ્ય; આદિ-દેવમ્—આદ્ય ભગવાન; અજમ્—અજન્મા; વિભુમ્—મહાન; આહુ:—(તેઓ) ઘોષિત કરે છે; ત્વામ્—આપ; ઋષય:—ઋષિઓ; સર્વે—સર્વ; દેવ-ઋષિ:-નારદ:—દેવર્ષિ નારદ; તથા—પણ; અસિત:—અસિત; દેવલ:—દેવલ; વ્યાસ:—વ્યાસ; સ્વયમ્—સ્વયં; ચ—અને; એવ—નિશ્ચય; બ્રવિષિ—તમે ઘોષણા કરો છો; મે—મને.

Translation

BG 10.12-13: અર્જુને કહ્યું: આપ પરમ દિવ્ય વિભૂતિ, પરમ ધામ, પરમ પવિત્ર, શાશ્વત ભગવાન, આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સમર્થન કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો. 

અર્જુન ઉવાચ ।
પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્ ।
પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્ ॥૧૨॥
આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા ।
અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે ॥૧૩॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; પરમ્—પરમ; બ્રહ્મ—બ્રહ્મન; પરમ્—પરમ; ધામ—લોક; પવિત્રમ્—શુદ્ધ કરનાર; પરમમ્—પરમ; ભવાન્—આપ; પુરુષમ્—વિભૂતિ; શાશ્વતમ્—શાશ્વત; દિવ્યમ્—દિવ્ય; આદિ-દેવમ્—આદ્ય ભગવાન; અજમ્—અજન્મા; વિભુમ્—મહાન; આહુ:—(તેઓ) ઘોષિત કરે છે; ત્વામ્—આપ; ઋષય:—ઋષિઓ; સર્વે—સર્વ; દેવ-ઋષિ:-નારદ:—દેવર્ષિ નારદ; તથા—પણ; અસિત:—અસિત; દેવલ:—દેવલ; વ્યાસ:—વ્યાસ; સ્વયમ્—સ્વયં; ચ—અને; એવ—નિશ્ચય; બ્રવિષિ—તમે ઘોષણા કરો છો; મે—મને.

Translation

BG 10.12-13: અર્જુને કહ્યું: આપ પરમ દિવ્ય વિભૂતિ, પરમ ધામ, પરમ પવિત્ર, શાશ્વત ભગવાન, આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સમર્થન કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો. 

સર્વમેતદૃતં મન્યે યન્માં વદસિ કેશવ ।
ન હિ તે ભગવન્વ્યક્તિં વિદુર્દેવા ન દાનવાઃ ॥૧૪॥

સર્વમ્—સર્વ; એતત્—આ; ઋતમ્—સત્ય; મન્યે—હું સ્વીકારું છું; યત્—જે; મામ્—મને; વદસિ—તમે કહો છો; કેશવ—શ્રીકૃષ્ણ, કેશી નામક દૈત્યનાં સંહારક; ન—કદી નહીં; હિ—ખરેખર; તે—તમારા; ભગવન્—ભગવાન; વ્યકિતમ્—વ્યક્તિત્વ; વિદુ:—સમજી શકે છે; દેવા:—સ્વર્ગીય દેવો; ન—નહીં; દાનવા:—દાનવો.

Translation

BG 10.14: હે કૃષ્ણ! આપે જે કહ્યું તે સર્વનો સત્ય તરીકે હું પૂર્ણત: સ્વીકાર કરું છે. હે ભગવન્! ન તો દેવો કે ન તો દાનવો આપના વાસ્તવિક સ્વરૂપને સમજી શકે છે. 

સ્વયમેવાત્મનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ ।
ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે ॥૧૫॥

સ્વયમ્—સ્વયં; એવ—વાસ્તવમાં; આત્મના—પોતાની જાતે; આત્મનામ્—પોતાને; વેત્તા:—જાણો છો; ત્વમ્—તમે; પુરુષ-ઉત્તમ—પુરુષોત્તમ; ભૂત-ભાવન—સર્વ પ્રાણીઓના સર્જક; ભૂત-ઈશ—સર્વ જીવોના સ્વામી; દેવ-દેવ—દેવોના ભગવાન; જગત્-પતે—અખિલ બ્રહ્માંડના સ્વામી.

Translation

BG 10.15: હે પુરુષોત્તમ, સર્વ જીવોના સર્જક તથા સ્વામી, દેવોના ભગવાન તથા બ્રહ્માંડના સ્વામી, વાસ્તવમાં, કેવળ આપ જ આપની અંતરંગ શક્તિ દ્વારા સ્વયંને જાણો છો. 

વક્તુમર્હસ્યશેષેણ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ ।
યાભિર્વિભૂતિભિર્લોકાનિમાંસ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસિ ॥૧૬॥
કથં વિદ્યામહં યોગિંસ્ત્વાં સદા પરિચિન્તયન્ ।
કેષુ કેષુ ચ ભાવેષુ ચિન્ત્યોઽસિ ભગવન્મયા ॥૧૭॥

વક્તુમ્—વર્ણન કરવું; અર્હસિ—કૃપા કરો; અશેષેણ—પૂર્ણપણે; દિવ્ય:—દિવ્ય; હિ—નક્કી; આત્મ—તમારી પોતાની; વિભૂતય:—ઐશ્વર્યો; યાભિ:—જેના દ્વારા; વિભૂતિભિ:—ઐશ્વર્યો; લોકાન્—સર્વ લોકને; ઈમાન્—આ; ત્વમ્—આપ; વ્યાપ્ય—વ્યાપ્ત; તિષ્ઠસિ—નિવાસ; કથમ્—કેવી રીતે; વિદ્યામ્ અહમ્—હું જાણી શકું; યોગિન્—હે યોગમાયાના પરમ સ્વામી; ત્વામ્—આપ; સદા—સદા; પરિચિન્ત્યમ્—ધ્યાન કરતા; કેષુ—શામાં; ચ—તથા; ભાવેષુ—રૂપો; ચિંત્ય: અસિ—સ્મરણ કરવા; ભગવન્—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન; મયા—મારા વડે.

Translation

BG 10.16-17: જેના દ્વારા આપ સર્વ લોકોમાં વ્યાપ્ત રહો છો તથા નિવાસ કરો છો, આપના એ દિવ્ય ઐશ્વર્યો અંગે કૃપા કરીને વિસ્તૃતતાથી વર્ણન કરીને મને કહો. હે યોગના પરમ આચાર્ય, હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું? તથા હે પરમ દિવ્ય વિભૂતિ, ધ્યાનાવસ્થામાં હું આપના કયા રૂપોનું ચિંતન કરી શકું? 

વક્તુમર્હસ્યશેષેણ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ ।
યાભિર્વિભૂતિભિર્લોકાનિમાંસ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસિ ॥૧૬॥
કથં વિદ્યામહં યોગિંસ્ત્વાં સદા પરિચિન્તયન્ ।
કેષુ કેષુ ચ ભાવેષુ ચિન્ત્યોઽસિ ભગવન્મયા ॥૧૭॥

વક્તુમ્—વર્ણન કરવું; અર્હસિ—કૃપા કરો; અશેષેણ—પૂર્ણપણે; દિવ્ય:—દિવ્ય; હિ—નક્કી; આત્મ—તમારી પોતાની; વિભૂતય:—ઐશ્વર્યો; યાભિ:—જેના દ્વારા; વિભૂતિભિ:—ઐશ્વર્યો; લોકાન્—સર્વ લોકને; ઈમાન્—આ; ત્વમ્—આપ; વ્યાપ્ય—વ્યાપ્ત; તિષ્ઠસિ—નિવાસ; કથમ્—કેવી રીતે; વિદ્યામ્ અહમ્—હું જાણી શકું; યોગિન્—હે યોગમાયાના પરમ સ્વામી; ત્વામ્—આપ; સદા—સદા; પરિચિન્ત્યમ્—ધ્યાન કરતા; કેષુ—શામાં; ચ—તથા; ભાવેષુ—રૂપો; ચિંત્ય: અસિ—સ્મરણ કરવા; ભગવન્—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન; મયા—મારા વડે.

Translation

BG 10.16-17: જેના દ્વારા આપ સર્વ લોકોમાં વ્યાપ્ત રહો છો તથા નિવાસ કરો છો, આપના એ દિવ્ય ઐશ્વર્યો અંગે કૃપા કરીને વિસ્તૃતતાથી વર્ણન કરીને મને કહો. હે યોગના પરમ આચાર્ય, હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું? તથા હે પરમ દિવ્ય વિભૂતિ, ધ્યાનાવસ્થામાં હું આપના કયા રૂપોનું ચિંતન કરી શકું? 

વિસ્તરેણાત્મનો યોગં વિભૂતિં ચ જનાર્દન ।
ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મેઽમૃતમ્ ॥૧૮॥

વિસ્તરેણ—વિસ્તારપૂર્વક; આત્મન:—આપની; યોગમ્—દિવ્ય મહિમા; વિભૂતિમ્—ઐશ્વર્યો; ચ—પણ; જનાર્દન—શ્રીકૃષ્ણ, જીવોનાં પાલનકર્તા; ભૂય:—પુન:; કથય—વર્ણન કરો; તૃપ્તિ:—સંતોષ; હિ—કારણ; શ્રુણ્વત:—સાંભળતાં; ન—નથી; અસ્તિ—છે; મે—મને; અમૃતમ્—અમૃત.

Translation

BG 10.18: આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રાગટય અંગે મને પુન: વિસ્તારપૂર્વક કહો. હે જનાર્દન, આપના અમૃતનું શ્રવણ કરતાં મને કદાપિ તૃપ્તિ થતી નથી. 

શ્રીભગવાનુવાચ ।
હન્ત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ ।
પ્રાધાન્યતઃ કુરુશ્રેષ્ઠ નાસ્ત્યન્તો વિસ્તરસ્ય મે ॥૧૯॥

શ્રી-ભગવાન્ ઉવાચ—આનંદસ્વરૂપ ભગવાન બોલ્યા; હન્ત—હા; તે—તને; કથયિષ્યામિ—વર્ણન કરીશ; દિવ્ય:—દિવ્ય; હિ—નિશ્ચિત; આત્મ-વિભૂતય:—મારાં દિવ્ય ઐશ્વર્યો; પ્રાધાન્યત:—મુખ્યત્વે; કુરુ-શ્રેષ્ઠ—કુરુઓમાં શ્રેષ્ઠ; ન—નથી, અસ્તિ—છે; અંત:—સીમા; વિસ્તરસ્ય—વ્યાપક ઐશ્વર્યો; મે—મારા.

Translation

BG 10.19: આનંદસ્વરૂપ ભગવાન બોલ્યા: હે કુરુઓમાં શ્રેષ્ઠ, મારાં દિવ્ય ઐશ્વર્યોનું હું હવે સંક્ષિપ્તમાં વર્ણન કરીશ. કારણ કે તેની વ્યાપકતાની કોઈ સીમા નથી.

અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ ।
અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ ॥૨૦॥

અહમ્—હું; આત્મા—આત્મા; ગુડાકેશ—અર્જુન, નિદ્રા પર વિજય પ્રાપ્ત કરનાર; સર્વ-ભૂત—સર્વ જીવંત પ્રાણીઓ; આશય-સ્થિત:—હૃદયમાં સ્થિત; અહમ્—હું; આદિ:—પ્રારંભ; ચ—અને; મધ્યમ્—મધ્ય; ચ—અને; ભૂતાનામ્—સર્વ જીવો; અન્ત:—અંત; એવ—છતાં; ચ—પણ.

Translation

BG 10.20: હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત છું. હું સર્વ જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. 

આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષાં રવિરંશુમાન્ ।
મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી ॥૨૧॥

આદિત્યાનામ્—અદિતિનાં બાર પુત્રોમાંથી; અહમ્—હું; વિષ્ણુ:—ભગવાન વિષ્ણુ; જ્યોતિષામ્—સર્વ જ્યોતિઓમાં; રવિ:—સૂર્ય; અંશુ-માન્—તેજસ્વી; મરીચિ:—મરીચિ; મરુતામ્—મરુતોમાંથી; અસ્મિ—(હું) છું; નક્ષત્રાણામ્—તારોમાંથી; અહમ્—હું; શશી—ચંદ્રમા.

Translation

BG 10.21: અદિતિના બાર પુત્રોમાંથી હું વિષ્ણુ છું; જ્યોતિઓમાં હું સૂર્ય છું. મરુતોમાં હું મરીચિ છું અને રાત્રિના અવકાશમાં નક્ષત્રોમાં હું ચંદ્ર છું.  

વેદાનાં સામવેદોઽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ।
ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ॥૨૨॥

વેદાનામ્—વેદોમાં; સામ-વેદ:—સામવેદ; અસ્મિ—હું છું, દેવાનામ્—સર્વ સ્વર્ગીય દેવોમાં; અસ્મિ—હું છું; વાસવ:—ઇન્દ્ર; ઇન્દ્રિયાણામ્—ઇન્દ્રિયોમાં; મન:—મન; ચ—અને; અસ્મિ—હું છું; ભૂતાનામ્—જીવંત પ્રાણીઓમાં; અસ્મિ—હું છું; ચેતના—ચેતના.

Translation

BG 10.22: વેદોમાં હું સામવેદ છું અને સ્વર્ગીય દેવોમાં હું ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં હું મન છું; જીવંત પ્રાણીઓમાં હું ચેતના છું. 

રુદ્રાણાં શઙ્કરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્ ।
વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહમ્ ॥૨૩॥

રુદ્રાણામ્—સર્વ રુદ્રોમાં; શંકર:—ભગવાન શિવ; ચ—અને; અસ્મિ—હું છું; વિત્ત-ઈશ:—સંપત્તિના દેવ તથા સ્વર્ગીય દેવોના કોષાધ્યક્ષ; યક્ષ—આંશિક દિવ્ય રાક્ષસો; રાક્ષસામ્—દૈત્યોમાં; વસુનામ્—વસુઓમાં; પાવક:—અગ્નિ; ચ—અને; અસ્મિ—હું છું; મેરુ:—મેરુ પર્વત; શિખરિણામ્—પર્વતોમાં; અહમ્—હું છું.

Translation

BG 10.23: સર્વ રુદ્રોમાં મને શંકર જાણ; યક્ષોમાં હું કુબેર છું. સર્વ વસુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરુ છું.

પુરોધસાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ્ ।
સેનાનીનામહં સ્કન્દઃ સરસામસ્મિ સાગરઃ ॥૨૪॥

પુરોધસામ્—સર્વ પુરોહિતોમાં; ચ—અને; મુખ્યમ્—પ્રમુખ; મામ્—મને; વિદ્ધિ:—જાણ; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; બૃહસ્પતિમ્—બૃહસ્પતિ; સેનાનીનામ્—સર્વ સેનાપતિઓમાં પ્રમુખ; અહમ્—હું; સ્કન્દ:—કાર્તિકેય; સરસામ્—જળાશયોમાં; અસ્મિ—હું છું; સાગર:—સમુદ્ર.

Translation

BG 10.24: હે અર્જુન, સર્વ પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું; સેનાપતિઓના પ્રમુખમાં હું કાર્તિકેય છું; તથા જળાશયોમાં મને સમુદ્ર જાણ. 

મહર્ષીણાં ભૃગુરહં ગિરામસ્મ્યેકમક્ષરમ્ ।
યજ્ઞાનાં જપયજ્ઞોઽસ્મિ સ્થાવરાણાં હિમાલયઃ ॥૨૫॥

મહર્ષિણામ્—મહર્ષિઓમાં; ભૃગુ:—ભૃગુ; અહમ્—હું; ગિરામ્—વાણીમાં; અસ્મિ—હું છું; એકમ્ અક્ષરમ્—પ્રણવ, એકાક્ષર ઓમ; યજ્ઞનામ્—યજ્ઞોમાં; જપ-યજ્ઞ:—ભગવાનનાં દિવ્ય નામોનાં જપ અને સંકીર્તનનો યજ્ઞ; અસ્મિ—હું છું; સ્થાવરાણામ્—સ્થાવર પદાર્થોમાં; હિમાલય:—હિમાલય.

Translation

BG 10.25: મહર્ષિઓમાં હું ભૃગુ છું અને ધ્વનિમાં હું દિવ્ય એકાક્ષરી ઓમ (ૐ) છું. યજ્ઞોમાં મને જપ-યજ્ઞ (પવિત્ર નામોનું કીર્તન) જાણ તથા સર્વ અચળ પદાર્થોમાં હું હિમાલય છું. 

અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ ।
ગન્ધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ ॥૨૬॥

અશ્વત્થ:—વડનું વૃક્ષ; સર્વ-વૃક્ષાણામ્—સર્વ વૃક્ષોમાં; દેવ-ઋષિણામ્—દેવર્ષિઓમાં; ચ—અને; નારદ:—નારદ; ગન્ધર્વાણામ્—સર્વ ગન્ધર્વોમાં; ચિત્રરથ:—ચિત્રરથ; સિદ્ધાણામ્—સિદ્ધોમાંથી; કપિલ: મુનિ:—કપિલમુનિ.

Translation

BG 10.26: વૃક્ષોમાં હું વડનું વૃક્ષ છું; દેવર્ષિઓમાં હું નારદ છું. ગંધર્વોમાં હું ચિત્રરથ છું તથા સિદ્ધોમાં હું કપિલ મુનિ છું. 

ઉચ્ચૈઃશ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ્ ।
ઐરાવતં ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપમ્ ॥૨૭॥

ઉચ્ચૈ:શ્રવસમ્—ઉચ્ચૈ:શ્રવા; અશ્વાનામ્—અશ્વોમાંથી; વિદ્ધિ—જાણ; મામ્—મને; અમૃત-ઉદ્ભવમ્—સમુદ્રમંથનમાંથી ઉદ્દભવેલું અમૃત; ઐરાવતમ્—ઐરાવત; ગજ-ઈન્દ્રાણામ્—ભવ્ય ગજરાજોમાં; નરાણામ્—નરોમાંથી; ચ—અને; નર-અધિપમ્—નૃપ.

Translation

BG 10.27: અશ્વોમાં મને ઉચ્ચૈ:શ્રવા જાણ, જે અમૃત માટે થયેલાં સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું નૃપ છું. 

આયુધાનામહં વજ્રં ધેનૂનામસ્મિ કામધુક્ ।
પ્રજનશ્ચાસ્મિ કન્દર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ ॥૨૮॥

આયુધાનામ્—સર્વ શાસ્ત્રોમાં; અહમ્—હું; વજ્રમ્—વજ્ર; ધેનુનામ્—ગાયોમાંથી; અસ્મિ—હું છું; કામધુક્—કામધેનુ; પ્રજન:—સંતાનોત્પત્તિનું કારણ; ચ—અને; અસ્મિ—હું છું; કન્દર્પ:—કામદેવ; સર્પાણામ્—સર્પોમાંથી; અસ્મિ—હું છું; વાસુકિ:—વાસુકિ નામનો સાપ.

Translation

BG 10.28: હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં કામધેનુ છું. પ્રજોત્પત્તિનાં કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું; સર્પોમાં વાસુકિ છું. 

અનન્તશ્ચાસ્મિ નાગાનાં વરુણો યાદસામહમ્ ।
પિતૄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહમ્ ॥૨૯॥

અનંત:—અનંત; ચ—અને; અસ્મિ—હું છું; નાગાનામ્—નાગોમાં; વરુણ:—વરુણ, જળના સ્વર્ગીય દેવ; યાદસામ્—સર્વ જળચરોમાં; અહમ્—હું; પિતૃણામ્—પિતૃઓમાં; અર્યમા—અર્યમા; ચ—અને; અસ્મિ—હું છું; યમ:—યમ, મૃત્યુનાં સ્વર્ગીય દેવ; સંયમતામ્—સર્વ નિયામકોમાં; અહમ્—હું.

Translation

BG 10.29: સર્વ નાગોમાં હું અનંત છું; સર્વ જળચરોમાં હું વરુણ છું. સર્વ દિવંગત પૂર્વજોમાં હું અર્યમા છું; સર્વ કાયદાના નિયામકોમાં હું મૃત્યુનો દેવ, યમરાજ છું. 

પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહમ્ ।
મૃગાણાં ચ મૃગેન્દ્રોઽહં વૈનતેયશ્ચ પક્ષિણામ્ ॥૩૦॥

પ્રહલાદ:—પ્રહલાદ; ચ—અને; અસ્મિ—હું છું; દૈત્યાનામ્—દૈત્યોમાં; કાલ:—સમય; કલયતામ્—નિયંત્રકોમાં; અહમ્—હું; મૃગાણામ્—પ્રાણીઓમાં; ચ—અને; મૃગ-ઇન્દ્ર:—સિંહ; અહમ્—હું; વૈનતેય:—ગરુડ; ચ—અને; પક્ષિણામ્—પક્ષીઓમાં.

Translation

BG 10.30: દૈત્યોમાં હું પ્રહલાદ છું; સર્વ નિયંત્રકોમાં હું સમય છું. પ્રાણીઓમાં મને સિંહ અને પક્ષીઓમાં ગરુડ જાણ. 

પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામહમ્ ।
ઝષાણાં મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી ॥૩૧॥

પવન:—પવન; પવતામ્—પવિત્ર કરનારાઓમાં; અસ્મિ—હું છું; રામ:—પરશુરામ; શસ્ત્ર-ભૃતામ્—શસ્ત્રધારીઓમાં; અહમ્—હું છું; ઝષાણામ્—સર્વ જળચરોમાં; મકર:—મગર; ચ—પણ; અસ્મિ—હું છું; સ્રોતસામ્—વહેતી નદીઓમાં; અસ્મિ—હું છું; જાહ્નવી—ગંગા નદી.

Translation

BG 10.31: પવિત્ર કરનારામાં હું વાયુ છું તથા શસ્ત્રધારીઓમાં હું પરશુરામ છું. જળચરોમાં હું મગર છું અને વહેતી નદીઓમાં હું ગંગા છું. 

સર્ગાણામાદિરન્તશ્ચ મધ્યં ચૈવાહમર્જુન ।
અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં વાદઃ પ્રવદતામહમ્ ॥૩૨॥

સર્ગાણામ્—સર્વ સર્જનોમાં; આદિ:—પ્રારંભ; અંત:—અંત; ચ—અને; મધ્યમ્—મધ્ય; ચ—અને; એવ—વાસ્તવમાં; અહમ્—હું; અર્જુન—અર્જુન; અધ્યાત્મ-વિદ્યા—અધ્યાત્મ વિજ્ઞાન; વિદ્યાનામ્—વિદ્યાઓમાં; વાદ:—તાર્કિક નિષ્કર્ષ; પ્રવદતામ્—તર્કોમાં; અહમ્—હું.

Translation

BG 10.32: હે અર્જુન, મને સર્વ સર્જનોનો આદિ, મધ્ય તથા અંત જાણ. વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું તથા તર્કોમાં હું તાર્કિક નિષ્કર્ષ છું. 

અક્ષરાણામકારોઽસ્મિ દ્વન્દ્વઃ સામાસિકસ્ય ચ ।
અહમેવાક્ષયઃ કાલો ધાતાહં વિશ્વતોમુખઃ ॥૩૩॥

અક્ષરાણામ્—અક્ષરોમાં; અ-કાર:—પ્રથમ અક્ષર ‘અ’; અસ્મિ—હું છું; દ્વન્દ્વ:—દ્વન્દ્વ; સામાસિકસ્ય—વ્યાકરણીય સંયોજનોમાં; ચ—અને; અહમ્—હું; એવ—કેવળ; અક્ષય:—અનંત; કાલ:—કાળ; ધાતા—સ્રષ્ટાઓમાં; અહમ્—હું; વિશ્વત:-મુખ:—બ્રહ્મા.

Translation

BG 10.33: હું સર્વ અક્ષરોમાં પ્રથમ અક્ષર ‘અ’ છું; હું સમાસોમાં દ્વન્દ્વ શબ્દ છું. હું અક્ષયકાળ છું તથા સ્રષ્ટાઓમાં બ્રહ્મા છું. 

મૃત્યુઃ સર્વહરશ્ચાહમુદ્ભવશ્ચ ભવિષ્યતામ્ ।
કીર્તિઃ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા ॥૩૪॥

મૃત્યુ:—મૃત્યુ; સર્વ-હર:—સર્વભક્ષી; ચ—અને; અહમ્—હું; ઉદ્ભવ:—ઉત્પત્તિ; ચ—અને; ભવિષ્યતામ્—ભવિષ્યમાં થનારી વસ્તુઓ; કીર્તિ:—કીર્તિ; શ્રી:—સમૃદ્ધિ; વાક્—વાણી; ચ—અને; નારીણામ્—સ્ત્રૈણ ગુણોમાં; સ્મૃતિ:—સ્મૃતિ; મેધા—બુદ્ધિ; ધૃતિ:—સાહસ; ક્ષમા—ક્ષમા.

Translation

BG 10.34: હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારું મૂળ હું છું. સ્ત્રૈણ ગુણોમાં હું કીર્તિ, સમૃદ્ધિ, વાણી, સ્મૃતિ, મેધા, સાહસ અને ક્ષમા છું.  

બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છન્દસામહમ્ ।
માસાનાં માર્ગશીર્ષોઽહમૃતૂનાં કુસુમાકરઃ ॥૩૫॥

બૃહત્-સામ્—બૃહત્ સામ; તથા—અને, સામ્નામ્—સામવેદનાં સ્તોત્રોમાં; ગાયત્રી—ગાયત્રી મંત્ર; છન્દસામ્—કાવ્યમય છંદોમાં; અહમ્—હું; માસાનામ્—બાર મહિનાઓમાં; માર્ગ-શીર્ષ—નવેમ્બર-ડીસેમ્બરમાં આવતો માગશર મહિનો; અહમ્—હું; ઋતુનામ્—સર્વ ઋતુઓમાં; કુસુમ-આકર:—વસંત.

Translation

BG 10.35: સામવેદનાં સ્તોત્રોમાં મને બૃહત્સામ જાણ; સર્વ કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું. હિંદુ પંચાંગનાં બાર મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું તથા ઋતુઓમાં હું પુષ્પોને ખીલવતી વસંત છું. 

દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ।
જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ ॥૩૬॥

દ્યુતમ્—જુગાર; છલયતામ્—સર્વ ઠગોમાં; અસ્મિ—હું છું; તેજ:—તેજ; તેજસ્વીનામ્—તેજસ્વીઓમાં; અહમ્—હું; જય:—વિજય; અસ્મિ—હું છું; વ્યવસાય:—દૃઢ સંકલ્પ; અસ્મિ—હું છું; સત્ત્વમ્—ગુણ; સત્ત્વ-વતામ્—ગુણવાનોમાં; અહમ્—હું.

Translation

BG 10.36: કપટીઓના દ્યુતમાં તથા તેજસ્વીઓમાં તેજ હું છું. વિજયીઓમાં હું વિજય છું, સંકલ્પમાં દૃઢતા છું તથા ગુણવાનોમાં ગુણ છું.

વૃષ્ણીનાં વાસુદેવોઽસ્મિ પાણ્ડવાનાં ધનઞ્જયઃ ।
મુનીનામપ્યહં વ્યાસઃ કવીનામુશના કવિઃ ॥૩૭॥

વૃષ્ણીનામ્—વૃષ્ણીઓનાં વંશજોમાં; વાસુદેવ:—કૃષ્ણ, વાસુદેવ પુત્ર; અસ્મિ—હું છું; પાણ્ડવાનામ્—પાંડવોમાં; ધનંજય:—અર્જુન, ધનનો વિજેતા; મુનીનામ્—મુનિઓમાં; અપિ—પણ; અહમ્—હું; વ્યાસ:—વેદ વ્યાસ; કવીનામ્—મહાન વિચારકોમાં; ઉશના—શુક્રાચાર્ય; કવિ:—વિચારક.

Translation

BG 10.37: વૃષ્ણીઓના વંશજોમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું. મુનિઓમાં મને વેદ વ્યાસ તથા મહાન વિચારકોમાં શુક્રાચાર્ય જાણ.  

દણ્ડો દમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ્ ।
મૌનં ચૈવાસ્મિ ગુહ્યાનાં જ્ઞાનં જ્ઞાનવતામહમ્ ॥૩૮॥

દંડ:—દંડ; દમયતામ્—અરાજકતાનાં સાધનોમાં; અસ્મિ—હું છું; નીતિ:—નૈતિકતા; અસ્મિ—હું છું; જિગીષતામ્—વિજય ઈચ્છનારાઓમાં; મૌનમ્—મૌન; ચ—અને; એવ—તેમજ; અસ્મિ—હું છું; ગુહ્યાનામ્—રહસ્યોમાં; જ્ઞાનમ્—જ્ઞાન; જ્ઞાન-વતામ્—જ્ઞાનીજનોમાં: અહમ્—હું.

Translation

BG 10.38: અરાજકતાને અટકાવવા માટેનાં માધ્યમોમાં હું દંડ છું અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે, તેઓમાં નીતિ છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીજનોમાં હું તેમનું જ્ઞાન છું. 

યચ્ચાપિ સર્વભૂતાનાં બીજં તદહમર્જુન ।
ન તદસ્તિ વિના યત્સ્યાન્મયા ભૂતં ચરાચરમ્ ॥૩૯॥

યત્—જે; ચ—અને; અપિ—પણ; સર્વ ભૂતાનામ્—સર્વ પ્રાણીઓમાં; બીજમ્—જીવોના જનક; તત્—તે; અહમ્—હું; અર્જુન—અર્જુન, ન—નહીં; તત્—તે; અસ્તિ—છે; વિના—રહિત; યત્—જે; સ્યાત્—હોય; મયા—મને; ભૂતમ્—પ્રાણી; ચર-અચરમ્—જંગમ અને સ્થાવર.

Translation

BG 10.39: હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનું જનક બીજ છું. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. 

નાન્તોઽસ્તિ મમ દિવ્યાનાં વિભૂતીનાં પરન્તપ ।
એષ તૂદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા ॥૪૦॥

ન—નથી; અન્ત:—અંત; અસ્તિ—છે; મમ—મારા; દિવ્યાનામ્—દિવ્ય; વિભૂતીનામ્—પ્રાગટ્યો; પરંતપ—અર્જુન, શત્રુઓ પર વિજય મેળવનાર; એષ:—આ; તુ—પરંતુ; ઉદ્દેશત:—કેવળ એક અંશ; પ્રોક્ત:—ઘોષણા કરી; વિભૂતે:—મારાં ઐશ્વાર્યોનો; વિસ્તર:—વિસ્તાર; મયા—મારા દ્વારા.

Translation

BG 10.40: હે પરંતપ, મારા દિવ્ય પ્રાગટ્યોનો અંત નથી. મેં તારી પાસે જે પ્રગટ કર્યું છે, તે મારા અનંત ઐશ્વર્યોની એક ઝાંખી છે.  

યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા ।
તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોંઽશસમ્ભવમ્ ॥૪૧॥

યત્ યત્—જે જે (કંઈ), વિભૂતિમત્—ઐશ્વર્ય; સત્ત્વમ્—અસ્તિત્વ; શ્રી-મત્—સુંદર; ઊર્જીતમ્—તેજસ્વી; એવ—પણ; વા—અથવા; તત્ તત્—તે તે (સર્વ); એવ—કેવળ; અવગચ્છ—જાણ; ત્વમ્—તુ; મમ—મારાં; તેજ:—તેજ; અંશ—અંશ; સમભવમ્—ઉત્પન્ન.

Translation

BG 10.41: તું જે કંઈ સૌંદર્ય, ઐશ્વર્ય અથવા તેજસ જોવે, તેને મારા તેજના અંશમાંથી ઉત્પન્ન એક તણખો જાણ. 

અથવા બહુનૈતેન કિં જ્ઞાતેન તવાર્જુન ।
વિષ્ટભ્યાહમિદં કૃત્સ્નમેકાંશેન સ્થિતો જગત્ ॥૪૨॥

અથવા—અથવા; બહુના—વિસ્તૃત; એતેન—આ દ્વારા; કિમ્—શું; જ્ઞાતેન તવ—તમારા દ્વારા જાણી શકાય; અર્જુન—અર્જુન; વિષ્ટભ્ય—વ્યાપ્ત અને આધાર; અહમ્—હું; ઈદમ્—આ; કૃત્સ્નમ્—સમગ્ર; એક—એક દ્વારા; અંશેન—અંશ; સ્થિત:—સ્થિત; જગત્—સૃષ્ટિ.

Translation

BG 10.42: હે અર્જુન, આ સર્વ વિસ્તૃત જ્ઞાનની શું આવશ્યકતા છે? કેવળ એટલું જ જાણ કે હું મારા એક અંશમાત્રથી આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહું છું અને તેને ધારણ કરું છું. 




Comments

Popular posts from this blog

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો