ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,
હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા.
માતા જશોદા કુંવર કહાન ઘેર આવ્યા,
ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે…….
ઉતારો…
કૂબડાને રૂપવંતા કીધા, વેદોને મનગમતાં લીધા,
અનેક દૈત્ય સંહાર્યા, ભક્તજનોના ફેરા ટાળ્યા …….
ઉતારો…
કૂબજા દાસી ચરણે રાખી, વેદવ્યાસ ઉગાર્યા રે,
કચ્છરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી…….
ઉતારો…
નાગ નેતરે મંથન કરી, મેરુનો રવૈયો કરીને;
દેવ દૈત્યને સામા ધરીને, ચૌદ રત્નો કાઢ્યાં રે …….
ઉતારો…
ધાઇને ધનવંતો કીધો, વેગ કરીને શરણે લીધો;
જળમાં નારી ભોરિંગ પરણ્યા, જયકાર વરતાવ્યો રે…….
ઉતારો…
નરસિંહ રૂપે નહોર વધાર્યા, હિરણ્યાકંસને માર્યો;
પ્રહલાદને પોતાનો કીધો, અગ્નિથી ઉગાર્યો …….
ઉતારો…
પરશુરામે ફરસી ફેરવી, પૃથ્વીને નક્ષત્રી કીધી;
સહસ્ત્રાર્જુનના હાથ કાપ્યા, ધેનુની વહાર કીધી રે…….
ઉતારો…
ગઢલંકાનો કિલ્લો તોડ્યો, દશમસ્તકનો રાવણ માર્યો;
વિભીષણને રાજ આપ્યું, સીતાને વાળી લાવ્યા રે…….
ઉતારો…
પાતાળે જઇ નાગને નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં;
કાળી નાગનું દમન કરીને, કુંડલ ભારો લાવ્યા રે…….
ઉતારો…
નવમે બુદ્ધા રૂપ ધરીને, અંજપાનો જાપ જપીને,
રણુંકારમાં રસિયા થઇને સૌ ભક્તોને તાર્યા રે…….
ઉતારો…
દશમે તો દયા કરીને નામ નકલંકી રૂપ ધરીને,
આત્મરાજ્યસ્થિર કરશે ને, ભક્તોએ ગુણ ગાયા રે…….
ઉતારો…
Comments
Post a Comment