શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો _1618996357

 

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો.. 
દયા કરી દર્શન શિવ આપો...
 
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા..
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો... દયા કરી...

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી..
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો... દયા કરી...

નેતિ નેતિ જ્યાં વેદ વદે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે..
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો... દયા કરી...

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી..
થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો... દયા કરી...
 
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું..
મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો... દયા કરી...
 
ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો..
ગાળો માનવ મદા, ટાળો ગર્વ સદા, ભક્તિ આપો... દયા કરી..

Comments

Popular posts from this blog

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો