ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

Audio Button ફોટા ક્લિક કરો
Play Button 3D Audio Player

3D Audio Player



   





ગાયત્રી શતક પાઠ
 સાખી : ૐ ભૂઃ ભુવઃ સ્વઃ મહિમાવંત તું માત , મા ગાયત્રી ભગવતી , પ્રણમું જોડી હાથ
૧ મા ગાયત્રી ગુણ ભંડાર , કરૂં પ્રીતેથી નમસ્કાર મનોહર મુર્તિ પંચ - આનન , રકત વસ્ત્રને હંસ વાહન
 ૨ શંખ , ચક્ર , દંડને પાશ , વરદ મુદ્રા અને શુભ કપાલ   
ગદા , ફરસી , દ્વિ - પદ્મ હાથ ,કમલાસન તારૂં છે માત 
૩.માથે મુગટ ઝાકઝમાળ , કોટે શોભે કુલની માળ
રત્નકંકણ ને પાય નૂપુર , શશી વદન સુ - હાસ્ય મધુર 
૪ કુમકુમ કેસરની છે આડ , બાલ ઇન્દુની શોભા અપાર 
કાળાને વાંકડીયા કેશ , આંખ અણિયાળી અનિમેષ
 ૫ નાકે વાળી કુંડળ કાન , અદ્ભૂત કાન્તિ રૂપની ખાણ , 
ધરતાં ધ્યાન થાય પ્રકાશ , અજ્ઞાન તિમિરનો થાયે નાશ
 ૬ વેદમાતા તારૂં છે નામ , ઋષિ - મુનિ કરે પ્રણામ
 બ્રહ્મા , વિષ્ણુ ને મહેશ , તુજને વખાણે હર હંમેશ
૭ તેત્રીસ કોટી દેવો જેહ , ગાયે ગુણલા તારા તેહ અણુ અણુમાં તારો વાસ , પરમાણુમાં તારો પ્રકાશ 
૮ ત્રિલોકમાં તારો સંચાર , ચોદ બ્રહ્માંડનો તું આધાર 
શશી - સૂર્યમાં તારાં તેજ , તારાઓ તુજ વિણ નિસ્તેજ
 ૯ સર્જન , પાલન ને સંહાર , કરે ક્ષણમાં તું નિરધાર
 તારા ક્રોધે કંપે કાળ , ડોલી ઉઠે દશે દિગપાલ
૧૦ ચંડ - મુંડનો વાળ્યો ઘાણ , મહિષાસુરનો લીધો પ્રાણ
 રકત બીજનો કર્યો સંહાર , શંભુ નિશંભુને માર્યા ઠાર
 ૧૧ શક્તિ તારી અપરંપાર , ઝળહળ જ્યોતિ તેજ અપાર
 કલા કમલા બ્રહ્માણી તું શીવા , શાંભવી ,રૂદ્રાણી તું 
૧૨ ગૌ ગૌરી ગાયત્રી તું , સંધ્યાને સાવિત્રી તું જગત જનની જગદંબા દુર્ગા , ચંડી , ચામુંડા
 ૧૩ મંગલ કરણી મહેશ્વરી માત , માતંગીમા તું વિખ્યાત 
કાલ રાત્રી કુષ્માંડા તું , આનંદદાયી આનંદા તું 
૧૪ બુધ્ધિ પ્રજાને તું વાણી કલા કાન્તિને કલ્યાણી ભીડ ભંજનીને ભુવનેશ્વરી સિદ્ધિદાતા સિદ્ધેશ્વરી
૧૫ પરમ પુનિતા પરમેશ્વરી મહામાયા ને સુરેશ્વરી વૈષ્ણવી ને વાઘેશ્વરી તું વિદ્યાને વિશ્વેશ્વરી
 ૧૬ સુષુમણા ને પીંગલા તું કુંડલીનીને ઇંગલા તું ચિત્રા પુષાને શંખિની હસ્ત જિહ્વાને પયસ્વિની ૧૭.પરા અંબાને પ્રકૃતિ તું સ્વપ્ન જાગ્રત સુષુપ્તી તું 
તુરિયા સમાધિ તારૂં રૂપ જ્ઞાન ક્રિયાને ઇચ્છા સ્વરૂપ 
૧૮ હિરણ્યમયી હરિણાક્ષીમા પદ્માને પદ્માક્ષી તું તું નંદાને તું નીલા નારાયણીને નિરમલા
  ૧૯ પર્વતનંદિની પાર્વતી તું સીતા સત્યાને સતીતું તું ભવાની ભગવતી ભવવલ્લભા ભાગીરથી
 ૨૦ અન્નપૂર્ણા રૂપે તું મા જઠરાગ્નિને કરતી શાંત દયા શાન્તિ તારૂં છે નામ દીન દુ : ખીઓનો તું વિશ્રામ
 ૨૧ જયા વિજયા વિધાતા તું સુર સુંદરી સુખદાતા તું  
ગંડકી ગોદાવરી તારૂં નામ તું સરસ્વતી કરૂં પ્રણામ 
૨૨ તું કૃષ્ણા તું તુંગભદ્રા , તું કાવેરી અલકનંદા તારું રૂપ યમુનાનાં નીર સરયુ સીંધુ ધીર ગંભીર
૨૩ ગંગા ગોમતી નર્મદા આપ ધોઇ રહ્યાં છો જગનાં પાપ
 સહસ્ત્ર નામો તારાં માત વર્ણન કરતાં લાગે થાક
 ૨૪ તુજથી જમ્યા ચાર વેદ એ શું પામે તારો ભેદ?  
તુજ શક્તિનો થાય પ્રવેશ , ધારે ધરણી શીર પર શેષ 
૨૫ છોડી દીધાં બીજાં કામ નથી લેતા નારદ વિશ્રામ 
વિત્યો કલ્પો કંઇક હજાર તો પણ પામ્યા ના એ પાર 
૨૬ અલ્પ મતિ હું માનવ જાત અલ્પ આયુષ્ય મારૂ છે મા
 કેમ કરીને પામું પાર અખૂટ શક્તિનો તું ભંડાર
 ૨૭ જોડ મળે ના જગમાં માત સરખાવું હું કોની સાથ ?
 કામધેનુ ને કલ્પવૃક્ષ ચિંતામણી છે અદ્ભૂત ! 
૨૮ તુજ કૃપાનું પામે બળ ત્યારે આપે એ માગ્યું ફળ 
તુજમાં વસ્યું સઘળું ત્રિલોક ઉપમા અલગ ખોળું તે ફોક
 ૨૯ તુજ મંત્રનો અધિક પ્રતાપ જપતાં ટળે સહુ સંતાપ
 ત્રિવિધ તાપ સ્ટેજે ટળે કોટી જનમનાં પાપો બળે 
૩૦ ધર્મ મોક્ષ કામને અર્થ વાર ન લાગે મળે તુર્ત  વશ વર્તી સિદ્ધિઓ અષ્ટ, નવ નિધિ તો કાપે કષ્ટ
૩૧ વિયોગીના ટળે વિયોગ,ભોગીઓને મળે ભોગ રોગીના તો રોગ ટળે ધનેચ્છુને ધન મળે
 ૩૨ વાંઝીયાં રમાડે પુત્ર રત્ન, બંધીજનનાં છુટે બંધન
સહુ સંકટનો થાયે નાશ,દુ:ખ દારિદ્ર ન આવે પાસ 
૩૩ બુદ્ધિહીનને મળે બુદ્ધિ પામે વિદ્યા વિદ્યાર્થી કન્યા કુંવારી રટણ કરે , ઇચ્છીત વર એ તો વરે 
૩૪ સમરે સોહગણ એક ચિત્ત અખંડ સૌભાગ્ય રહે ખચિત 
વિધવા નાર કરે સ્મરણ,ધર્મ મય વિતે જીવન
 ૩૫ જાપ જપે મોટા વિદ્વાન, પામે જગમાં આદરમાન
 ક્ષત્રી તારૂં સ્મરણ કરે નિર્ભય થઇને સઘળે ફરે
 ૩૬ વૈશ્ય તારૂં કરે ચિંતન, મળે વેપાર અઢળક ધન
 તુજ ગુણ મહિમા સિંધુ સ્વરૂપ જગત સર્વે છે પક્ષીરુપ 
૩૭ ચંચુપાત ખાલી ન થાય કરે સાહસ તે મૂર્ખ ગણાય 
હાર્યા સમર્થ યોગી રાય હું પામર શા લેખા માં?
૩૮"મા"" મા"" મા" નો કરું ઉચ્ચાર, આવડે નહીં બીજું લગાર 
હું અભણ ને ભાષા અશુદ્ધ મંદમતિનો છું અબુધ
૩૯ નથી વ્યાકરણનો કર્યો અભ્યાસ, જાણુના મા સંધિ સમાસ 
પુરુશ્ચરણને અનુષ્ઠાન,નથી કરવાને શકિતમાન , 
૪૦ નથી પૂજન વિધિનું ભાન,નથી મંત્ર તંત્રનું જ્ઞાન હું બાળક ને તું છે મા , એ હક્કથી માંગુ છું મા ૪૧ નાહી ધોઇને થઇ પવિત્ર,ધ્યાન ધરે તારૂં એક ચિત્ત
 શુભ યોગ સૂર્યનો વાર,પાઠ કરે શતકના શતવાર 
૪૨ સો રવિવાર પૂર્ણ થાય ,પૂરણ કરે તેની ઇચ્છાય
 સો દિવસ એકી સંગાથ,કરે સંકલ્પ મનની સાથ
 ૪૩ પાઠ કરે રાખી વિશ્વાસ,પૂરી કરે તેની આશ એકલ પંડે જાતાં વાટ,સંધિકાળ હોય કે મધરાત ૪૪ શતકનો જે કરે પાઠ,કરે રક્ષણ તેનું માત 
ભૂત - પ્રેતને મંત્ર- મારણ,તેનાથી મા કરે રક્ષણ 
૪૫ ત્રિપદા તું તારૂણી,માત સંકટ સમયમાં દે છે સાથ 
હું અજ્ઞાની અવગુણ અપાર,તો પણ તારો છું બાળ
 ૪૬.વ્યસની,પાપી ને ક્રોધી,શઠ લંપટને હું લોભી
 અનેક મારા છે અપરાધ,મા ગાયત્રી કરજે માફ
૪૭.હોય ભલે હજારો દોષ,તો પણ મા તું કરીશ ના રોષ
 ગાંડો ઘેલો બુદ્ધિહીન,આવ્યો શરણે બનીને દીન
 ૪૮ જગત સ્વાર્થી મારે છે લાત,કોને શરણે જાવું માત ? 
નથી મારો કોઇ આધાર,બની ગયો છું નિરાધાર
 ૪૯ દીન જનોનું શરણું તું,મીઠું અમૃત ઝરણું તું મા મને તારો વિશ્વાસ,અંતે આવ્યો તારી પાસ
 ૫૦ શરણે લેજે મુજને માત,હાથ ઝાલીને કરજે સનાથ
હૃદય - કમળમાં કરજે વાસ,પૂરી કરજે સૌની આશ
 પાઠ શતકનો શ્રદ્ધા થકી થાયે જો શતવાર મા ગાયત્રી કૃપા થકી થાયે જય - જયકાર 
Multimedia Viewer

ગાયત્રી ચાલીસા

Sample Image

Comments

Popular posts from this blog

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો