ભજન
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે ... અખિલ બ્રહ્માંડમાં.
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા !
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે ... અખિલ બ્રહ્માંડમાં.
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે ... અખિલ બ્રહ્માંડમાં.
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે ... અખિલ બ્રહ્માંડમાં.
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના,
પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે ... અખિલ બ્રહ્માંડમાં.
- નરસિંહ મહેતા
મારી હૂંડી સ્વીકારો
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે…
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી
ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે…
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે…
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી
રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર,
બેટા-બેટી વળાવીયા રે…
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી
ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે…
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી
તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી
હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી
હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે…
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
શિવજીની આરતી
જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) અર્ધાગી ધારા.
ॐ હર હર હર મહાદેવ
અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન...
હંસાનન ગરૂડાસન (2) વૃષવાહન સાજે, જય શિવ
દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે, શિવ દસ ભુજ...
તીનો રૂપ નિરખતાં (2) ત્રિભુવન જન મોહે, જય શિવ
અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી, શિવ રુણ્ડમાલા...
ચંદન મૃગમદ સોહે (2) ભાલે શુભ કારી, ॐ જય શિવ
શ્વેતાંબર પીતામ્બર, વાધામ્બર અંગે, શિવ વાઘામ્બર...
સનકાદિક બ્રહ્માદિક (2) ભુતાદિક સંગે, ॐ જય શિવ
લક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે, શિવ પાર્વતી..
અર્ધાંગી અરુ ત્રિભંગી (2) સિર સોહત ગંગે, ॐ જય શિવ
કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા, શિવ ચક્ર..
જગકર્તા, જગભર્તા (2) જગકા સંહર્તા, ॐ જય શિવ
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા, શિવ જાનત..
પ્રણવ અક્ષર મધ્યે (2) યે તીનો એકા, ॐ જય શિવ
ત્રિગુણ શીવજી કી આરતી, જો કોઇ ગાવે, શિવ જો કોઇ....
કહત શિવાનન્દ સ્વામી ! (2) મનવાંછિત ફલ પાવેં, ॐ જય શિવ
Comments
Post a Comment