સત્યનારાયણ કથા


 

*કથાનો સામાન*

બાજઠ, સફેદ કાપડ, સત્યનારાયણની મૂર્તિ, નાની થાળી 
નાનુ બાજઠ કે પાટલો, લાલ કપડુ ,ગણપતિની મૂર્તિ, નાની થાળી કે તરભાણુ 
તાંબાનો કળશ, નાળળયેર-૧, અગરબત્તી, એનું સ્ટેન્ડ, કકુ (એક વાડકીમાં) 
રૂ, ઘી, દિવાસળી, ત્રણ દીવા, છૂટાં ફૂલ, ફૂલના હાર 
થાળી-૨ ( ફૂલ માટે અને પૂજાના સામાન માટે ), 
વાડકી-૩, ચમચી- ૨, એક મોટો ચમચો 
આખી કાચી સોપારી-૧૨, નાડાછડી, દુર્વા, પચપલ્લવ(૧-૧ પાંચ જાતિનાં નાનાં પાંદડાં-કળશની અંદર નાખવા માટે), પાંચધાન્ય (પાંચ જાતિનું અનાજ-એક ચપટી), 
આાંબાનાં પાન-પાંચ (કળશ માટે) 
અબીલ, ગુલાલ, ચાંદન, સિંદૂર, ગુલાબજળ 
દૂધ, દહીં, ઘી, મધ, સાકર (થોડું થોડું અલગ અલગ નાની વાડકીમાં) 
નાગરવેલ(ખાવા)નાં પાન, એલચી, લવીંગ 
પ્રસાદ, આરતી, કપુર, ૫-૧૦ સેન્ટના થોડા સિક્કા
ચોખા-૫૦૦ ગ્રામ, તુંલસીપત્ર નગ ૧૧૦૦ ( મળી શકે તો ) 
પાંચ- સાત તાજાં ફળ 

નોંધઃ દેશ અને કાળ અનુ સાર જે સામાન મળી શકે તેમ હોય તે મેળવી પૂજાકરી શકાય. જે ન મળી શકે તેમ હોય તેની અવેજીમાં ચોખા વાપરી શકાય.

*ગણપતિ પૂજન*

ધ્યાન :
ॐ गजाननं भूतगणादि सेवितं कपित्थ जांबुफल चारु भक्षणम्|
उमासुत शोकविनाशकारकं नमामी विघ्नेश्वर पादपंकजम् ||
ॐ सिद्धिबुद्धि सहित श्री गणेशाय नमः गणेशं ध्यायामि||

આહ્વાનં-હાથમાં ચોખા લેવા.
आह्वायामि देवेशं गणराजं चतुर्भुजम् |
सिद्धिबुद्धि समायुक्तं देवानां प्रीति वर्धनम् ||
ॐ सिद्धिबुद्धि सहित श्री गणेशाय नमः गणेशं ध्यायामि ||

ચોખા વધાવી દેવા.
સ્મરણ- હાથમાં ફુલ લેવું.
नमस्तस्मै गणेशाय सर्व विध्न विनाशिने |
कार्यारंभेषु सर्वेषु पूजितो यः सुरैरपि ||

सुमुखश्चैक दंतश्च कपिलो गजकर्णकः |
लंबोदरश्च विकटो विघ्ननाशो विनायकः ||

धुम्रकेतुर् गणाध्यक्षो भालचंद्रो गजानन |
द्वादशैतानि नामानि यः पठेच्छृणु यादऽपि ||

विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा |
संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते ||

शुक्लांबर धरं देवं शशिवर्णं चतुर्भुजम् |
प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशांतये||

जपेद्गणपति स्तोत्रं षड्भिर्मासे फलं लभेत् |
संवंत्सरेण सिद्धिं च लभते नात्र सेशयः ||

वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभ |
निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||

अभिप्सितार्थ सिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः |
सर्व विघ्न हरस्तस्मै गणाधिपतये नमः ||

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्धिताय |
नागाननाय श्रुतियज्ञ विभुषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ||

ॐ सिद्धिबुद्धि सहित श्री गणेशाय नमः गणेशं स्मरामि ||

ફુલ ચડાવી દેવું.

પુજા
ॐ सिद्धिबुद्धि सहित श्री गणेशाय नमः गंधं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्पयामि ||

ષોડશોપચાર પૂજન
આસન-
रम्यं सुशोभनं दिव्यं सर्व सौख्यंकर शुभम |
आसनं च मया दत्तं गृहाण परमेश्वरः ||

પાદ્ય- उष्णोदकं निर्मलं च सर्व सौगंध्य संयुत्तम |
पादप्रक्षालनार्थाय दत्तं ते प्रतिगह्यताम ||


ચાંદન
श्रीखण्डचन्दनं दिव्यँ गन्धाढयं सुमनोहरम |
विलेपनं सुरश्रेष्ठ चन्दनं प्रतिगृह्यतां ||

કુકુમ कुमकुम कामनादिव्यं कामनाकामसंभवाम |
कुम्कुमेनार्चितो देव गृहाण परमेश्वर्: ||


અક્ષતા
अक्षताश्च सुरश्रेष्ठं कुम्कुमाक्तः सुशोभितः |
माया निवेदिता भक्त्या गृहाण परमेश्वरः ||

પુષ્પ
पुष्पैर्नांनाविधेर्दिव्यै: कुमुदैरथ चम्पकै: |
पूजार्थ नीयते तुभ्यं पुष्पाणि प्रतिगृह्यतां ||

દુર્વા
त्वं दूर्वेSमृतजन्मानि वन्दितासि सुरैरपि |
सौभाग्यं संततिं देहि सर्वकार्यकरो भव ||

ધૂપ- (અગરબત્તી)
वनस्पतिरसोदभूतो गन्धढयो गंध उत्तम : |
आघ्रेय सर्वदेवानां धूपोSयं प्रतिगृह्यतां ||

દીપ
आज्यं च वर्तिसंयुक्तं वहिन्ना योजितं मया |
दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहम ||

નૈવેદ્ય- ગણેશજીને નૈવેદ્ય ધરાવવુ
शर्कराघृत संयुक्तं मधुरं स्वादुचोत्तमम |
उपहार समायुक्तं नैवेद्यं प्रतिगृह्यतां ||

મુખવાસ- પાન, સપારી, એલચી અને લવીંગ.
एलालवेंग संयुक्त पूगीफलं सम्निवतम्
तांबुलं च मया दत्तं गृहाण गणनायक
દક્ષિણા
हिरण्यगर्भ गर्भस्थं हेमबीजं विभावसो: |
अनन्तपुण्यफलदमत : शान्ति प्रयच्छ मे ||

પ્રદક્ષિણા

यानि कानी च पापानी जन्मान्तरकृतानी च 
तानि सर्वाणि नश्यन्तु प्रदक्षीणपदे |

ફરીથી એક ચાંદનવાળુ ફૂલ ચડાવવુ 
ॐ सर्वोप्रचाराथे गंधपुष्पाभ्यां संपुज्याचम ||


*કળશ પૂજા*

જમીન પર ચત્તા હાથ રાખવા.
विश्वास धाराशि धरणी शेषनागो परिस्थिता,
उग्धृतासि वराहेण कृत्सेन शतबाहुना.

જમીન પર જવની ઢગલી કરી એક સોપારી મૂકવી.
ॐ यवोऽसि यवराजाऽसि सर्वोत्त्पत्तिकरः शुभम्,
प्राणिनां जीवनोपायः त्वां भूमौ स्थापयाम्यहम्.

-કળશને હાથ અડાડવા.
हेमरोप्यादि संभूतं ताम्रजं सुदृढं नवम्,
कलशं धौत कल्माषं छिद्रवर्ण विवर्जितम्.

-કળશમાં પાણી રેડવું.
जीवनं सर्व जीवानां पावनं पावनात्मकं,
बीज सर्वौषधिनां च तज्जलं पूरयाम्यहम्.

-કળશને નાડાછડી બાંધવી.
सूत्रं कार्पास संभूतं ब्रह्मणा निर्मितं पुरा,
येन बद्धं जगत्सर्वं वेष्टनं कलशस्य च.

-કળશમાં દુર્વા નાખવી.
दूर्वे ह्यमृत संपन्ने शतमूले शतांकुरे,
शतं पातक संहर्ति कलशे त्वां क्षिपाम्यहम्.

પંચપલ્લવ-
अश्वस्थो दुम्बर प्लक्ष आम्र न्यग्रोध पल्लवाः,
पंचभृगा ईमे प्रोक्ताः कलशे निक्षिपाम्यहम्.

પુષ્પ-
विविधं पुष्पं जातं देवानां प्रीति वर्धनम्,
क्षिप्तं यत्कार्य संभूतं कलशे निक्षिपाम्यहम्.

પંચધાન્ય-
धान्यौषधि मनुष्याणां जीवनं परमं स्मृतम्,
क्षिप्तं यत्कार्य संभूतं कलशे निक्षिपाम्यहम्.

સોપારી-
पूगीफलं महद्दीव्यं पवित्र पापनाशनम्,
पुत्रपौत्रादि फलदः कलशे प्रक्षिपाम्यहम्.

દક્ષીણા-
हिरण्यगर्भ गर्भस्थं हेमबीजं विभावसो,
अनंत पूण्य फलदमतः कलशे प्रक्षिपाम्यहम्.

પંચરત્ન-
कनकं कुलिशं नीलं पद्मरागं च मौक्तिकम्,
एतानि पंच रत्नानि कलशे प्रक्षिपाम्यहम.

નાળીયેર-
पिधानं सर्व वस्तुनां सर्व कार्यार्थ साधनम्,
संपूर्ण कलशो येन पात्रं तत्कलशोपरि.

-હાથમાં ચોખા લેવા. વરુણદેવનું ધ્યાન ધરવું.
ॐ अस्मिन्कलशे वरुणं सांगं सपरिवारं सायुधम्,
सशक्तिं आह्वायामि स्थापयामि प्रतिष्ठा सर्व देवानाम्.
मित्रावरुण निर्मिता प्रतिष्ठां ते करोम्यत्र,
कलशे दैवेते सह ॐ वरुणाय नमः.

वरुण सुप्रतिष्ठो वरदो भव पाशहस्तं च वरुणम्,
अम्भसांपतिम् ईश्वरं आवाहयामि यज्ञेऽस्मिन्.
ॐ वरुणाम् आह्वायामि स्थापयामि ध्यायामि.

ચોખા વધાવી દેવા. -કળશની ફરતે ધૂપસળી ફેરવવી.
ॐ पूर्वे ईन्द्राय नमः दक्षिणे यमाय नमः,
पश्चिमे वरुणाय नमः उत्तरे कुबेराय नमः.

-કળશને અનામીકાથી સ્પર્શ કરવો.
गंगे च यमुने चैव गोदावरी सरस्वति,
कावेरी नर्मदे सिंधो जलेऽस्मिन सन्निधिं कुरु.

कलशस्य मुखे विष्णुः कंठे रुद्र समाश्रितः,
मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृता.

कुक्षौतु सागराः सर्वे सप्तद्वीपा वसुंधरा,
ॠग्वेदः अथ यजुर्वेदः सामवेदः हि अथर्वणः.

अंगेश्च सहिताः सर्वे कलशाम्बु समाश्रिताः,
अत्र गायत्री सावित्री शांतिः पुष्टिकरी सदा.

त्वयि तिष्ठंति भूतानि त्वयि प्राणा प्रतिष्ठिता,
शिवः स्वयं त्वमेवासि विष्णुः त्वं च प्रजापति.

आदित्या वसवो रुद्राः विश्वेदेवासपैतृकाः,
त्वयितिष्ठंति सर्वेऽपि यतः काम फलप्रदा.

त्वत्प्रसादात् ईमं यज्ञं कर्तुमीहे जलोद्भव,
सान्निध्यं कुरु मे देव प्रसन्नो भव सर्वदा.

-કળશને બે હાથ જોડી નમસ્કાર કરવા.
नमो नमस्ते स्फटिक प्रभाय सुश्वेतहाराय सुमंगलाय,
सुपाशहस्ताय झषासनाय जलाधिनाथाय नमो नमस्ते.

બ્રાહ્મણ હાથમાં ચોખા લઈ આશીર્વાદ આપે.
मा विघ्नं मा च मे पापं मासन्तु परिपंथिनः,
सर्वे भवन्तु सुखीनः सर्वे लोकाः सुखावहाः.
ॐ शांतिः अस्तु पुष्टिः अस्तु तुष्टिः अस्तु बुद्धिः अस्तुअविघ्नमस्तु
आरोग्यमस्तु ऐश्वर्यं अस्तु शास्त्रसमृद्धिः अस्तु ईष्ट संपदस्तु.

યજમાન પર ચોખા વધાવી દેવા. .

*શ્રી લક્ષ્મીનારાયણ પૂજન*

હાથ જોડી રાખી લક્ષ્મીનારાયણ ભગવાનનુાં ધ્યાન ધરવુ.

शांताकरं भुजगशयनं पद्मनाभं सुरेशम्,
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम्,
लक्ष्मीकांतं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्,
वंदे विष्णुं भवभयहरं सर्वलोकैक नाथम्.
ॐ श्री विष्णवे नमः विष्णुमाह्वायामि स्थापयामि.

આહ્વાન–જમણા હાથમાં ચોખા લેવા.
आगच्छ भगवन्‌! देव! स्थाने चात्र स्थिरो भव ।
यावत्‌ पूजां करिष्येऽहं तावत्‌ त्वं संनिधौ भव ॥

ॐ श्री सत्यनारायणाय नमः, श्री सत्यनारायणाय आवाहयामि, आवाहनार्थे पुष्पाणि समर्पयामि ।

આસનાં- આસનના પ્રતિક તરીકે સૂતરનો ટૂકડો લેવો ||

अनेक रत्नसंयुक्तं नानामणिगणान्वितम्‌ ।
भवितं हेममयं दिव्यम्‌ आसनं प्रति गृह्याताम ॥

ॐ श्री सत्यनारायणाय नमः, आसनं समर्पयामि ।

પાદ્યાં- ચમચીમાં પાણી લઈ જમણા હાથમાં પકડી રાખવુ.
नारायण नमस्तेऽतुनरकार्णवतारक ।
पाद्यं गृहाण देवेश मम सौख्यं विवर्धय ॥

ॐ श्री सत्यनारायणाय नमः, पादयोः पाद्यं समर्पयामि ।

અર્ઘ્યં- આચમનીમાં પાણી, ફૂલ, ફળ, ચાંદન, ચોખા, દલક્ષણા વગેરે અર્ઘ્યા માટે મૂકવુ.
गन्धपुष्पाक्षतैर्युक्तमर्घ्यं सम्पादितं मया ।
गृहाण भगवन्‌ नारायण प्रसन्नो वरदो भव ॥

ॐ श्री सत्यनारायणाय नमः, हस्तयोरर्घ्यं समर्पयामि ।

આચમનાં- ચમચીમાં પાણી લઈ જમણા હાથમાં પકડી રાખવુ ||
कर्पूरेण सुगन्धेन वासितं स्वादु शीतलम्‌ ।
तोयमाचमनीयार्थं गृहाण परमेश्वर ॥

ॐ श्री सत्यनारायणाय नमः, आचमनीयं जलं समर्पयामि ।

પયઃ સ્નાનાં-દૂધ- ભગવાનને દૂધ ચડાવવુ ||
मन्दाकिन्याः समानीतैः कर्पूरागुरू वासितैः ।
स्नानं कुर्वन्तु देवेशा सलिलैश्च सुगन्धिभिः ॥

ॐ श्री सत्यनारायणाय नमः, स्नानीयं जलं समर्पयामि ।

દધધસ્નાનાં- ભગવાનને દહીં ચોળી સ્નાન કરાવવુ.
पयसस्तु समुद्भूतं मधुराम्लं शशिप्रभम्‌ ।
दध्यानीतं मया देव स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, दधिस्नानं समर्पयामि। 
दधिस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि ।

ઘૃતસ્નાનાં- ઘી વડે સ્નાન.
नवनीतसमुत्पन्नं सर्वसंतोषकारकम्‌ ।
घृतं तुभ्यं प्रदास्यामि स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, घृतस्नानं समर्पयामि । 
घृतस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि ।

મધુસ્નાન
पुष्परेणुसमुत्पन्नं सुस्वादु मधुरं मधु ।
तेजः पुष्टिकरं दिव्यं स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, मधुस्नानं समर्पयामि । 
मधुस्नानन्ते शुद्धोदकस्नानं समर्पयामि ।

શકારાસ્નાન
इक्षुसारसमुद्भूतां शर्करां पुष्टिदां शुभाम्‌ ।
मलापहारिकां दिव्यं स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, शर्करास्नानं समर्पयामि, शर्करा स्नानान्ते पुनः शुद्धोदक स्नानं समर्पयामि ।

ગાંધોદકસ્નાનાં (ચાંદનયુક્ત પાણી)
मलयाचलसम्भूतं चन्दनेन विमिश्रितम्‌ ।
इदं गन्धोदकस्नानं कुंकुमाक्त्तं नु गृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, गन्धोदकस्नानं समर्पयामि ।

ઉદાર્તનસ્નાન- (ગુલાબજળ)
मन्दाकिन्यास्तु यद्वारि सर्वपापहरं शुभम्‌ ।
तदिदं कल्पितं तुभ्यं स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, शुद्धोदकस्नानं समर्पयामि ।

શુદ્ધોદક સ્નાન
मन्दाकिन्यास्तु यद्वारि सर्वपापहरं शुभम्‌ ।
तदिदं कल्पितं तुभ्यं स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, शुद्धोदकस्नानं समर्पयामि ।

વસ્ત્ર વસ્ત્રના પ્રતિક તરીકે લાલ સૂતરનો (નાડાછડીનો) ટૂકડો લેવો.
शीतवातोष्णसंत्राणं लज्जाया रक्षणं परम्‌ ।
देहालंकरणं वस्त्रं धृत्वा शांतिं प्रयच्छ मे ॥

ॐ श्री सत्यनारायणाय नमः, वस्त्रं समर्पयामि, आचमनीयं जलं च समर्पयामि ।

યજ્ઞોપવીત સફેદ દોરાના નવ તાંતણાની જનોઈ બનાવી પહેરાવવી.
नवभिस्तन्तुभिर्युक्तं त्रिगुणं देवतामयम्‌ ।
उपवीतं मया दत्तं गृहाण परमेश्वर ॥

ॐ श्री सत्यनारायणाय नमः, यज्ञोपवीतं समर्पयामि ।

ગાંધાં (ચાંદન): ભગવાનને ચાંદનનો ચાંલ્લો કરવો.
श्रीखण्डं चन्दनं दिव्यं गन्धाढ्यं सुमनोहरम्‌ ।
विलेपनं सुरश्रेष्ठ चन्दनं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, गन्धं समर्पयामि ।

અક્ષિતાન: ચોખા વધાવવા.
अक्षताश्च सुरश्रेष्ठ कुंकुमाक्ताः सुशोभिताः ।
मया निवेदिता भक्त्या गृहाण परमेश्वर ॥

ॐ श्री सत्यनारायणाय नमः, अक्षतान्‌ समर्पयामि ।

પુષ્પાળણઃ ફૂલ ચડાવવાં.
माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो ।
मयाऽऽह्तानि पुष्पाणि गृहाण परमेश्वर ॥

ॐ श्री सत्यनारायणाय नमः, पुष्पं पुष्पमालां च समर्पयामि ।

તુંલસીદલાતનઃ તુંલસીદળ ચડાવવાં.
'सेवन्तिका बकुल चम्पक पाटलाब्जैः , पुन्नगजाति करवीर रसाल पुष्पैः। विल्व प्रबाल तुलसीदल मंजरीभिः
त्वाम् पूजयामि जगदीश्वर मे प्रसीद|| श्रीसत्यनारायणाय साङ्गाय सपरिवाराय नमः

અંગપૂજનાં- ડાબા હાથમાં ચોખા લઈ જમણા હાથે બબ્બે દાણા વધાવવા.
ॐ नारायणाय नमः पाद्मौ पूज्यामि |
ॐ पुरुषोत्तमाय नमः गुल्फो पूज्यामि | 
ॐ मधुसुदनाय नमः जानुनी पूज्यामि | 
ॐ केशिाय नमः जंघे पूज्यामि | 
ॐ अनंताय नमः कटि पूज्यामि |
ॐ विष्णिे नमः मेढं पूज्यामि | 
ॐ प्रधुम्नाय नमः नाचभं पूज्यामि | 
ॐ अनिरुध्धाय नमः हृदयं पूज्यामि | 
ॐ श्रीकंठाय नमः कंठं पूज्यामि | 
ॐ गोविंदाय नमः बाहु पूज्यामि |
ॐ वाचस्पते नमः मुखं पूज्यामि | 
ॐ वासुदेवाय नमः नेत्रे पूज्यामि | 
ॐ सर्वात्मने नमः चशरः पूज्यामि | 
ॐ विश्वरूवपणे नमः सिांग पूज्यामि ||

અથાવરણ પૂજનાં- હાથમાં ફૂલ અને ચોખા લેવા ||
पूर्वे हृदयाय नमः | दक्षिणे शिरसे नमः 
पस्श्चमे चशखायै नमः | उत्तरे कवचाय नमः | 

पूर्वे शंखाय नमः | दक्षिणे चक्राय नमः | 
पस्श्चमे गदाय नमः | उत्तरे पद्माय नमः || 

अभिष्ट सिध्धि मे देहह शरणागत वत्सल | 
भकत्या समर्पये तुभ्यं समसतावरणाचनम् ||

*શ્રી લક્ષ્મીનારાયણ પૂજન*

હાથ જોડી રાખી લક્ષ્મીનારાયણ ભગવાનનુાં ધ્યાન ધરવુ.

शांताकरं भुजगशयनं पद्मनाभं सुरेशम्,
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम्,
लक्ष्मीकांतं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्,
वंदे विष्णुं भवभयहरं सर्वलोकैक नाथम्.
ॐ श्री विष्णवे नमः विष्णुमाह्वायामि स्थापयामि.

આહ્વાન–જમણા હાથમાં ચોખા લેવા.
आगच्छ भगवन्‌! देव! स्थाने चात्र स्थिरो भव ।
यावत्‌ पूजां करिष्येऽहं तावत्‌ त्वं संनिधौ भव ॥

ॐ श्री सत्यनारायणाय नमः, श्री सत्यनारायणाय आवाहयामि, आवाहनार्थे पुष्पाणि समर्पयामि ।

આસનાં- આસનના પ્રતિક તરીકે સૂતરનો ટૂકડો લેવો ||

अनेक रत्नसंयुक्तं नानामणिगणान्वितम्‌ ।
भवितं हेममयं दिव्यम्‌ आसनं प्रति गृह्याताम ॥

ॐ श्री सत्यनारायणाय नमः, आसनं समर्पयामि ।

પાદ્યાં- ચમચીમાં પાણી લઈ જમણા હાથમાં પકડી રાખવુ.
नारायण नमस्तेऽतुनरकार्णवतारक ।
पाद्यं गृहाण देवेश मम सौख्यं विवर्धय ॥

ॐ श्री सत्यनारायणाय नमः, पादयोः पाद्यं समर्पयामि ।

અર્ઘ્યં- આચમનીમાં પાણી, ફૂલ, ફળ, ચાંદન, ચોખા, દલક્ષણા વગેરે અર્ઘ્યા માટે મૂકવુ.
गन्धपुष्पाक्षतैर्युक्तमर्घ्यं सम्पादितं मया ।
गृहाण भगवन्‌ नारायण प्रसन्नो वरदो भव ॥

ॐ श्री सत्यनारायणाय नमः, हस्तयोरर्घ्यं समर्पयामि ।

આચમનાં- ચમચીમાં પાણી લઈ જમણા હાથમાં પકડી રાખવુ ||
कर्पूरेण सुगन्धेन वासितं स्वादु शीतलम्‌ ।
तोयमाचमनीयार्थं गृहाण परमेश्वर ॥

ॐ श्री सत्यनारायणाय नमः, आचमनीयं जलं समर्पयामि ।

પયઃ સ્નાનાં-દૂધ- ભગવાનને દૂધ ચડાવવુ ||
मन्दाकिन्याः समानीतैः कर्पूरागुरू वासितैः ।
स्नानं कुर्वन्तु देवेशा सलिलैश्च सुगन्धिभिः ॥

ॐ श्री सत्यनारायणाय नमः, स्नानीयं जलं समर्पयामि ।

દધધસ્નાનાં- ભગવાનને દહીં ચોળી સ્નાન કરાવવુ.
पयसस्तु समुद्भूतं मधुराम्लं शशिप्रभम्‌ ।
दध्यानीतं मया देव स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, दधिस्नानं समर्पयामि। 
दधिस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि ।

ઘૃતસ્નાનાં- ઘી વડે સ્નાન.
नवनीतसमुत्पन्नं सर्वसंतोषकारकम्‌ ।
घृतं तुभ्यं प्रदास्यामि स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, घृतस्नानं समर्पयामि । 
घृतस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि ।

મધુસ્નાન
पुष्परेणुसमुत्पन्नं सुस्वादु मधुरं मधु ।
तेजः पुष्टिकरं दिव्यं स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, मधुस्नानं समर्पयामि । 
मधुस्नानन्ते शुद्धोदकस्नानं समर्पयामि ।

શકારાસ્નાન
इक्षुसारसमुद्भूतां शर्करां पुष्टिदां शुभाम्‌ ।
मलापहारिकां दिव्यं स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, शर्करास्नानं समर्पयामि, शर्करा स्नानान्ते पुनः शुद्धोदक स्नानं समर्पयामि ।

ગાંધોદકસ્નાનાં (ચાંદનયુક્ત પાણી)
मलयाचलसम्भूतं चन्दनेन विमिश्रितम्‌ ।
इदं गन्धोदकस्नानं कुंकुमाक्त्तं नु गृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, गन्धोदकस्नानं समर्पयामि ।

ઉદાર્તનસ્નાન- (ગુલાબજળ)
मन्दाकिन्यास्तु यद्वारि सर्वपापहरं शुभम्‌ ।
तदिदं कल्पितं तुभ्यं स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, शुद्धोदकस्नानं समर्पयामि ।

શુદ્ધોદક સ્નાન
मन्दाकिन्यास्तु यद्वारि सर्वपापहरं शुभम्‌ ।
तदिदं कल्पितं तुभ्यं स्नानार्थं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, शुद्धोदकस्नानं समर्पयामि ।

વસ્ત્ર વસ્ત્રના પ્રતિક તરીકે લાલ સૂતરનો (નાડાછડીનો) ટૂકડો લેવો.
शीतवातोष्णसंत्राणं लज्जाया रक्षणं परम्‌ ।
देहालंकरणं वस्त्रं धृत्वा शांतिं प्रयच्छ मे ॥

ॐ श्री सत्यनारायणाय नमः, वस्त्रं समर्पयामि, आचमनीयं जलं च समर्पयामि ।

યજ્ઞોપવીત સફેદ દોરાના નવ તાંતણાની જનોઈ બનાવી પહેરાવવી.
नवभिस्तन्तुभिर्युक्तं त्रिगुणं देवतामयम्‌ ।
उपवीतं मया दत्तं गृहाण परमेश्वर ॥

ॐ श्री सत्यनारायणाय नमः, यज्ञोपवीतं समर्पयामि ।

ગાંધાં (ચાંદન): ભગવાનને ચાંદનનો ચાંલ્લો કરવો.
श्रीखण्डं चन्दनं दिव्यं गन्धाढ्यं सुमनोहरम्‌ ।
विलेपनं सुरश्रेष्ठ चन्दनं प्रतिगृह्यताम्‌ ॥

ॐ श्री सत्यनारायणाय नमः, गन्धं समर्पयामि ।

અક્ષિતાન: ચોખા વધાવવા.
अक्षताश्च सुरश्रेष्ठ कुंकुमाक्ताः सुशोभिताः ।
मया निवेदिता भक्त्या गृहाण परमेश्वर ॥

ॐ श्री सत्यनारायणाय नमः, अक्षतान्‌ समर्पयामि ।

પુષ્પાળણઃ ફૂલ ચડાવવાં.
माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो ।
मयाऽऽह्तानि पुष्पाणि गृहाण परमेश्वर ॥

ॐ श्री सत्यनारायणाय नमः, पुष्पं पुष्पमालां च समर्पयामि ।

તુંલસીદલાતનઃ તુંલસીદળ ચડાવવાં.
'सेवन्तिका बकुल चम्पक पाटलाब्जैः , पुन्नगजाति करवीर रसाल पुष्पैः। विल्व प्रबाल तुलसीदल मंजरीभिः
त्वाम् पूजयामि जगदीश्वर मे प्रसीद|| श्रीसत्यनारायणाय साङ्गाय सपरिवाराय नमः

અંગપૂજનાં- ડાબા હાથમાં ચોખા લઈ જમણા હાથે બબ્બે દાણા વધાવવા.
ॐ नारायणाय नमः पाद्मौ पूज्यामि |
ॐ पुरुषोत्तमाय नमः गुल्फो पूज्यामि | 
ॐ मधुसुदनाय नमः जानुनी पूज्यामि | 
ॐ केशिाय नमः जंघे पूज्यामि | 
ॐ अनंताय नमः कटि पूज्यामि |
ॐ विष्णिे नमः मेढं पूज्यामि | 
ॐ प्रधुम्नाय नमः नाचभं पूज्यामि | 
ॐ अनिरुध्धाय नमः हृदयं पूज्यामि | 
ॐ श्रीकंठाय नमः कंठं पूज्यामि | 
ॐ गोविंदाय नमः बाहु पूज्यामि |
ॐ वाचस्पते नमः मुखं पूज्यामि | 
ॐ वासुदेवाय नमः नेत्रे पूज्यामि | 
ॐ सर्वात्मने नमः चशरः पूज्यामि | 
ॐ विश्वरूवपणे नमः सिांग पूज्यामि ||

અથાવરણ પૂજનાં- હાથમાં ફૂલ અને ચોખા લેવા ||
पूर्वे हृदयाय नमः | दक्षिणे शिरसे नमः 
पस्श्चमे चशखायै नमः | उत्तरे कवचाय नमः | 

पूर्वे शंखाय नमः | दक्षिणे चक्राय नमः | 
पस्श्चमे गदाय नमः | उत्तरे पद्माय नमः || 

अभिष्ट सिध्धि मे देहह शरणागत वत्सल | 
भकत्या समर्पये तुभ्यं समसतावरणाचनम् ||

*શ્રી લક્ષ્મીનારાયણ પૂજન*

વિષ્ણુ સહસ્ત્રનામાવલી*

ધ્યાનાં- હાથ જોડી રાખવા.

शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् , विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् | 
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् , वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् || 

દરેક વખતે નમઃ કહેતાં તુંલસીપત્ર કે ચોખા ચડાવવા. 
ॐ श्री विष्णिे नमः ------ॐ અને नमः દરેક જગ્યાએ લેવુ ||




*અધ્યાય ૧*

નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. 

તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા. 

શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પુછ્યું કે હે મહામુનિ! વ્રત અથવા તપથી કયું વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો. 

શ્રી સુતજીએ કહ્યું, એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાનેઆપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. 

એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા. 

ત્યાં એમણે ઘણા લોકોને પોત પોતાના પૂર્વ જન્મનાં કર્મ અનુસાર અનેક પ્રકારનાં દુ:ખો ભોગવતાં જોયાં. 

“એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોનાં આ દુ:ખો દૂર થઈ શકે” એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા. 
ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભૂજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. 

મન-વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોનાં દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, 
‘હું આપને વંદન કરું છું.’ શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો? 

તમારા મનમાં જે કંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ. નારદ બોલ્યા, હે ભગવાન! પૃથ્વી પર કેટલાયે લોકો વિવિધ પ્રકારનાં દુ:ખોથી પીડાય છે. 

એ દુ:ખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતિ કરું છું. 

શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ! લોકકલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પુછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો. 

મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહા પૂણ્ય આપનારું એક વ્રત છે. 

હે વત્સ ! તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું. એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિવિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે. 

ભગવાનનાં આ વાક્યો સાંભળી નારદ બોલ્યા, ‘આ વ્રતનું ફળ શું? એની વિધિ શી છે? એ વ્રત ક્યારે કરવું? તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તરથી કહો.

’ આ પવિત્ર વ્રત દુ:ખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. 

ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઈષ્ટ મિત્રો અને સગાં વહાલાં સહિત ભેગાં મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતપૂજન કરવું જોઈએ. 

સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાંને વહેંચવો અને પોતે પણ લેવો. 

આ પછીશ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધાં લોકો પોત પોતના ઘરે જાય, અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. 

આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બોલો શ્રી સત્ય નારાયણ ભગવાનનો જય.

*અધ્યાય ૨*

આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનનાં વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતાં શ્રી સુતજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું, 
આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું.

હે ઋષિઓ! અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. 

ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભીક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. 

એક દિવસ જેને બ્રાહ્મણપ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેષ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું, 

“હે પ્રિય! તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષામાગો છો?” વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું, “હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકુંછું.

જો આ કષ્ટમાંથી મુક્ત થવાનોકોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને અવશ્ય કહો.

” વૃદ્ધ બ્રાહ્મણ વેષધારી ભગવાન બોલ્યા, “હે બ્રાહ્મણ! ઈચ્છિત ફળઆપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. 

આ વ્રત કરવાથી મનુષ્ય આવાગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે.

” તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણનો વેષ ધારણ કરેલ ભગવાનશ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. 

આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો,આથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ ન આવી. 

બીજે દિવસે વ્રત અને પૂજનનોસંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું.

તે ધન વડે શતાનંદે ભાઈબંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધાં દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. 

શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો. 

એ રીતે બધાં દુઃખોથી મુક્તથઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સુતજી બોલ્યા,“ હે ઋષિમુનિઓ! શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈકહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. 

બીજું વધારે તમારે શું સાંભળવું છે?” શૌનકાદિ ઋષિઓએ કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ! અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. 
તે બ્રાહ્મણ ઉપરાંત બીજાકોણે આ પૃથ્વી પર એ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો કૃપા કરીને તે અમને કહો.

” શ્રી સુતજી બોલ્યા, “ હે ઋષિઓ! એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો. 

તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતાં જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું, “હે બ્રાહ્મણ! આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે એ વિસ્તાર પૂર્વક મને કહેવાની કૃપા કરો.

” કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું, “બધાં ઈચ્છીતફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. 

એની કૃપાથી જ મને ધનધાન્યાદિ સર્વ પ્રાપ્ત થયું છે.

” તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્યજાણી કઠિયારો ઘણો જ ખુશી થયો, અને પ્રસાદ લઈ તથા પાણી પી લાકડાંનો ભારો માથે મૂકી “હું પણ આ વ્રત કરીશ" 

એમ વિચારતો નગરમાં એના સદ્ભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે કઠિયારાને એનાં લાકડાંનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો. 

આ પછી ખુશી થઈ સારાં પાકાં કેળાં, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો. આ પછી પોતાનાં સગાં વહાલાંને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. 

આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકનાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય.

*અધ્યાય ૩*

શ્રી સુતજી બોલ્યા, “હે મુનિશ્રેષ્ઠ! હવે એની આગળની કથાધ્યાન પૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. 

ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો, ઈન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવમંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો. 

આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી.

ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઇ ત્યાંઆવી પહોંચ્યો. 

પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનય પૂર્વક પૂછ્યું, “હે રાજા! ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે? 

એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો.” રાજાએ કહ્યું, “હે શેઠ! અમે પુત્રાદિની ઇચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન કરીએ છીએ.” 

રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું, “હે રાજન્! આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ સંતતિ નથી. 

જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો જરૂર એ વ્રત હું કરીશ.” આ રીતે રાજાનાં વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિષે બધું જ કહ્યું. 

સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરીશ.” એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની.

આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. દસમા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા રોજ રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમમોટી થવા લાગી. 

તેનું નામ કલાવતીરાખવામાં આવ્યું. આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું, “ આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પુરો કરતા નથી?” શેઠે કહ્યું, “અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી, પુત્રીના લગ્ન સમયે કરીશું.”

આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વિતવા સાથે કલાવતી મોટી થવા લાગી. 

એક વાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. 

આથી શેઠે પોતાના ભાઇ-ભાંડુઓની સલાહ લઇ વાળંદને આજ્ઞા આપી કે તે જલદી કલાવતીને યોગ્ય મુરતિયો શોધી લાવે. 

શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાનાવિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. 

એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને જોઇ વિવાહની વાત પાકી કરી આવ્યો. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાહુકારપુત્રને પોતાની કન્યા વિધિ પૂર્વક અર્પણકરી. 

દુર્ભાગ્યે શેઠ આ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઇને લઇ રાજા ચંદ્રકેતુના રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો. 

તે સમયે શેઠને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ સત્ય નારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન, દારુણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાઓ. 

એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઇ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો. રાજાના સિપાઇઓએ પીછો પકડ્યો જોઇ ભયને લીધે તેણે ત્યાં ધન નાંખી દીધું અને ભાગી ગયો. 

જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાઇઓ આવ્યા, અને રાજાનું ધન ત્યાં જોયું આથી એ બંનેને દોરડાંથી બાંધી રાજા પાસે લઇ આવ્યા અને કહ્યું, “હે પ્રભુ! આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે.” 

સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. 

તેમનુંજે ધન હતું તે પણ લઇ લીધું. શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઇ. 

ઘરમાં જે કંઇ ધન-સંપત્તિહતી તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઇ તેઓ મજુરી કરવા લાગી અને ભીક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી. 

એક દિવસ ભૂખ-તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઇ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન જોયું. 

શ્રીસત્યનારાયણ ભગવાનની કથા સાંભળી,પ્રસાદ લઇ મોડી રાતે કલાવતી ઘરે ગઇ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછયું,“હે પુત્રી! આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી? તું મનમાન્યું કેમ કરે છે?” 

કલાવતીએ શાંત સ્વરે કહ્યું, “મા,એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત-પૂજન જોયું, જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે.” 

કલાવતીનાં વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઇ આવ્યું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાનાં સગાં વહાલાં સાથે વ્રત પૂર્ણ કર્યું. 

લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતિ કરી, “હે પ્રભુ! મારા પતિ અને જમાઇને જલદી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો.” 

વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું, “હે રાજન્! પેલા બન્ને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કંઇ ધન તેમનું લઇ લીધું છે તે તરત જ પાછું આપી દો. 

જો તું નહિ ચેતીશ તો ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ.” આમ કહીને ભગવાન અદૃશ્ય થયા. સવારથતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પુરેલા પેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે. 

રાજાનાં આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજાસમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું, ‘બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે.’ 

બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા. અને (અધ્યાય૩ નો બાકીનો ભાગ આગલા અધ્યાય૪ પર ઉપસ્થિત છે.)

*અધ્યાય ૪*

પોતાની સાથે બનેલા આગલા બનાવને(અધ્યાય૩) યાદ કરી બંને જણા ભયવિહ્વળ બની મૌન રહ્યા. 

ત્યારે રાજાએ કહ્યું, “તમને આ દારુણ દુઃખ દૈવના પ્રકોપને લઇને ભોગવવું પડ્યું, પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી.” 

હજામત તથા સ્નાનાદિ કરાવી, વસ્ત્રાલંકાર આપી, એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું, “હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ.” 

રાજાને પ્રણામ કરી ‘આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું.’ કહી તેબંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનનો જય.


શ્રી સુતજી બોલ્યા, “યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિવાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષાલેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેષમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા,

“હે શેઠ! તમારી આ હોડીમાં શું ભર્યું છે?” ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએહસીને કહ્યું, “હે સાધુ! તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા-પાંદડાં જ ભરેલાં છે.” શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું,

“સારું ભાઇ, તમારી વાત સાચી પડો.” એમ કહી સાધુ વેષધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઇ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. 

દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઇ ગુંચવણમાં પડી ગયો.

તેણે હોડીમાં વેલા-પાંદડાં જોયાં અને મૂર્છિત થઇ જમીન પર ઢળી પડ્યો. શેઠની એ દશા જોઈ એના જમાઇએ કહ્યું, “ હે પિતા ! આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઇ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઇ રહ્યું છે, એમાં શંકા નથી. 

આપ એના શરણે જાઓ. એ સર્વ શક્તિમાન છે અને કંઇ પણ કરી શકે છે.” જમાઈનાં આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઇ પગે પડીઆદર સહિત વિનંતિ કરવા લાગ્યા, “હે ભગવાન! હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. ” 

આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો. વેપારીઓને રડતા જોઇ સાધુ વેષધારી ભગવાને કહ્યું,

“ હે શેઠ! વિલાપ ન કર. મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તેં મારી પૂજા કરી નહિ. 

મિથ્યા વચનો બોલ્યો. આથી જ હે દુર્બુદ્ધિ ! તને વારંવાર દુઃખ સહન કરવાં પડ્યાં.” 

શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમનાં ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો, “હે પ્રભુ! સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે,અને આ આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું? 

વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠનાં ભક્તિયુક્ત વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. 

ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા. શેઠે આવીને પોતાની હોડીને ધન-ધાન્યથી પૂર્ણ જોઇ. ‘સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ’ એમ કહી શ્રી

સત્યનારાયણભગવાનની પૂજા કરી અને પોતાના ઘરતરફ પ્રયાણ કર્યું. નગર દેખાતાં જ શેઠે પોતાના જમાઈને કહ્યું, ‘જુઓ મારું રત્નપુરી.’ 

અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતાં હાથ જોડી શુભ સમાચાર આપતાં કહ્યું. 

શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુશ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. 

દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઇ, અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઇને એ લોકોનું સ્વાગત કરું છું, અને તું પણ (પૂજા પૂરી કરીને) જલદી આવ. 

કલાવતીએ માનાં વચનો સાંભળી (પ્રસન્ન થઇ) પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઇ. 

પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા, અને કલાવતીના પતિને એની હોડી સહિત અદૃશ્ય કરી દીધો. 

કલાવતી પોતાના પતિને ન જોતાં તરત જ શોકથી વ્યાકુળ થઇ જમીન પરઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અનેહોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું ‘આ તે કેવું આશ્ચર્ય?’ હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા. 

પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખુબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. 

‘જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણ જાણે કયા દેવની અવગણના થઈ? હું કશું જાણી શકતી નથી. 

સત્યદેવનું માહત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે?’ આમ કહી લીલાવતી પોતાનાં સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. 

પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખુબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈપતિની પાછળ સતિ થવાનો મનસૂબો કર્યો. 

કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતપ્ત તે ધર્મવિદ્ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો. 

“આ ઘટના કયા દેવતાના કોપને લીધેબની? ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યાં છીએ.” એમ માની શેઠે પોતાનાં સગાં વહાલાંને બોલાવી સંકલ્પ કર્યો, ‘આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ.’અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત્ પ્રણામ કરવા લાગ્યો. 

આથી દીન જનોના ઉદ્ધારક ભક્તવત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈકૃપા કરી આકાશવાણીથી કહ્યું, ‘પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી આથીજ ખરેખર એનો પતિ એ જોઇ શકતી નથી.” 

જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં સંશય નથી. 

કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઇ પ્રસાદ લીધો, અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી. 

પોતાના પતિને સામે જોઇ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, “ચાલો હવે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો?’ કલાવતીની વાત સાભળી શેઠ પ્રસન્ન થઇ ભાઇ-ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. 

આપછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમ પૂર્વકતે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતપૂજન કરવા લાગ્યો. આ વ્રતનાપ્રતાપથી શેઠ આ લોકનાં સઘળાં સુખ ભોગવી અંતે વૈકુંઠના ધામમાં પહોંચ્યો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય.

*અધ્યાય ૫*

શ્રી સુતજીએ કહ્યું, “આ પછીનું ચરિત્ર પણ ધ્યાન પૂર્વક સાંભળો.

પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો. 

તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું. એક વાર રાજા તુંગધ્વજ અનેક પશુપંખી મારી પાછા ફરતાં એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. 

તે ઝાડ નીચે ગોવાળો પોતાનાં ભાઇ-ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. રાજા અભિમાનના કારણે ન તો ત્યાંગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા. 

પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો, ધનસંપત્તિ વગેરે જે કંઇહતું તે બધું નાશ પામ્યું. 

(આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતા પૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું, અને નિર્ણય કર્યો,) 

“શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા; ત્યાં જાઉં.” 

આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજનકર્યું. પ્રસાદ લીધો. 

આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરથી ધન-ધાન્ય, પુત્ર-પૌત્રાદિથી સંપન્ન થઇ ગયો, અને આ લોકનાં બધાં સુખો ભોગવી અંતે વૈકુંઠવાસી થયો. 

પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છેતથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. 

દરિદ્ર હોય તે ધનવાન બને છે, કોઇ જાતનાં બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે. 

ભયભિત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે. 

હે મહર્ષિ! હે બ્રાહ્મણો! આપ સહુનાકલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. 

આ ઘોર કળીયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધાં દુઃખોનું નિવારણ કરી શકે છે. 

હે શ્રેષ્ઠ મુનિઓ! જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેનાં બધાં પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. 

હે મુનિશ્વરો! જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો. 

કાશી નગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્તથયું. 

લાકડાં વેચનાર પેલો કઠિયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રનાં ચરણો ધોયાં અને તેમની સેવા કરી જન્મ-મરણનાં બંધનોથી મુક્ત થઇ ગયો. 

ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. 

પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂમનુ બન્યા. 

તેમણે ભગવત્ સંબંધી કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા. શ્રી સત્યનારાયણ ભગવાનનો જય.
ઉત્તર પૂજન*

ચાંદન, ફૂલ, અલબલ-ગુલાલ-સિંદૂર, અગરબત્તી અને દિવો ભગવાનને ચડાવવાં. 

ॐ स्थापित देवता सहित श्री सतयनारायणाय नमः गंधं समपायामि|| 
अबिलं च गुलालं च सिंदूर च समपायामि|| 
धूपं आघ्रापयाचम | दीपं दर्शयामि|

*દશાવતારની આરતિ*

થાળીમાં કાંકુનો ૐ અને સ્વસ્તિક (卐) કાઢી સોપારી, ચોખા, ફૂલ મૂકવાં. 

જયદેવ જયદેવ જય જાદવરાયા પ્રભુ શ્રી માધવરાયા 
આરિી કરીએ કરુણાનાંદન વ્યાપે નહીં માયા... 
પ્રથમે મચ્છ તણો અવિાર માર્યો શાંખાસુર પાપી 
ચિુરા નાંદન દેવ વેદ તવપ્રને આપી...જયદેવ0 

બીજે સુર ને અસુર મળળયા સાગર મથવાને કાજે 
વાંસા પર વાળયો વીંધ્યાચળ કૌરવ મહારાજે... 

ત્રીજે લહરણ્યાક્ષ ભૂપ દમિો પૃથ્વીને પાપી 
દાઢ ગ્રહી લાવ્યા વરાહસુર અવતન ક્સ્થર સ્થાપી... 

ચોથે નૃાંલસહનો અવિાર માર્યો હિરણ્યકશ્યપુ પાપી 
નખે કરી વીદાર્યો નરહર પ્રહલાદના સ્વામી... 

પાંચમે અતિ બળળયો બળદેવ જેથી સુરપતિઓ કાંપે 
વામન રૂપ ધયું મહારાજે બલિને પાતાળે ચાંપી... 

છઠ્ઠે પરશુરામ અવિાર ફરસી હાથોમાં ઝાલી 
સહસ્ર અરજુન મારી પૃથ્વી નક્ષત્રી કીધી... 

સાતમે રઘુવાંશી અવિાર આનાંદ કૌશલ્યા પામી 
પાંચવટીમાં વલસયા રાઘવ સીતાના સ્વામી... 

આઠમે કૃષ્ણ તણો અવિાર કૃષ્ણે ગોકુલ ગૌ ચારી 
રાખ્યા ગોપી ગોવાળ ગોવધાનધારી... 

નવમે બુદ્ધ તણો અવિાર ભાર પૃથ્વી પર વાધ્યો 
ધ્યાન ધરી બેઠા ધરણીધર જોગજગન સાધ્યો... 

દસમે કલાંકી અવિાર પૃથ્વી નકલાંકી કરશો 
મલેચ્છને મારી રાઘવજી સેવક સુખ દેશો... 

અલગયારમે મોહન ને મહાદેવ, આરતિ અંતરમાં ધરશો 
ભાવે ભૂધરને ભજિાં ભવસાગર તારશો... 

એ આરતિનો મોટો મલહમા, સુનીવરમુતન જાણે 
મોતિ પુષ્પ વધાવે મનવાંછીત ફળ આપે... 

કેવડો કેશવને વહાલો શિવને ધંતૂરો 
તુંલસી ત્રીકમને વહાલાં લશવને બીલીપત્ર... 

દશ અવિારની આરિી, જે કોઇ ભાવ ધરી ગાશે 
ભણે લશવાનાંદ સ્વામી તે નર વૈકુાંઠે જાશે...

अच्युतं*

अच्युतं केशवं रामनारायणं
कृष्णदामोदरं वासुदेवं हरिम् ।

श्रीधरं माधवं गोपिकावल्लभं
जानकीनायकं रामचंद्रं भजे ॥ 

राम राम राम राम रामनाम तारकं
कृष्णदामोदरं वासुदेवं हरिम् ।

श्री जानकी मनोहरं सर्व लोकनायकं 
कृष्ण दामोदरं वासुदेवं हरे ||

*થાળ*

પ્રભુ પ્રેમે ધરાવ્યો મેં થાળ જમવા આવોને 
મારા આાંગળણયે બોલાવે બાળ જમવા આવોને 

પ્રભુ પ્રેમથી જમાડુ હુ તાંદળની ભાજી, 
ભાજીના સ્વાદ જોઈ પ્રભુજી રાજી, 
મારા હાથે જમાડુ હુ થાળ જમવા આવોને... 

વાલ વટાણા સુાંદર તળીયા, 
કારેલાના ઘૂઘરા જ ભદરયા 
મારા હાથે જમાડુ હુ થાળ જમવા આવોને... 

ઘારી જલેબી ઘેબર ઘીના, 
કાંચન થાળ તો ભદરયા બરફીના 
મારા હાથે જમાડુ હુ થાળ જમવા આવોને... 

દાળ ભાત શાક અને પાપડ તળાવુ, 
ખાટા તે દહીંનો મઠો બનાવુ.
મારા હાથે જમાડુ હુ થાળ જમવા આવોને.... 

લવાંગ સોપારી ને એલચી લાવુાં, 
ઉપરથી પાનનુ બીડુ બનાવુ, 
મારા હાથે જમાડુ હુ થાળ જમવા આવોને... 

રામ કહે સુખ ઉપજે કૃષ્ણ કહે દુઃખ જાય મલહમાનો પ્રસાદ કો ખાતાં પાવન થાય, 
ચરણામૃતિને કારણે મીટ ગઈ આળજાંજાળ, નારી પ્રીતે નર થયો પ્રભુ ઐસા દીનદયાળ, 
ભક્તિ અજુાન પીરસે ને ભાવતા ભોજન ખાટુ ખોળુ લાગશે જેનાં જેવાં મન રે રામ, 
રણછોડરાય જમી ઊઠ્યા ને પહોંચ્યા મનના કોડ સબ હદરજન તમે બોલજો .... 

જય જય શ્રી રણછોડ રાય...|

*આશીર્વાદ*

બ્રાહ્મણે ચોખા અને ફૂલ લેવાં.

आदित्या वसवो रुद्रा विश्वेदेवा मरुद्गणा,
लोकपालाः प्रयछन्तु मंगलानि श्रीयं यशः.
गायत्रि सति सावित्री शची लक्ष्मी सरस्वति,
मृडाग्नि मातरा सर्वा भवन्तु वरदा सदा.

-ચોખા, ફૂલ યજમાન પર વધાવવાં

*વિસર્જન*

યજમાને ચોખા અને ફૂલ લેવાં.

यान्तु देवगणा सर्वे पूजामादाय मामकीम्,
ईष्टकाम प्रसिद्ध्यर्थं मया पुनरागमनाय च.

गच्छागच्छ सुरश्रेष्ठ स्वस्थाने परमेश्वर,
यत्र ब्रह्मादयो देवास् तत्र गच्छ हुताशन.

गच्छ त्वं भगवन्नग्ने स्वस्थाने कुंडमध्यम,
हुतमादाय देवेभ्यः शीघ्रं देहि प्रसीद मे.
ॐ अग्निनारायणः स्वस्थानं गच्छतु.

-ફૂલ ચોખા વધાવી દેવા

વિષ્ણુ સ્મરણ
यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादिषु,
न्यूनं संपूर्णतां यातु सद्यो वंदे तमच्युतम्.

ॐ विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः,
ईति विष्णुस्मरणात्कृतं कर्म परिपूर्णमस्तु.

अस्तु परिपूर्णम्.
સહુને નમસ્કાર કરી ઊઠી જવુ.

*સત્યનારાયણની આરતી*

જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા .
સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી... 

રત્ન જડિત સિંહાસન, અદ્ભુત છવિ રાજે .
નારદ કરત નીરાજન, ઘંટા વન બાજે જય લક્ષ્મી... 

પ્રકટ ભએ કલિકારન, દ્વિજ કો દરસ દિયો .
બૂઢો બ્રાહ્મણ બનકર, કંચન મહલ કિયો જય લક્ષ્મી... 

દુર્બલ ભીલ કઠારો, જિન પર કૃપા કરી .
ચંદ્રચૂડ ઇક રાજા, તિનકી વિપતિ હરી જય લક્ષ્મી... 

વૈશ્ય મનોરથ પાયો, શ્રદ્ધા તજ દીન્હી .
સો ફલ ભોગ્યો પ્રભુજી, ફિર સ્તુતિ કિન્હીં જય લક્ષ્મી... 

ભાવ-ભક્તિ કે કારણ, છિન-છિન રૂપ ધર્‌યો .
શ્રદ્ધા ધારણ કિન્હી, તિનકો કાજ સરો જય લક્ષ્મી... 

ગ્વાલ-બાલ સંગ રાજા, બન મેં ભક્તિ કરી .
મનવાંછિત ફલ દીન્હો, દીન દયાલુ હરિ જય લક્ષ્મી... 

ચઢત પ્રસાદ સવાયો, કદલી ફલ મેવા .
ધૂપ-દીપ-તુલસી સે, રાજી સત્યદેવા જય લક્ષ્મી... 

સત્યનારાયણજી કી આરતી જો કોઈ નર ગાવે .
ઋષિ-સિદ્ધ સુખ-સંપત્તિ સહજ રૂપ પાવે જય લક્ષ્મી...

















Comments

Popular posts from this blog

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો